નોકરી છોડો અને માત્ર પાંચ હજાર રૂપિયા લગાવી શરૂ કરો આ કામ, સરકાર કરશે મદદ અને સાથે થશે અઢળક કમાણી

શું તમે પણ નવો ધંધો કરી કરીને એક્સ્ટ્રા પૈસા કમાવવા માંગો છો. અને તેના વિષે પ્લાન બનાવી રહ્યા છો. તો આજે અમે આ લેખમાં તમને એક એવા બીઝનેસ વિશે જણાવશું, જેમાં તમે માત્ર પાંચ હજાર રૂપિયામાં રોકીને હજારો રૂપિયા કમાઈ શકો છો. તો ચાલો તે બિઝનેશ વિષે જાણીએ.

image source

ભારતમાં એક મોટો વર્ગ ચા નો ખુબ શોખીન હોય છે. રેલ્વે સ્ટેશનો, બસ ડેપો અને એરપોર્ટ પર કુલ્હડ ની ચા ડિમાન્ડમાં રહે છે. એવામાં ત્યાં કુલ્હડ ની ચા ની માંગ ખૂબ જોવા મળે છે. એવામાં જો તમે કુલ્હડ ચા બનાવવાનો અને તેને વેચવાનો ધંધો શરૂ કરી શકો છો. આ ધંધામાં સરકાર પણ તમને મદદ કરે છે.

સરકાર પણ આપી રહી છે પ્રોત્સાહન :

image source

તમને બધાને જણાવી દઈએ કે સરકાર આ સમયે કુલ્હડ ની માંગને વધારવા પર ઘણું ફોકસ કરી રહી છે. થોડાં સમય પહેલાં સડક અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કુલ્હડને પ્રોત્સાહન આપવાનો દાવો કરવા માટે પ્લાસ્ટિક અને કાગળ ના કપમાં ચા આપવા પર પ્રતિબિંબ લગાવવાની માંગ કરી છે.

પાંચ હજાર રૂપિયામાં શરૂ કરી શકાય છે બિઝનેસ :

image source

હાલના સમય ને જોતાં આ બિઝનેસ ખૂબ જ ઓછી કિંમતમાં સરળતા થી આપણે શરૂ કરી શકીએ છીએ. તે ધંધાને ચાલુ કરવા માટે તમારે થોડી જગ્યાની જરૂર રહે છે, અને સાથે ફક્ત પાંચ હજાર રૂપિયા ની જરૂર રહે છે. ખાદી ગ્રામોદ્યોગ આયોગ ના ચેરમેન વિનય કુમાર સક્સેના એ જાણકારી આપી છે કે ગયા વર્ષે સરકારે પચીસ હજાર ઈલેક્ટ્રિક ચાક વહેંચ્યા છે.

કેટલા રૂપિયામાં વેચી શકાય છે કુલ્હડ :

image source

ચા ના કુલ્હડ ખૂબ જ સસ્તા હોવાની સાથે સાથે પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. અત્યારના સમય ની વાત કરીએ તો ચાના કુલ્હડ ના ભાવ લગભગ પચાસ રૂપિયા પ્રતિ સો નંગ છે. આ જ પ્રકારે લસ્સી ના કુલ્હડની કિંમત એક સો પચાસ રૂપિયામાં પ્રતિ સો નંગ છે. દૂધ ના કુલ્હડની કિંમત એકસો પચાસ રૂપિયા પ્રતિ સો નંગ અને પ્યાલી સો રૂપિયા પ્રતિ સો નંગ ચાલી રહી છે. તેની માંગ વધવાથી તેના સારા ભાવ મળવાની પણ શક્યતા છે.

થશે મોટી બચત :

આજના સમયમાં શહેરોમાં કુલ્હડ ની ચાની કિંમત પંદર થી વીસ રૂપિયા સુધીની હોય છે. જો બિઝનેસ ને સારી રીતે ચલાવવામાં આવે અને કુલ્હડ વેચવા પર વધુ ધ્યાન આપવામાં આવે તો તમે એક દિવસમાં એક હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *