ચીનની 59 એપ્લિકેશનો પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો ત્યારે, એના પ્રતિસાદમાં અમૂલે ડૂડલે બનાવી ચીનને આપ્યો દમદાર જવાબ

અમલૂ ડૂડલે ફરી મચાવી ઇન્ટરનેટ પર ધૂમ – માત્ર બે જ લાઈનમાં ચીનને આપ્યો દમદાર જવાબ

image source

ચીનની 59 એપ્લિકેશનો પર ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે અને તેના પ્રતિસાદમાં અમૂલે એક દમદાર જવાબ આપીને ભારે લોકપ્રિયતા મેળવી લીધી છે. ગલવાન વેલીમાં ગઈ 15મી જૂનના રોજ ભારત ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ બાદ એલએસી પર સંઘર્ષ ચાલુ જ છે. આ ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા ત્યાર બાદ દેશમાં મોટા પાયે ચીનના સામાનનો બહિષ્કાર થઈ રહ્યો છે.

સરકારે પણ સોમવારના રોજ એક મોટો નિર્ણય લેતા ટિક ટોક, વીચેટ, યુસી બ્રાઉઝર, હેલો અને શેયરઇટ સહીત ચીનની 59 એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકી દીધો છે. ચીનની એપ્સ પર પ્રતિબંધ લદાયા બાદ દેશની જાણીતી ડેરી બ્રાન્ડ ‘અમૂલ’એ ડૂડલ બનાવીને સરકારની આ કામગીરીનું સમર્થન કર્યું છે.

image source

અમૂલે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર એક તાજું જ ડૂડલ શેર કર્યું છે. જેમાં અમૂલ ગર્લને એક ખુલ્લા રેફ્રિજરેટર પાસે બટર એટલે કે માખણનું એક પેકેટ હાથમાં પકડીને બતાવવાં આવી છે, જે બીજા હાથથી તે બટર તરફ ઇશારો કરી રહી છે. તેની સાથે જ તેણે પ્રસિદ્ધ ચાઈનીઝ એપ્લિકેશન ટિક ટોક પર ટિપ્પણી કરતા લખ્યું છે S Tick with This S Tok.

આ ઉપરાંત એક બીજી પ્રતિબંધિત એપ્લિકેશન વીચેટ વિષે પણ અમૂલે કટાક્ષ કર્યો છે અને આ ડૂડલ પર લખ્યું છે, ‘વીચેટ ઓવર ટી’ (WeChat over Tea) એટલે કે અમે ચા પર વાત કરીએ છીએ. અમૂલનું આ ડૂડલ ઘણું પસંદ કરવામા આવી રહ્યું છે અને યુઝર્સ તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે. ડૂડલ સાથે કેપ્શન લખવામાં આવ્યું છે, ‘અમૂલ ટૉપિકલ : નવી દીલ્લીએ 59 ચાઈનીઝ એપ્સ પ્રતિબંધિત કર્યા’

ડેટા સુરક્ષાના મુદ્દા પર ચાઈનીઝ એપ્લિકેશન્સ પર લગાવવામાં આવ્યા છે પ્રતિબંધ

image source

તમને જણાવી દઈએ કે ભારત સરકારે ડેટા સુરક્ષાને સામે ધરીને ટિક ટોક સહીત ચીનની 59 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધિત એપ્સની આ યાદીમાં હેલો અને કેમ સ્કેનર જેવી એપ્લિકેશન પણ સમાવિષ્ટ છે, જે ભારતમાં ઘણી લોકપ્રિય હતી. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ બાદથી જ ટિક ટોક એપ પર બેન કરવાની માંગ ઉભી થઈ રહી હતી. યુસી બ્રાઉઝર, શેર ઇટ જેવી બીજી ઘણી ચર્ચિત એપ્લિકેશન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

image source

આ પહેલાં ભારતીય સુરક્ષા એજન્સીએ પણ ચાઈનીઝ એપ્લીકેશનની એક યાદી તૈયાર કરીને કેન્દ્ર સરકારને તેના પર પ્રતિબંધ લગાવવાની અપિલ કરી હતી. ત્યાર બાદ એવી દલીલ આપવામાં આવી હતી કે ચીન ભારતીય ડેટા હેક કરી શકે છે. સરકારના જણાવ્યા પ્રમાણે ચીનની તે 59 મોબાઈલ એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી છે જે ભારતની સંપ્રભુતા અને અખંડતા, ભારતની રક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમી હતી.

ચીનની આ એપ્સ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ

image source

ટિક ટોક, શેર ઇટ, ક્વાઈ, યુસી બ્રાઉઝર, બાયડુ મેર, શેન, ક્લેશ ઓફ કિંગ્સ, ડીયુ બેટરી સેવર, હેલો, લાઈકી, યુ કેમ મેકઅપ, એમઆઈ કમ્યુનિટી, સીએમ બ્રાઉઝર, વાયરસ ક્લિનર, એપસ બ્રાઉઝર, રોમવી, ક્લબ ફેક્ટ્રી, ન્યૂઝડોગ, બ્યુટી પ્લસ, વીચેટ, યુસી ન્યૂઝ, ક્યૂક્યૂ મેલ, વીબો વિગેરે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત