આ મુસ્લિમ યુવાન પર તમને થશે ગર્વ, કે જેને અયોધ્યાના રામ મંદિરમાં હાજરી આપવા શરૂ કરી 800 કીમીની સફર

મુસ્લિમ યુવાને અયોધ્યાના રામ મંદિરમાં હાજરી આપવા શરૂ કરી 800 કીમીની સફર

આ મુસ્લિમ વ્યક્તિ પોતાને ભગવાન શ્રી રામનો ભક્ત ગણે છે અને અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પુજનમાં હાજરી આપવા તે પોતાના વતન એવા છત્તીસગઢના ચન્દખુરી ગામથી અયોધ્યા સુધી 800 કીમીની સફર શરૂ કરી છે. તે આ બધું પાંચમી ઓગસ્ટે અયોધ્યામાં થનાર ભગવાન રામના મંદીરના ભૂમિ પુજનમાં હાજરી આપવા કરી રહ્યો છે.

image source

મોહમ્મદ ફૈઝ ખાન, તે ભગવાન શ્રી રામના માતા કૌશલ્યાના જન્મ સ્થળથી આવે છે. તે જણાવે છે, ‘હું નામ અને ધર્મે મુસ્લિમ છું પણ હું ભગવાન શ્રી રામનો ભક્ત પણ છું. જો અમે અમારા પૂર્વજો વિષે શોધીશું તો તેઓ હીન્દુઓ જ હતા. તેમના નામ કદાચ રામલાલ કે શ્યામલાલ હતા. અમારા બધાનું મૂળ હિન્દુ છે પછી અમે ચર્ચમાં જતા હોઈએ કે પછી મસ્જિદમાં જતા હોઈએ.’

મોહમ્મદ ખાન સમજે છે કે લોર્ડ રામ મુખ્ય પૂર્વજ છે અને તેની આ યાત્રાને ઇંજન પાકિસ્તાની કવિનું એક નિવેદન પુરુ પાડી રહ્યું છે. પાકિસ્તાનના એક રાષ્ટ્રિય કવિ અલામ ઇકબાલ કે જેણે સમજાવ્યું હતું કે ‘જે વ્યક્તિની દ્રષ્ટિ સંપૂર્ણ હશે તેને ખ્યાલ આવશે કે રામ જ , હકીકતમાં ભારતના ભગવાન છે.’

image source

ફૈઝ દરેક પ્રકારની ટીકા ટીપ્પણીઓનો સામનો કરી ને આવી રહ્યો છે, તે જણાવે છે, ‘પાકિસ્તાનમાં ઘણા લોકોએ હિન્દુ અને મુસ્લિમ નામના ખોટા આઈડીઝ બનાવ્યા છે અને એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે અને તેમ કરીને તેઓ દર્શાવવા માગે છે કે ભારતમાં બધા જ ધર્મો એકબીજા સાથે લડી રહ્યા છે.’

image source

આ દરમિયાન અયોધ્યાના પુજારીઓ ભૂમિ પુજનની ભવ્ય તૈયારીઓમા પડ્યા છે. ત્રણ દિવસની વેદિક વિધિ રામ જન્મભૂમિની જગ્યા પર 3જી ઓગસ્ટના રોજ કરવામાં આવશે. ત્યાર બાદ રામચાર્યા પુજા 4થી ઓગસ્ટે કરવામા આવશે અને 5મી ઓગસ્ટના રોજ ભૂમિ પુજન કરવામા આવશે જે બપોરે 12.15 વાગ્યાના સમયે રાખવામાં આવશે.

image source

ભૂમિ પુજન દરમિયાન પાંચ ચાંદીની ઇંટો પણ પવિત્ર સ્થળ પર રાખવામાં આવશે જેમાંની પહેલી પીએમ મોદી દ્વારા મુકવામા આવશે. આ પાંચ ઇંટો હિન્દુ પુરાણ પ્રમાણેના પાંચ ગ્રહોના પ્રતિક સમાન હશે. આ મંદીરનું વાસ્તુ તેમજ તેની ડિઝાઈન વિશ્વ હિન્દુ પરિશદ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેવું જ રહેશે. આ મંદીર વિષ્ણુ મંદીરના નગારા સ્ટાઈલનું હશે અને ગર્ભ ગૃહ અષ્ઠકોણાકાર હશે.

image source

આ ભૂમિ પુજનના આયોજન વચ્ચે કેટલીક ન્યુઝ વેબસાઇટનો એવો દાવો છે કે સમાજવાદી પાર્ટીના એમપી આઝમ ખાને કહ્યું છે કે જો તેમન સેરેમનીમાં આમંત્રણ આપવામાં નહીં આવે તો તેઓ સર્યુ નદીમાં જળ સમાધી લેશે બીજા શબ્દોમાં કહીએ તો તેઓ પોતાના જીવનો ત્યાગ કરશે. જો કે પાછળથી આ સામાચાર ફેક સાબિત થયા.

Source: News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત