Site icon News Gujarat

આ કારણે પૂજા પાઠ વખતે વગાડવામાં આવે છે ઘંટ, શું તમે જાણો છો આ વિશે?

હિંદુ ધર્મમાં પૂજા પાઠને વિશેષ મહત્વ આપવામાં આવે છે, ત્યાં જ દરેક દેવસ્થાન પર ઘંટડી અને મોટા મોટા ઘંટ લગાવવામાં આવ્યા હોય છે પૂજા કરવા દરમિયાન જયારે આરતી કરવાના સમયે ઘંટી, શંખ અવશ્ય વગાડવામાં આવે છે એટલું જ નહી, ઘરોમાં પણ પૂજા કરતા સમયે ઘંટડી જરૂરથી વગાડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, વૈદિક કાળથી જ હિંદુ ધર્મમાં ઘંટડી વગાડવાની પરંપરા ચાલતી આવી રહી છે. આમ તો હિંદુ ધર્મમાં આ એક એક આસ્થાનો વિષય છે. જયારે કેટલીક વ્યક્તિઓ એવું માને છે કે, ઘંટડીના અવાજથી આત્મિક શાંતિનો અનુભવ થાય છે ત્યાં જ એનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ પણ છે તો આજે અમે આપને ઘંટડી વગાડવા પાછળ રહેલા કારણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ તો ચાલો જાણીએ શું તે કારણો.

image source

હિંદુ ધર્મમાં મંદિરમાં જઈને દેવી- દેવતાઓના પ્રતિક સમાન મૂર્તિઓ કે પછી અન્ય અન્ય પ્રતિક ચિન્હોની પૂજા કરવાનું પ્રાવધાન છે. મંદિરમાં ભગવાનનું સ્મરણ કરવાનું સ્થાન હોય છે રોજ આપ પૂજા કરતા સમયે મંદિરમાં ઘંટ અને ઘંટડીઓ જરૂરથી વગાડવામાં આવે છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા મુજબ ઘંટડી માંથી જે ધ્વનિ નીકળે છે તે ‘ઓમ’ની ધ્વનિ સમાન હોય છે એટલા માટે એવું માનવામાં આવે છે કે, જયારે કોઈ વ્યક્તિ મંદિરમાં ઘંટ વગાડે છે તો તેનું ‘ઓમ’નું ઉચ્ચારણ કરવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે.

image source

જયારે ધાર્મિક દ્રષ્ટીએ એવું માનવામાં આવે છે કે, મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાં રહેલ ચેતનાને જાગૃત કરવા માટે મંદિરોમાં ઘંટડી વગાડવામાં આવે છે. ઘંટડી વગાડવાથી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ પૂજાનો પ્રભાવ કેટલાક ગણો વધી જાય છે.

image source

ત્યાં જ હિંદુ ધર્મના ધાર્મિક પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, જયારે સૃષ્ટિનું સર્જન થયું હતું તે સમયે જે અવાજ ગુંજી રહી હતી. ઘંટડીનો અવાજનો તે નાદના પ્રતિક સમાન માનવામાં આવે છે. એટલા માટે ખુબ જ પ્રાચીન સમયથી જ પૂજા કરવા દરમિયાન આરતી કરતા સમયે ઘંટડી વગાડવાનું પ્રચલન ચાલ્યું આવી રહ્યું છે.

image source

ઘંટડી વગાડવા વિષે ધાર્મિક મહત્વ વિષે વાત કરવામાં આવે તો એમાં જણાવ્યા મુજબ જયારે ઘંટડી વગાડવામાં આવે છે ઘંટડીના અવાજથી વાતાવરણમાં વિશેષ કંપન ઉત્પન્ન થાય છે. જેનાથી વિશેષ પ્રકારના તરંગો નીકળવા લાગે છે. ઘંટડીના અવાજથી આપની આસપાસના કે પછી મંદિરના વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિ દુર થઈ જાય છે. આ સાથે જ આપની આસપાસ સકારાત્મક વાતાવરણનું નિર્માણ પણ થવા લાગે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version