જ્યારે ઘરની ચોખટ પાર કરનાર સ્ત્રી સામે આંગળી ઊઠતી એ જમાનામાં આનંદીબાઈ જોશી અમેરિકા જઈ મેડિકલનો અભ્યાસ કર્યો હતો, અને MDની ઉચ્ચ ડિગ્રી મેળવનાર ભારતનાં પ્રથમ મહિલા ડોક્ટર બન્યા…વાંચો ડો. આનંદી ગોપાલ જોશીની પૂરી કહાની

જાણી લો કોણ હતી ભારતની પહેલી મહિલા ડોકટર, આ છે એમની સ્ટોરી.

દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડૉક્ટર્સના યોગદાનને સમર્પિત હોય છે અને આ દિવસે સામાન્ય માણસોને ડૉક્ટર્સના મહત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. ડૉક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એવું એટલા માટે પણ છે કારણ કે એ હંમેશા પોતાના સમય અને જીવની પરવાહ કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવાની કોશિશ કરે છે.

image source

તો ચાલો આ અવસર પર દેશની પહેલી મહિલા ડોકટર આનંદી ગોપાલ જોશી વિશે વાત કરીએ. એ ત્યારે દેશમાં ડોકટર બનીને વિદેશથી પરત ફરી હતી જ્યારે દેશમાં મહિલાઓનો અભ્યાસ નહોતો થતો. એમા ઘણી રોક ટોક થતી હતી. આ પહેલી મહિલા ડોક્ટરનું નામ આનંદી ગોપાલ જોશી જેમના જીવનની સ્ટોરી હૃદયસ્પર્શી છે. તમને જણાવી દઈએ કે આનંદીના લગ્ન 9 વર્ષની ઉંમરમાં કરાવી દેવામાં આવ્યા હતા. એમનું ઘર ખૂબ જ રૂઢિવાદી હતું. લગ્ન પછી એમનું નામ આનંદી ગોપાલ જોશી પડ્યું. તો ચાલો ડૉક્ટર્સ ડે પર આજે એમની ડોકટર બનાવી સ્ટોરી વિશે જાણી લઈએ.

image source

પુણેમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી આનંદી બાઈ જોશીના લગ્ન 9 વર્ષની ઉંમરમાં લગભગ 25 વર્ષના ગોપાલરાવ જોશી સાથે થયા હતા. આનંદી જોશીની આત્મકથા સંવાદ પ્રકાશને પ્રકાશિત કરી છે જેમાં એમના જીવનના સંઘર્ષ અને સમાજની રૂઢીઓને તોડીને આગળ વધવાની કહાની છે. એમની આત્મકથા અનુસાર ગોપાલરાવની આનંદી સાથે લગ્નની શરત જ એ હતી કે એ અભ્યાસ કરશે. આનંદીના પિયરના લોકો પણ એના અભ્યાસની વિરૂદ્ધમાં હતા. લગ્ન સમયે આનંદીને અક્ષર જ્ઞાન પણ નહોતું. ગોપાલે એમને વર્ણમાલા શીખવી. નાનકડી આનંદીને અભ્યાસમાં બહુ રુચી નહોતી. એમને લાગતું હતું કે જે સ્ત્રી ભણે છે એનો પતિ મરી જાય છે.

image source

આનંદીને ગોપાલ લડી લડીને ભણાવતા હતા. એકવાર એમને આનંદીને લડતા કહ્યું હતું કે તું નહિ અભ્યાસ કરે તો હું મારો ધર્મ બદલીને ક્રિષ્ચયન બની જઈશ. અક્ષર જ્ઞાન પછી ગોપાલ આનંદી માટે આગળના ધોરણના પુસ્તકો લાવ્યા. પછી એ થોડા દિવસ માટે શહેરની બહાર જતા રહ્યા. જ્યારે એ પરત ફર્યા તો એમને જોયું કે આનંદી ઘરમાં રમી રહી હતી. એમને ગુસ્સામાં કહ્યું કે તું અભ્યાસ નથી કરી રહી. આનંદીએ ખૂબ માસૂમિયતથી જવાબ આપ્યો કે જેટલા પુસ્તકો હતા બધા તો મેં વાંચી લીધા.

જીવનમાં લાગેલા એક મોટા ઝટકાએ આનંદીને ડોકટર બનવાની પ્રેરણા આપી. જ્યારે એ 14 વર્ષની હતી ત્યારે એ માતા બની પણ ફક્ત 10 દિવસમાં એમને પોતાના નવજાત સંતાનને ગુમાવી દીધું. એ એમના માટે મોટો આઘાત હતો. ત્યારે એમને નક્કી કર્યું કે એ એક દિવસ ડોકટર બનીને બતાવશે અને આવી કસમયે થતા મોતને રોકવાની કોશિશ કરશે. એમના પતિએ એમને હંમેશા સાથ આપ્યો. એ સમયે એક પરણિત સ્ત્રી માટે અમેરિકામાં જઈને અભ્યાસ કરવો ખૂબ જ મુશકલે હતો. સમાજની આલોચનાઓ અને રૂઢીઓથી વિચલિત થયા વગર એ અમેરિકા ગઈ અને ત્યાં અભ્યાસ કર્યો.

image source

આનંદીબાઈએ કોલકાતાથી પાણીના જહાજમાં ન્યુયોર્ક સુધીની યાત્રા કરી. એમને પેસિલવેનિયાની વુમન મેડિકલ કોલેજમાં મેડિકલ કોર્સમાં એડમિશન મળી ગયું હતું જે દુનિયાનો બીજો મહિલા મેડિકલ કોર્સ હતો. આનંદીબાઈએ વર્ધ 1886માં 19 વર્ષની ઉંમરમાં એમડીની ડીગ્રી મેળવી લીધી હતી. એ એમડીની ડીગ્રી મેળવનારી અને પહેલી ભારતીય મહિલા ડોકટર બની. વર્ષ 1886ના અંતમાં આનંદીબાઈ ભારત પરત ફરી જ્યાં એમનું ભવ્ય સ્વાગત થયું. કોલ્હાપુર રિયાસતે એમને સ્થાનીય અલ્બર્ટ એડવર્ડ હોસ્પિટલના મહિલા વોર્ડના મુખ્ય ડોકટર તરીકે નિયુક્ત કર્યા હતા.

25 ફેબ્રુઆરી 1887માં આનંદીબાઈની 22 વર્ષની ઉંમરમાં મૃત્યુ થઈ ગયું. વર્ષ 1888માં અમેરિકન નારીવાદી લેખક કેરોલીન વેલ્સ હિલી ડેલે આનંદીબાઈની આત્મકથા લખી. ડોલ આનંદીબાઈથી પરિચિત હતી. વર્ષ 2019માં મરાઠીમાં એમના જીવન પર એક ફિલ્મ આનંદી ગોપાલના નામથી બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!