Site icon News Gujarat

અશ્વેત લૂંટારુઓએ આણંદના વધુ એક ગુજરાતીની અમેરિકામાં કરી હત્યા, સ્ટોરમાં કરી લૂંટ.

અમેરિકામાં ગુજરાતીઓની હત્યાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. એવામાં આણંદના વધુ એક ગુજરાતીની અમેરિકા માં લૂંટના ઈરાદાથી હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ અમેરિકામાં મૃત્યુ પામેલ વ્યક્તિ આણંદના ભાદરણના રહીશ છે. અમેરિકાના ન્યુયોર્કમાં આ ઘટના બની હતી. આણંદના ભાદરણના કિંશુક પટેલની ન્યૂયોર્કમાં લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે. અશ્વેત વ્યક્તિઓ દ્વારા આ ગુજરાતીની હત્યા કરી સ્ટોરમાં લૂંટ કરાઈ હતી.

અશ્વેત શખ્સો અને ગુજરાતી કિંશુક પટેલ વચ્ચે ઝપાઝપી દરમિયાન માથામાં બોથડ પદાર્થ વાગતા તેમનું મોત નિપજ્યું હતું. આ વિશે મળતી માહિતી અનુસાર મૂળ આણંદના વતની અને વર્ષોથી અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

આણંદના ભાદરણના યુવાનની અમેરિકાના ન્યુયોર્કમાં લૂંટના ઈરાદાથી હત્યા કરાઈ છે. સ્ટોરમાં લૂંટના ઇરાદે આવેલ અશ્વેત યુવાનોએ ગુજરાતી કિંશુક પટેલની હત્યા કરી સ્ટોરમાં લૂંટ ચલાવી હતી.

તમને જણાવી દઈએ કે આણંદના ભાદરણના કિંશુક પટેલ નામનો યુવાન અમેરિકાના ન્યુયોર્કમાં પરિવાર સાથે સ્થાયી હતા. સ્ટોર બંધ કરવાના સમય થયો ત્યારે અશ્વેત લૂંટારુંઓ સ્ટોરમાં ઘૂસ્યા હતા. ત્યારે ગુજરાતી યુવાને તેમના સાથે બાથ ભીડતા ઝંપાઝપી દરમિયાન અશ્વેત લૂંટારુંઓએ તેના માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી.

અમેરિકાના ન્યૂયોર્કમાં બનેલી આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનનું નામ કિંશુક હરેશભાઈ પટેલ છે. જેઓ છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા છે. હવે વિદેશોમાં પણ ગુજરાતીઓ સુરક્ષિત નથી, ત્યારે વિદેશમાં સ્થાયી થતા બધા લોકોના મનામાં ડરનો માહોલ ફેલાઈ રહ્યો છે.
હાલ લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે ક્યાં સુધી વિદેશની ધરતી પર ગુજરાતીની થતી રહેશે હત્યા? અમેરિકામાં અશ્વેત લૂંટારૂઓની નજર સૌથી વધુ ગુજરાતીઓ પર હોય છે. અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ તેમના નિશાના પર હોય છે. આવામાં વારંવાર અમેરિકામાં ગુજરાતીઓની સલામતી પર પ્રશ્નો ઉભા થતા હોય છે.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લોકવિલમાં એક ગુજરાતી સાથે આવી જ ઘટના બની હતી. અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. જે બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.

હવે પ્રશ્ન એ છે કે વિદેશમાં ગુજરાતીઓની સલામતી ક્યાં સુધી જોખમાંતી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version