એકવાર ચેનલની મુલાકાત લઈ લો, હોટલોના હજારોના બિલ ફાટતાં બચી જશે

રાજકોટમાં જ જન્મેલા અને રાજકોટના ખૂણે ખૂણાથી માહિતગાર એવા આનંદ સાતાનું નામ પોતે પોતાનામાં ખાસ છે. તેને કોઈ ખાસ ઓળખની જરૂર નથી. કોઈ પણ ફૂડ હોય કે ફૂડ પ્લેસ, સ્ટ્રીટફૂડ હોય કે ટ્રેડિશનલ ફૂડ, આનંદ સાતા તેનાથી માહિતગાર રહે છે. ફક્ત અઢી વર્ષના ટૂંકા ગાળામાં આનંદ સાતાએ આનંદ સાથે હસતા રમતા પોતાનું અલગ કરિયર બનાવી લીધું છે.

લોકોને ખાવાનું ખવડાવવાનો અને બનાવવાનો શોખ ધરાવતા આનંદ સાતા હાલમાં પોતાની 3 ચેનલ એકલા હાથે ચલાવી રહ્યા છે. દિવસમાં 12 કલાક કામ કરીને પણ થાક ન અનુભવનારા આનંદ સાતાએ જીવનમાં અનેક સ્ટ્રગલ બાદ પરિવારના સપોર્ટ સાથે શોખને પેશન બનાવીને જીવનની નવી શરૂઆત કરી છે. તો જાણો કઈ 3 ચેનલ ચલાવી રહ્યા છે અને કઈ રીતે શૂન્યમાંથી સર્જન કરીને સફળતા મેળવી છે તેની એક આછેરી ઝલક.

શોખ

ખાવાનું બનાવવાનો, પિતા , ભાઈ બધાને જમવાનું બનાવવાનો, ખવડાવવાનો શોખ, સ્ટ્રીટફૂડ બનાવવાનો શોખ

હોબી

સોશ્યલ મીડિયા પર ફ્રી સમયમાં રેસિપિના કે સ્ટ્રીટ ફૂડ પસંદ આવ્યું હોય તો તેના ફોટો અપલોડ કરતો રહેતો. વોટ્સએપ સ્ટેટસમાં મૂકતો, ફેસબુક પર પણ મૂકતો. આ સમયે લોકોનો અને પરિવારનો સપોર્ટ મળ્યો, પરિવારમાં પણ બધા ખાવાનાના શોખીન હોવાના કારણે મારા શોખને એક નવી દિશા મળવામાં સરળતા રહી.

પહેલીવાર આ વીડિયો કર્યો હતો શૂટ

એક વખત વીડિયો તુવેરના ટોઠાનો શૂટ કર્યો અને પોતે એડિટિંગ શીખ્યો અને પછી તેમાં મને મજા આવી. તેને મેં શેર કર્યો. મેં જાતે વીડિયો એડિટિંગ યૂટ્યૂબ પરથી શીખીને જાતે એડિટ કર્યો અને સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો અને સાથે મિત્રોના સજેશન મળ્યા . તેઓએ મને વિચાર આપ્યો. કોઈ પણ કયાંય જમવા જાય તો મને પૂછતા કે ક્યાં શુ સારું મળે છે. મને ફૂડનો શોખ હોવાના કારણે મને બધી જગ્યાઓ ખ્યાલ રહેતો, હું તેમને ગાઈડ કરતો અને તેઓ ખુશ થતા. મને સ્ટ્રીટ ફૂડની સાથે અનેક હોટલનો ખ્યાલ હતો અને મને થતું કે લોકોને ઘણું ખબર નથી તો મેં લોકોને બતાવવાનું શરૂ કર્યું અને પછી મને આ પ્લેટફોર્મ પર મોટી સફળતા મળી. મેં કમાવવા માટે આ શરૂ કર્યું ન હતું. પણ મારું પેશન હતું.

શોખના કારણે જ થયો સફળ

કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય. આ રીતે જ મને મારા શોખે આગળ વધાર્યો. મારા વીડિયો ધીમે ધીમે વાયરલ થતા ગયા. મારી પાસે સારો ફોન ન હતો અને તેમાં એડિટિંગ પણ થતું નહીં. માટે હું મારા મિત્રોને સાથે લઈ જતો અને તેમના ફોનમાં વીડિયો શૂટ કરતો. આજે લગભગ 2 વર્ષમાં મેં 150 જેટલા રેસિપિ વીડિયો શૂટ કર્યા છે. આ સાથે એડિટિંગ પણ કર્યું છે.

કયા ગેજેટ્સ સાથે કરે છે કામ

મારી પાસે અત્યારે શૂટિંગ માટે 1 લેપટોપ, કુલ 3 કેમેરા અને લેટેસ્ટ આઈફોન 12 પ્રો મેક્સ પણ યૂઝ છે. હું માનું છું કે ટેક્નોલોજી અને કામનો સમન્વય હોય તો તેના કારણે સમય બચી શકે અને રીઝલ્ટ પણ સારું મળે. શૂટિંગ માટે અંદાજિત 5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હું એકલો જ બધું હેન્ડલ કરું છે.

એક વીડિયો બનાવવામાં કેટલો સમય

  • શૂટિંગમાં – અડધા દિવસ જેટલો
  • એડિટિંગમાં – 1 દિવસનો સમય
  • અઠવાડિયાના – 2 વીડિયોનું શૂટિંગ અંદાજિત

આનંદ સાતા કહે છે કે હું દિવસમાં લગભગ 12 કલાક કામ કરું છું. પરંતુ કામ મારું ગમતું હોવાના કારણે મને ક્યારેય તેનો થાક લાગતો નથી. એક કામ કરતા અનેક નવી ચીજો શીખવા પણ મળે છે.

કઈ કઈ ટ્રેડિશનલ વાનગીઓનું શૂટિંગ કર્યું છે

ગુજરાતમાં ઘૂંટો, વરાળિયું, મધપૂડો, અડદિયાના વીડિયો, આ સિવાય મથુરા, આગ્રા, વૃંદાવનની બેડઈ, પેડા, પ્યાઝ કચોરી ફેમસ છે અને તેના વીડિયો શૂટ કર્યા છે.

ટ્રેડિશનલ રેસિપી જ શા માટે

મને પોતાને ટ્રેડિશનલ ફૂડ જ પસંદ વધારે છે. યંગ સ્ટર્સને તેનો ખ્યાલ આવે અને તેની રેસિપિ જીવંત રહે માટે મેં ટ્રેડિશનલ ફૂડ પર ફોકસ કર્યું છે. ટ્રેડિશનલ ટેસ્ટની મજા આજે જાણે કે વિસરાઈ રહી છે.

તમને પોતાને શું ભાવે

રાજકોટમાં ફેવરિટ જગ્યા જમવા માટે

  • ઈશ્વરભાઈ ઘૂઘરાવાળા, ઈમ્પીરિયલ હોટલ (ફેમિલિ સાથે લંચ કે ડિનર), વડાપાઉં રઘુવંશના
  • ટ્રેડિશનલ ફૂડમાં પસંદ છે – ચાપડી શાક
  • પોતે બનાવેલા ફૂડમાં પસંદ છે – બટાટાનું શાક
  • સ્ટ્રીટ ફૂડમાં પસંદ છે – ઘૂઘરા, રાજકોટના
  • ઘરનું બનેલું પસંદ છે – મમ્મીના હાથનું ઢોકળીનું શાક

વીડિયોના વ્યૂઝ સૌથી વધારે કયામાં આવ્યા

6 ધાનની ખીચડીમાં સૌથી વધારે વ્યૂઝ મળ્યા છે. અંદાજે 14થી 15 લાખ જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે. મારો સૌથી વધારે વ્યૂઝવાળો વીડિયો કદાચ આ રહ્્યો છે.

સબ્સક્રાઈબર્સ કેટલા

અંદાજે 2 લાખથી ઉપર સબ્સ્ક્રાઈબર્સ ધરાવું છું અને મારા કામથી ખુશ છું.

સફળતા

યૂટ્યુબ ચેનલ ઈટ એન્ડ ડ્રાઈવ માટે સિલ્વર પ્લેબટન મળ્યો હતો. આ સમયે મારી ચેનલ પર લગભગ 60 વીડિયો પોસ્ટ થયા હતા.

વીડિયોની સાથે જાહેરાત માટે અને વીડિયો ચેનલને આગળ વધારવા માટે શું કરો છો

મારા વીડિયોથી લોકોને સારું કન્ટેન્ટ મળે છે અને સાથે હું તેની સાથે જાહેરાત માટે કંઈ કરતો નથી. મારા એક વીડિયોથી અનેક લોકોને મદદ મળી રહે છે. અનેક લોકો વિદેશથી પણ મને ફોન કરીને જે તે રેસિપિના વીડિયોને મદદ કરવા નંબર માંગે છે અને કેટલાય લોકોને મદદ મળી રહે છે.

કમેન્ટસને લઈને નિરાશ થયા હોય તેવો કોઈ બનાવ

મેં રેસિપિ બતાવવામાં એક સીન કાઢી નાંખ્યો હતો અને તે વીડિયો વાયરલ થયો હતો. અને પછી મને લોકોએ કમેન્ટમાં લખ્યું કે આ વસ્તુ તો હોવી જ જોઈએ જે નથી એ ભૂલ છે. માટે મેં નક્કી કર્યું કે હવેથી વેપારી કે દુકાનદારના કહેવાથી કોઈ સ્ટેપ કટ ન કરતા ફૂલ વીડિયો હંમેશા બતાવવો.

અન્ય લોકોને મેસેજ

કામ કરવાની ધગશ હોય તો તમે કોઈ પણ વસ્તુના અભાવને નિમિત્ત બનાવ્યા વિના સરળતાથી પ્રગતિ કરી શકો છો. ફેમિલિ બિઝનેસ હોવા છતાં મેં મારા શોખને મહત્વ આપ્યું અને તેને આજે એક ઉંચાઈવાળું સ્થાન આપવામાં પણ લગભગ 2 વર્ષમાં જ સફળતા પ્રાપ્ત કરી છે. સફળ બિઝનેસમેન હોવા છતાં સ્ટ્રોક આવ્યો અને લાઈફમાં ચેન્જ આવતા જે કરિયર બન્યું અને તેમાં અનેક ઉતાર ચઢાવ સાથે સફળ થયા છે. માતાના વીડિયો પણ શેર કરું છું તો લાખો વ્યૂઝ આવે છે. પરિવારનો સપોર્ટ પણ સારો મળ્યો છે. આ સફળતા બાદ હવે તેઓ પોતે ત્રણ ચેનલ ચલાવી રહ્યા છે.

  • 1. ઈટ એન્ડ ડ્રાઈવ – રેસિપી ચેનલ
  • 2. આનંદ સાતા
  • 3. ઈટ ઈન સ્ટ્રીટ

જીવનની સ્ટ્રગલ

2014માં બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને કોમાની સ્થિતિ પણ જોવા મળી હતી. પરંતુ થોડો સમય પછી ડોક્ટરે મને બિઝનેસ કરવાની પરમિશન ન આપી. સ્ટ્રેસ લેવાની પણ ડોક્ટરે ના પાડી. આ સમયે 3 વર્ષ ઘરે બેઠો અને ફેમિલિ બિઝનેસ અને મારા બિઝનેસથી દૂર રહ્યો. ઘરે બેઠા કંઈ ને કંઈ ફૂડ બનાવતો અને ખાતો. કુદરતે મને આ રીતે વિચાર આપ્યો અને ધીરે ધીરે સોશ્યલ મીડિયા પર મને એક્ટિવ રહેવા મળ્યું. સાથે જ મને પ્રોત્સાહન પણ લોકો દ્વારા મળ્યું. જેના કારણે હું આજે એક સફળ યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છું.

આલેખન – ભૂષિતા ખીંચી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!