આનંંદ મહિન્દ્રાએ આ વાતને લઈને એલન મસ્કને આપ્યો સણસણતો જવાબ, જાણો સમગ્ર ઘટના

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ખૂબ જ સક્રિય રહે છે. તેઓ લોકો સાથે જોડાયેલા રહેવા માટે અલગ અલગ પ્રકારની પોસ્ટ અને વીડિયો શેર કરતા રહે છે. તેમની પોસ્ટને ટ્વીટ કુબ્જા હોય છે જેના કારણે તેમની ફેન ફોલોઈંગ કોઈ સેલીબ્રીટી થી કમ નથી. આ વખતે પણ તેઓ તેની ટ્વિટ ના કારણે ચર્ચામાં છે.

image soucre

જોકે આ વખતે તેમની ચર્ચા ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ના કારણે થઈ રહી છે. એલન મસ્કએ એક ટ્વિટ કરી હતી જેના જવાબમાં આનંદ મહિન્દ્રા એ એક વાત કહી અને તે ચર્ચાનો વિષય બની ગઈ. એલન મસ્ક એ કહ્યું હતું કે વાહનનું પ્રોડક્શન અત્યંત મુશ્કેલ કાર્ય છે અને તેની સાથે પોઝિટિવ કેસ ફ્લો જનરેટ કરવો તેનાથી પણ વધારે મુશ્કેલ છે. આ વાત પર આનંદ મહિન્દ્રા સહમતિ દર્શાવી અને કહ્યું કે આ કાર્ય તેઓ દાયકાઓથી કરી રહ્યા છે અને હવે તે તેના જીવનનો એક ભાગ બની ગયું છે.

બ્રિટિશ કંપની ડાયસન ઇલેક્ટ્રિક કાર બનાવવામાં નિષ્ફળ ગયા બાદ એલન મસ્ક એ આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે મોટી ઓટો મેકર્સ કંપની પોતાની કારને સસ્તામાં વેચે છે લગભગ ઝીરો મારજીન સાથે. તેમને વધારે પ્રોફિટ ફલીટ રિપ્લેસમેન્ટ પાર્ટને વેચવાથી થાય છે. જેમાં લગભગ 70થી 80 ટકા પાર્ટ્સ વોરંટી ના હોય છે આ વાત કરવાની સાથે મસ્કે બ્લેડ અને રેસરનું ઉદાહરણ આપ્યું હતું.

image soucre

નવી કાર કંપની માં આ ફાયદાનો ઘટાડો હોય છે અને સાથે જ તેમના સેલ્સ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માં પણ ખામી હોય છે. મહત્વનું છે કે ગત સપ્તાહમાં જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ડોમેસ્ટિક પેસેન્જર વાહનની સેલમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. કંપનીએ ઓગસ્ટ માસમાં કુલ 15973 યુનિટ નું સેલ કર્યું છે જે ગત વર્ષના ઓગસ્ટ માસમાં થયેલા વેચાણ કરતા 17 ટકા વધારે છે.

image source

આનંદ મહિન્દ્રાના આ વાત પર ટ્વિટર યુઝર્સ ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું છે કે માત્ર વિઝનરી વિચાર રાખતા લોકો પાસે આવી ક્ષમતા હોય છે, તેમના ઝનૂન ના પ્રભાવથી તેઓ સમાજ સામે સરળતાથી કામ રજૂ કરે છે. આ સાથે જ ટ્વિટર યુઝર્સ એલનના પણ વખાણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ મોટા પ્રમાણમાં લોકોને નોકરી ઉપલબ્ધ કરાવે છે અને તેઓ ઇનોવેશન સાથે પ્રોડક્શન કરે છે જે વાત વખાણવા લાયક છે.