Site icon News Gujarat

અનાથ બાળકો માટે આ દાદા 100 વર્ષે પણ પાડી રહ્યાં છે પરસેવો, સાઈકલ લઈને વેચે છે શાકભાજી, કહાની જાણીને રડી પડશો!

ઘણાં લોકો સ્વાભિમાની હોય છે. તેઓ જાતે મહેનત કરીને ખાવામાં માનતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. અહીં જે વ્યક્તિની વાત થઈ રહી છે તેની ઉંમર 100 વર્ષ છે અને તેમનું નામ છે હરબંસ સિંગ. લોકો આજે 50થી 60 વર્ષની ઉંમરના થતાં નિવૃત્તિ લઈ લેવા હોય છે અને 100 વર્ષ સુધીનું આયુષ્ય હોવું પણ મોટી વાત કહેવાય છે. જ્યારે આ સમયે આ વ્યક્તિ જુસ્સાથી કામ કરી રહ્યો છે જે સલામ કરવા લાયક છે. તેઓ રીક્ષા પર બટાટા અને ડુંગળી વેચવા માટે રસ્તાઓ પર ફરતા જોવા મળે છે!

મળતી માહિતી મુજબ પંજાબના મોગામાં રહેતા હરબંસ સિંગ તેમના પૌત્રોના શિક્ષણ માટે વૃદ્ધાવસ્થામાં પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. હરબંસ સિંગના દીકરાનું અવસાન થઈ ગયું છે અને ત્યારબાદ તેની માતાએ પણ તેને અનાથ છોડી દીધો છે ત્યારે આ વૃદ્ધ દાદા તેનાં માટે આ ઉંમરે પણ તનતોડ મહેનત કરી રહ્યાં છે. કેટલીક વખત તો બટાટા-ડુંગળીનું વજન 200 કિલો જેટલું હોય છે પરંતુ હરબંસ સિંગ હાર માનતા નથી અને આ ઉંમરે પણ પડકારોની સામે એક પર્વતની જેમ બાથ ભીડી રહ્યાં છે.

આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકો તેની મદદ માટે આગળ આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા એક કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે એક 100 વર્ષનો વૃદ્ધ પોતાના અનાથ પૌત્ર-પૌત્રીને ખવડાવવા માટે આજે રિક્ષા પર શાકભાજી વેચે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હાજર લાઈક અને 1 હાજર કરતાં પણ વધારે વ્યુ મળી ચૂક્યા છે. જાણવા મળ્યું છે કે હરબંસ સિંગે બે વર્ષ પહેલા તેનો એક દીકરો ગુમાવ્યો હતો. તેનો બીજો પુત્ર ફળ વેચનાર તરીકે કામ કરે છે. જો કે તે ઘણા સમય પહેલા જ તેમનથી અલગ થઈ ગયો હતો.

હરબંસ સિંગ કહે છે કે હું દાયકાઓથી શાકભાજી વેચવાનું કામ કરી રહ્યો છે. જો કે આ પહેલા મે 18 વર્ષ સુધી પેલેદાર (મેન્યુઅલ લોડર) તરીકે કામ કર્યુ છે. હરબંસ સિંગ 27 વર્ષના હતા ત્યારે અનાજનું વજન કરીને તેમના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. આ પછી જ્યારે ભારત પાકિસ્તાન ભાગલા પડ્યાં ત્યારે તેઓ લાહોર જિલ્લાથી વાલી ગામમાં ભાગીને આવતાં રહ્યાં હતાં.

image source

245 લોકોએ આ વૃદ્ધ વ્યક્તિના વીડિયો પર કમેન્ટ કરી છે. કોમેન્ટ સેક્શન માં લોકો તેમને સલામ કરી રહ્યા છે. આ સાથે ઘણાં લોકો તેમને મદદ કરવા માટે કહી રહ્યાં છે. આ ઉંમરે પણ પોતાનાં પૌત્ર-પૌત્રીના સારા ભવિષ્યનો વિચાર કરી આ તનતોડ મહેનત કરતા જોઈને લોકો કહી રહ્યાં છે કે આ વૃદ્ધ પાસેથી સૌએ પ્રેરણા લેવાની જરૂર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version