કોરોનાને કારણે અનાથ થયેલ બાળકોને ફ્રી અભ્યાસ સાથે કયા કયા લાભ આપશે કેન્દ્ર સરકાર જાણી લો ફટાફટ

કોરોના કાળમાં અનેક બાળકો એવા છે જેણે માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. આવા બાળકોને લઈ કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાતથી કોરોના કાળમાં અનાથ થયેલા બાળકોને મોટી રાહત મળશે. કેન્દ્ર સરકારે કરેલી ઘોષણા અનુસાર જે બાળકના માતાપિતાનું નિધન કોરોનાથી થયું છે તેમને પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન ફંડ હેઠળ મદદ કરવામાં આવશે. જે અંતર્ગત તેમને 18 વર્ષની ઉંમર સુધી માસિક સ્ટાઈપેંડ આપવામાં આવશે અને સાથે જ 23 વર્ષ પૂર્ણ થયા બાદ તેને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.

image source

વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર કોવિડથી જીવ ગુમાવનાર માતાપિતાના બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. આવા બાળકોને ઉચ્ચ શિક્ષા માટે એજ્યુકેશન લોન લેવામાં મદદ કરાશે અને તે લોનનું વ્યાજ પીએમ કેયર્સ ફંડમાંથી આપવામાં આવશે.

આ સાથે આવા બાળકોને 18 વર્ષ થાય ત્યાં સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળ સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને તેના પ્રીમિયમ પણ પીએમ કેયર્સમાંથી ચુકવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે બાળકો ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને સમર્થન કરવા અને તેમની રક્ષા કરવા સરકાર બધું જ કરશે.

10 વર્ષ સુધીનું બાળક

image source

10 વર્ષથી નાના બાળકોનું સેંટ્રલ સ્કૂલ અથવા તો ખાનગી સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે. જો બાળક ખાનગી શાળામાં જશે તો તેની ફી આરટીઈ નિયમ હેઠળ પીએમ કેયર્સમાંથી ચુકવાશે. પીએમ કેયર્સમાંથી યૂનિફોર્મ, પુસ્તક સહિતની વસ્તુઓનો ખર્ચ અપાશે.

11થી 18 વર્ષના બાળક

11થી 18 વર્ષના બાળકોને કેન્દ્રીય સરકારી આવાસીય સ્કૂલ જેમકે સૈનિક સ્કૂલ, નવોદય વિદ્યાલયમાં એડમિશન કરાવવામાં આવશે જો છાત્ર પોતાના અભિભાવક, દાદા-દાદી કે પછી કોઈ સંબંધી સાથે રહે છે તો તેમનું ખાનગી શાળામાં એડમિશન કરાવવામાં આવશે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં દેશમાં અનેક બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે. રાજ્ય સરકારે આવા બાળકોની મદદ માટે સતત પ્રયત્નો કર્યા હતા. તેવામાં કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે જેથી બાળકોને મોટી રાહત મળશે.

જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના આ નિર્ણય પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ કલ્પના પણ કરી શકે નહીં કે કોવિડ 19 મહામારીના કારણે દેશમાં કેટલા બાળકો અનાથ થયા છે. તેવામાં રાજ્ય પ્રાધિકારીઓ તેમની તુરંત ઓળખ કરી તેમને રાહત પુરી પાડે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને નિર્દેશ આપ્યા હતા કે આવા બાળકોની જરૂરીયાતો પુરી કરવા તુરંત વ્યવસ્થા કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!