લો બોલો, આ શહેરમાં માણસો અને જાનવરો અચાનક જ બની ગયા હતા પથ્થર

આપણે કોઈ વાર્તા કે કિસ્સાઓમાં માણસને પથ્થર બની ગયાની વાત સાંભળતા હોઈએ છીએ પરંતુ ઈટાલીના એક પ્રાચીન શહેરમાં આ ઘટના સાચેસાચ બની હતી અને અહીં રહેવાવાળા તમામ માણસો અને જાનવરો પથ્થર બની ગયા હતા.

image source

એટલું જ નહિ પણ તેના પથ્થર બની ગયેલા શરીર આજે પણ તે સ્થળે જોવા મળે છે. માણસો જયારે આવું થવા પાછળની હકીકત જાણે છે ત્યારે તે પણ બે ઘડી આશ્ચર્યમાં ગરકાવ થઇ જાય છે. તો ક્યાં શહેરમાં બની હતી આ ઘટના ? અને શું છે આ ઘટના બનવા પાછળનું કારણ ? આવો જરા વિસ્તારથી જાણીએ.

આ શહેરનું નામ છે પોમ્પઇ. આ શહેર 1940 વર્ષ પહેલા એક હર્યુંભર્યું શહેર હતું. સન 79 માં અહીં એક એવી ભયાનક ઘટના ઘટી હતી કે એક જ ઝટકામાં આખું શહેર તબાહ અને બરબાદ થઇ ગયું હતું. બાદમાં વૈજ્ઞાનિકોએ આ ઘટના અંગે સંશોધન કરતા એવા અનેક પુરાવાઓ મળ્યા હતા જેના આધારે એવું માલુમ પડ્યું હતું કે જે તે સમયે ઘટેલી ઘટનામાં શહેરના બધા જ લોકો મૃત્યુ પામી પથ્થર બની ગયા હતા.

image source

170 એકર વિસ્તારમાં ફેલાયેલા પોમ્પઇ શહેરના અનેક જુના ખંડહરો જોતા જાણવા મળે છે કે આ શહેરમાં ઓછામાં ઓછા 11 થી 15 હજાર લોકો રહેતા હતા. અહીંની ભૂમિનું ખોદકામ કરતા પુરાતત્વ વિભાગના અધિકારીઓને એક ઘોડા અને તેનું કવચ પણ મળી આવ્યું હતું જે પથ્થરમાં પરિવર્તિત થઇ ગયું હતું. એ ઉપરાંત અહીં માણસનું મગજ પણ મળી આવ્યું હતું જે કાચ જેવા પથ્થરમાં પરિવર્તન પામેલું હતું.

image source

હવે આપણે એ વાત પર આવીએ કે આ ઘટના બનવા પાછળનું કારણ શું હતું. તો અસલમાં આ પોમ્પઇ શહેર નજીક નૈપલ્સની ખાડીમાં વસુવિયસ નામનો એક જ્વાળામુખી આવેલો છે. સન 79 માં આ જ્વાળામુખી અચાનક ફાટ્યો હતો અને તેમાંથી ભારે માત્રામાં લાવા, રાખ અને ગેસ બહાર નીકળ્યો હતો જેને આખા પેમ્પઇ શહેરમાં તબાહી મચાવી દીધી હતી.

પેમ્પઇ શહેરમાં રહેતા લોકો જ્વાળામુખી ફાટ્યા બાદ ભાગવા લાગ્યા પરંતુ તે ભાગે એ પહેલા જ જ્વાળામુખીનો જીવલેણ લાવા શહેરમાં પ્રવેશી ચુક્યો હતો. લાવા એટલી હદે ગરમ હતો કે લોકો તેમાં જીવતા જ ભૂંજાઈ ગયા અને તેમને બચવાનો કોઈ માર્ગ જ મળ્યો.

image source

વર્ષો જતા એ લાવા ઠંડો તો થયો પણ સાથે સાથે માણસો અને જાનવરોની લાશોમાં જ્વાળામુખીની રાખ ભરાઈ ગઈ અને સમય જતા તે લાશો અને અવશેષો પથ્થર જ બની ગયા.

image source

પોમ્પઇ શહેર સિવાય હર્કુલેનિયમ નામના અન્ય એક નાના શહેરને પણ આ જ્વાળામુખીએ તબાહ કરી નાખ્યું હતું. કહેવાય છે કે જયારે જ્વાળામુખી ફાટ્યો હતો ત્યારે 300 જેટલા લોકો જીવ બચાવવા અહીંના બોટહાઉસેજમાં ઘુસી ગયા હતા. પરંતુ ભયંકર ગરમી અને લાવાના કારણે તે લોકો પણ મૃત્યુ પામ્યા. વર્ષ 1980 માં અહીંથી તેના પાથટર બની ચૂકેલા શરીરો અને અવશેષો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોપે અને હર્કુલેનિયમ બન્ને શહેરો યુનેસ્કોની હેરિટેજ સિટીના લિસ્ટમાં શામેલ છે.