અંધારી રાત્રે અને કાળા બપોરે પ્રજા એક રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનમાં ઉભી છે અને છતાં પણ C.R. પાટીલ….

હાલમાં કોરોનામાં ભારે ઉછાળો આવી રહ્યો છે. લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે એક ઈન્જેક્શન લોકો માટે ફરિસ્તો સાબિત થઈ રહ્યું છે અને એની પણ અછત છે. રેમડેસિવિરની અછતને કારણે હોસ્પિટલો તરફથી કોઈ બાંહેધરી ન અપાતા સ્વજનો પોતે જ રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી માટે સવારથી લઈને સાંજ સુધી લાઇનમાં ઉભા રહતા હોય એવા સીન આપણે છેલ્લા ઘણા દિવસોથી જોતા આવીએ છીએ. તો આ તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા સુરતના લોકોને 5000 ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો વળી બીજી તરફ એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ ઈન્જેક્શન બીજાં રાજ્યોમાંથી લવાયાં હતાં.

જો કે આખરે પાટીલ સાહેબ ખોટા પડ્યાં છે અને જાણ મળી છે કે તપાસમાં ખબર પડી કે આ ઈન્જેક્શન અમદાવાદની ઝાયડસ કંપનીનાં જ છે. તસવીરમાં દેખાતાં ઇન્જેક્શનની બેચ નંબર V100122 છે, જે આધારે એ ગુજરાતમાં વેચાયા છે કે બહાર એ કંપની કહી શકે. આ પહેલાં પણ આ વાતો થઈ રહી હતી અને જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.

image source

પાટીલે મફત રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી ત્યારે પણ ભારે વિવાદ ઉભો થયો છે. જોકે સતત બીજા દિવસે રવિવારે પણ 800થી 1000 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યાં હતાં એ એક વાત પણ નોંધવી જ રહી. સોમવારે ઇન્જેક્શન આપવા અંગે સરકારમાં અસમંજસ છે. જથ્થો આવશે તો વિતરણ કરાશે એવું ભાજપના નેતાઓએ કહ્યું હતું.

એ જ રીતે જો બીજી તરફ વાત કરવામાં આવે તો ઇન્જેક્શન વિવાદને પગલે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રવિવારે દાવો કર્યો હતો કે જે રાજ્યમાં કોરોનાના કેસ નથી એ રાજ્યમાંથી અમે પૈસા ચૂકવીને ઇન્જેક્શન ખરીદ્યાં છે અને લોકોની સેવા માટે મફત આપ્યાં છે. તેમાં અમે કંઇ પણ ખોટું કર્યું નથી કે પાપ કર્યું નથી. જ્યારે સવાલ આવ્યો ત્યારે ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં એ અંગે ખરાઈ કરવામાં આવી અને ત્યારે વાત સ્પષ્ટ થઈ કે મફતમાં વહેંચવામાં આવેલાં ઇન્જેક્શન અમદાવાદની ઝાયડસ કંપનીનાં જ છે. શનિવારે સુરત શહેર ભાજપના નેતાઓ દ્વારા ઇન્જેક્શનનાં બોક્સ ખોલવામાં આવ્યાં હતાં. ત્યારે આ વાત બહાર આવી હતી.

image source

જેમ કાંડ ખુલે એટલે બધા પોતાની રીતે છટકબારી શોધે એ રીતે ઝાયડસ હોસ્પિટલના સીઇઓ ડો.વી.એન.શાહે પણ આ અંગે વાત કરી કે સી.આર.પાટીલને અમે ઇન્જેક્શન આપ્યાં નથી, હું હોસ્પિટલમાં ડોકટર તરીકેની કામગીરી કરું છું, તેથી પ્રોડકશન અને વેચાણની વધુ માહિતી મારી પાસે નથી, પણ કંપનીએ કયા વિસ્તારમાં ઇન્જેક્શનનું વેચાણ કર્યું છે એની માહિતી સોમવારે પ્રોડકશન હાઉસમાં પૂછીને જણાવીશ.

જો આ કાંડ કઈ રીતે છતો થયો એ વાત કરીએ તો બોક્સ ખોલતાં જ સામે આવ્યું કે બોક્સ પર જ ‘ઝાયડસ હેલ્થ કેર’ એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને આ ઇન્જેક્શનનું પ્રોડક્શન માર્ચ મહિનામાં જ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઝાયડસ કંપનીએ હવે પોતે ઇન્જેક્શનનું વેચાણ નહીં કરે એવી જાહેરાત કરી હતી.

image source

હવે જોવાનો ખેલ એવો થયો કે જે દિવસે જાહેરાત કરવામાં આવી એ જ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત નેતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી હતી અને આ જ સમયે સુરતીઓને ઇન્જેક્શન મફત આપવાની જાહેરાત કરી હતી. માત્ર સુરતમાં જ નહીં, પરંતુ પાટીલે પોતાના મતક્ષેત્ર નવસારી ખાતે પણ ઇન્જેક્શન મોકલ્યા હતા.

જો કે આ મામલે આખા ગુજરાતમાં વિવાદ થયો હતો અને કોંગ્રેસે આ સમગ્ર વિવાદમાં ભાજપ સરકારની ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે. રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહીં એવી સ્થિતિમાં પાટીલ ઈન્જેકશન કયાંથી લાવ્યાં. આ અતિ ગંભીર સવાલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!