આંધ્રપ્રદેશના 3 જિલ્લામાં 54 હજાર લોકોને કાઢવામાં આવ્યા, ઓડિશામાં સુરક્ષિત જગ્યાએ જવાની કરવામાં આવી અપીલ

સાઈકલોન જવાદ શનિવારે ઉત્તર આંધ્ર પ્રદેશમાં પહોંચવાની સંભાવના વચ્ચે, રાજ્ય સરકારે ત્રણ જિલ્લામાંથી 54,008 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. જ્યારે ઓડિશામાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને, 19 જિલ્લાઓમાં શાળા અને જાહેર શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે.

image soucre

રેસ્ક્યુ ટીમે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી 15,755 લોકોને, વિઝિયાનગરમમાંથી 1,700 અને વિશાખાપટ્ટનમમાંથી 36,553 લોકોને બચાવ્યા છે.

image soucre

ઉપરાંત, સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રાહત શિબિરોની સ્થાપના કરી છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF) ની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF) ની 5 ટીમો અને કોસ્ટ ગાર્ડની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.

image soucre

આંધ્ર પ્રદેશ સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રાહત શિબિરોની સ્થાપના કરી છે. ગ્રામ સચિવ અને જિલ્લા કલેક્ટર કચેરી રાતોરાત કામ કરશે. બે હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. કોઈપણ અણધારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.

image source

ઓડિશામાં સાયકલોનને જોતા મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઓડિશામાં ચક્રવાતને ધ્યાનમાં રાખીને, 19 જિલ્લાઓમાં શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે.