જો તમે પણ આ એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય તો શરૂ કરી દો નવો ફોન જોવાનું, સોમવારથી નહીં રહે કામનો, જાણો ચોંકાવનારું કારણ

સપ્ટેમ્બર મહિનો પૂરો થવાની હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલાક એન્ડ્રોઇડ યૂઝર્સ માટે આ મહિનો ખરાબ સપના જેવું સાબિત થશે. આમ થવાનું કારણ છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કેટલાક એન્ડ્રોઇડ ફોન ભંગાર જેવા બેકાર થઈ જશે. આ એન્ડ્રોઇડ ફોનમાં કેટલીક એપ્સ તો હવે સપોર્ટ કરતી પણ બંધ થઈ ચૂકી છે.

image soucre

સપ્ટેમ્બર મહિનો પુરો થતા આ ફોન ખાલી બોક્સ જેવા બની જશે. આ વાત માન્યામાં આવે તેવી નથી પરંતુ હકીકતમાં આવું જ થવાનું છે. તેવામાં આ ફોનનો ઉપયોગ કરતા લોકો પાસે પોતાના ફોનને અપડેટ કરવો અથવા તો નવો ફોન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી.

હવે વાત આવે કે તમારો એન્ડ્રોઇડ ફોન બંધ થવાના છે તે ફોનમાંથી એક છે કે નહીં તે જાણવાની તો તમને આ વાત પણ જણાવી જ દઈએ.

image soucre

Google ની એપ જેવી કે youtube, drive, gmail જે એન્ડ્રોઇડ ફોન બંધ થવાના છે તેમાં સપોર્ટ નહીં કરે.ગૂગલે કહ્યું છે કે આ નવો નિયમ 27 સપ્ટેમ્બરથી જ પ્રભાવિત થઈ જશે. એટલે જો તમારી પાસે જુનો એન્ડ્રોઇડ સ્માર્ટફોન હશે તો 27 તારીખથી જ તમે Google ની એપ્સ નો ઉપયોગ કરી શકશો નહીં.

image source

આવું થવાનું કારણ છે કે ગૂગલે 2.3.7 અથવા તેનાથી ઓછા વર્ઝનના એન્ડ્રોઇડ ફોનને સપોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે એન્ડ્રોઇડ ફોન પર Google ની સેવાનો ઉપયોગ કરવા માટે યુઝર પાસે 3.0 વર્ઝન હોવું જરૂરી છે. એટલે કે જો તમારી પાસે એન્ડ્રોઇડ વર્ઝન 1.0, 1.1, 1.5, 1.6, 2.0, 2.2, 2.3 તો તે ફોન બેકાર બની જવાના છે.

image source

જોકે યુઝર્સને કંપનીએ કેટલાક વિકલ્પ પણ આપ્યા છે જેના વડે તેઓ નવું Google એકાઉન્ટ બનાવી નવા ખાતા થી લોગીન કરી શકે છે અથવા તો ફોનને ફેક્ટરી રીસેટ કરી શકે છે.