ત્રણ હજાર વર્ષ સુધી રહે છે આ છોડ જીવિત અને રહે છે આજીવન લીલો, તમે પણ જાણી લો તેનું રહસ્ચ

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેલવીચિયા એક રણ વિસ્તારનો છોડ છે જે ત્રણ હજાર વર્ષ થી વધુ જીવી શકે છે. તેઓ માને છે કે રણ ના અત્યંત કઠોર હવામાન થી આ છોડ ને લાંબુ જીવન જીવવાની પ્રેરણા મળી છે. નવી શોધ માટે રાત -દિવસ મહેનત કરતા વૈજ્ઞાનિકો ને અદ્દભૂત સફળતા મળી છે. પૃથ્વી પર દરેક જીવંત વસ્તુ ની ઉંમરની એક સીમા છે. આ જ કડીમાં વૃક્ષો અને છોડની વિવિધ પ્રજાતિઓ પણ છે, જે ચોક્કસ સમય પછી મૃત્યુ પામે છે.

image source

કહેવાનો સરળ અર્થ એ છે કે એક સમય પછી તમામ વૃક્ષો અને છોડનું જીવન પણ સમાપ્ત થઈ જાય છે, અને તેમાં કોઈ જીવ રહેતો નથી. પરંતુ વૈજ્ઞાનિકોએ એવા છોડની શોધ કરી છે, જેની ઉંમર વિશે જાણીને તમે આશ્ચર્ય પામશો. હા, આ પ્લાન્ટનું નામ વેલવીચિયા, કહેવામાં આવી રહ્યું છે જેની ઉંમર હજારો વર્ષ માનવામાં આવી રહી છે. સરળ અર્થમાં સમજીએ તો વ્યક્તિ ની ત્રીસ પેઢીઓ પસાર થઈ થશે પરંતુ આ છોડ સુકાશે નહીં. પરંતુ એનાંથી વિશેષ આશ્ચર્યજનક બાબત એ છે કે આ છોડ રણમાં જોવા મળે છે, જ્યાં હવામાન અત્યંત શુષ્ક અને ગરમ હોય છે.

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વેલવીચિયા એક રણનો છોડ છે જે ત્રણ હજાર વર્ષ થી વધુ જીવી શકે છે. તેઓ માને છે કે રણના અત્યંત કઠોર હવામાનથી આ છોડને લાંબુ જીવન જીવવાની પ્રેરણા મળી છે. એક દાવા મુજબ, લગભગ વીસ લાખ વર્ષ પહેલા, વેલવીચિયા છોડના કોષ વિભાજન ની પ્રક્રિયા દરમિયાન, તત્કાલીન હવામાન અને દુષ્કાળે તેની આનુવંશિક રચના ને એટલી અસર કરી હતી કે તેમાં અમર રહેવાનાં ગુણધર્મો આવી ગયાં.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે હવામાન ખૂબ શુષ્ક અને ગરમ હતું. જેણે વેલવીચિયાને આટલાં પ્રતિકુળ હવામાનમાં પણ ટકી રહેવાની ક્ષમતા આપી હતી. વેલવીચિયાની ઉંમર જોતાં, તેને પૃથ્વી પર સૌથી લાંબો જીવંત છોડ તરીકે માનવામાં આવી રહ્યો છે. અત્યારે વેલવીચિયા કરતા લાંબુ જીવી શકે એવો કોઈ છોડ નથી. વેલવીચિયા મુખ્યત્વે દક્ષિણ અંગોલા અને નામીબીયામાં જોવા મળે છે.તમને જણાવી દઈએ કે દક્ષિણ અંગોલા અને નામીબીયાનું હવામાન ખૂબ જ કઠોર છે, જ્યાં લાંબા સમય સુધી શુષ્ક અને ગરમ હવામાન રહે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે અહીં મળેલા વેલવીચિયાના ઘણા છોડ ત્રણ હજાર વર્ષ થી વધુ જૂના છે. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્રી, જે સૌથી લાંબો છોડ શોધવા માટે અભ્યાસમાં સામેલ હતા, તેમણે કહ્યું કે વેલવીચિયા એક એવો છોડ છે જેમાં સતત વૃદ્ધિ થાય છે.

image source

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર વર્ષ ૧૮૫૯માં વનસ્પતિ શાસ્ત્રી ફ્રેડરિક વેલ્વિચે સૌથી જૂના છોડ નો અભ્યાસ કરવાનું મન બનાવ્યું હતું. તેના પરથી આ પ્લાન્ટને ફ્રેડરિક વેલ્વિચ પછી વેલવીચિયા નામ મળ્યું છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે વેલવીચિયાના લાંબા આયુષ્ય પાછળ, તેમાં હાજર રહેલું તેનું આનુવંશિક માળખું છે જે અત્યંત શુષ્ક અને ગરમ હવામાન ને કારણે વિકસ્યું હતું. આ છોડની શોધ સાથે, વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે તેના આધારે કેટલાક એવા છોડ પણ વિકસાવી શકાય છે જે કઠોર હવામાનમાં પણ લાંબા સમય સુધી ટકી શકે છે.