Site icon News Gujarat

આને કહેવાય માસ્કના દંડનો ખૌફ, લગ્નમાં જમતા સમયે પણ આ કાકાએ ના કાઢ્યું માસ્ક, આ વિડીયો જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ

કોરોના યુગમાં માસ્ક લોકો માટે ખૂબ મહત્વપૂર્ણ બની ગયું છે. પરંતુ આ હોવા છતાં ઘણા લોકો જાહેર સ્થળોએ પણ માસ્ક પહેરતા નથી. સરકાર લોકોને સતત અપીલ કરી રહી છે કે માસ્ક વિના ઘરની બહાર ન નીકળો. લોકો સહમત ન થયા પછી, સરકાર હવે માસ્ક નહીં પહેરનાર સામે દંડ લાદયો. ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ માસ્ક પહેરીને ખાઈ રહ્યો છે.

image source

તે જમતી વખતે પણ માસ્ક કાઢી રહ્યો નથી. જ્યારે પણ તે મોઢામાં ખોરાક નાખે છે, ત્યારે તે માસ્ક ઉંચું કરીને ખાઈ લે છે. આ વીડિયો આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતા તેણે લખ્યું કે, ‘જ્યારે આપણે માસ્ક પહેરતાં નથી, ત્યારે આપણને 3-4 વાર દંડ કરવામાં આવે છે …’ આ વીડિયો લોકોની ઘણી પ્રતિક્રિયાઓ મેળવી રહ્યો છે અને ચારેકોર વાયરલ થઈ રહ્યો છે.

image source

લગ્ન સમયે પણ કોરોના શું કરી શકે છે એનો એક કિસ્સો હાલમાં ખુબ વાયરલ છે. ઔરંગાબાદના સિડકો એન-૬ વિસ્તારમાં રહેતા એક યુવકના ૨૭ નવેમ્બરના રોજ લગ્ન નક્કી થયા હતા. કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે તકેદારી રાખી યુવકના પરિવારજનો અને સગાસંબધી લગ્નની તૈયારી કરી રહ્યા હતા. એક તરફ યુવકને હલદી લગાવવાની વિધિ પાર પડી રહી હતી અને ઘરના મહિલાઓ મહેદી કાઢવામાં વ્યસ્ત હતી. તેવામાં યુવકના કાકા અને તેનો પુત્ર પોઝીટીવ નિકળ્યા હતા તેમના પોઝીટીવ આવવાથી અન્યોની પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા કુલ ૧૫ સગા સંબંધીઓ કોરોના પોઝીટીવ નિકળતા તમામને વધુ સારવાર અર્થે કોરોના સેન્ટરમાં ખસેડવા પડવા હતા અને લગ્ન મુલત્વી રાખવા પડ્યા હતા.

image source

ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે સામાન્ય ઘટાડો થયો છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 1477 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 2,11,257એ પહોંચી છે.

image source

જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 4004એ પહોંચ્યો છે. જ્યારે 1547 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જોકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે ઘટી રહ્યો છે અને 91.06 ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં 68,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

image source

એ જ રીતે જિલ્લા પ્રમાણે જો વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન 311, સુરત કોર્પોરેશન 214, વડોદરા કોર્પોરેશન 140, રાજકોટ કોર્પોરેશન 94, મહેસાણા 67, રાજકોટ 66, સુરત 50, ખેડા 48, વડોદરા 41, ગાંધીનગર 34, ગાંધીનગર કોર્પોરેશન 30, જામનગર કોર્પોરેશન 30, બનાસકાંઠા 29, અમરેલી 28, કચ્છ 23, અમદાવાદ 21, મહીસાગર 21, મોરબી 21, પંચમહાલ 21, સાબરકાંઠા 19, દાહોદ 18, આણંદ 16, જુનાગઢ કોર્પોરેશન 15, ભાવનગર કોર્પોરેશન 14, પાટણ 14, ભરૂચ 13, સુરેન્દ્રનગર 12, નર્મદા 11, અરવલ્લી 7, ગીર સોમનાથ 7, જુનાગઢ 7, જામનગર 6, ભાવનગર 5, છોટા ઉદેપુર 5, નવસારી 5, દેવભૂમિ દ્વારકા 4, તાપી 4, બોટાદ 2, પોરબંદર 2, વલસાડ 2 કેસ સામે આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version