Site icon News Gujarat

એક જ મંડપમાં બે ગર્લફ્રેન્ડ સાથે પરણ્યો આ શખ્સ, ગામવાળાની આંખો ચાર થઈ ગઈ, જાણો જોરદાર કહાની

પ્રેમના અને પ્રેમ લગ્નના અજીબ કિસ્સા ઘણા આપણે જોયા છે. ત્યારે હવે એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે અને જેની ચર્ચા કરવામાં આવી રહી છે. આ વાત છે છત્તીસગઢની કે જ્યાં બસ્તરમાંથી લગ્નનો એક અનોખો મામલો સામે આવતા લોકોમાં હાહાકાર મચી ગયો છે અને દરેકની ચર્ચાનું કારણ બન્યો છે. કારણ કે ત્યાં એક યુવકે એક જ સમયે એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કર્યા છે. આ બન્ને તેની ગર્લફ્રેન્ડ હતી. એક સમાચારમાં મળતા રિપોર્ટ પ્રમાણે બંને યુવતીઓ યુવકની પ્રેમિકા છે. આ યુવકે લગ્નની બધી વિધિ પોતાના પરિવાર અને ગામ લોકોની હાજરીમાં કરી હોવાથી હવે આખા ભારતમાં તેની ચર્ચા કરવામાં આવી રહી છે, તો આવો વિસ્તારથી જાણીએ કે આખરે આ ઘટનામાં એવું તો શું છે.

image source

આ વાત છે 24 વર્ષના ચંદુ મોર્યની કે જેણે 5 જાન્યુઆરીએ 500 લોકોની હાજરીમાં એક સમારોહમાં બે યુવતીઓ સાથે વિધીવત ફેરા ફરીને લગ્ન કર્યા હતા. ચંદૂ આ લગ્ન વિશે કહે છે કે કારણ કે તે બન્નેને પ્રેમ કરે છે, તેથી કોઇક એકને દગો આપી શકે એમ હતું નહીં. જો કઈ રીતે લવ સ્ટોરીની વાત થઈ એના વિશે જાણીએ તો આ બધું ત્રણ વર્ષ પહેલા શરૂ થયું હતું, જયારે ૨૪ વર્ષીય ચંદૂ મૌર્ય ટોકાપલ વિસ્તારમાં વીજળીને થાંભલા લગાડવા ગયો હતો. ત્યાં તેની મુલાકાત ૨૧ વર્ષની સુંદરી કશ્યપ સાથે થઈ. બન્નેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. બન્નેએ મોબાઇલ ફોન ખરીદીને વાતચીત શરૂ કરી અને આ દરમિયાન તેમનો લગ્ન કરવાનો પણ પ્લાન બની ગયો. આ ઘટનાના એક વર્ષ પછી બીજી 20 વર્ષની યુવતી હસીના બધેલ ચંદૂના ગામડે પહોંચી. ત્યાં તે પોતાના સંબંધીઓનો લગ્ન અટેન્ડ કરવા આવી હતી. આ વખતે ફરી ચંદુ સાથે આ જ પ્રકારની લવ સ્ટોરી ઘટી હતી

image source

કઈ રીતે બીજી વખત પ્રેમના ફણગા ફૂટ્યા એના વિશે વાત કરીએ તો હસીનેએ ચંદૂને જોયો અને તેને પ્રેમ થઈ ગયો. જયારે હસીનાએ ચંદૂ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યકત કર્યો ત્યારે તેણે જણાવી દીધું કે એક છોકરી સાથે રિલેશનશિપમાં છે, પણ હસીનાએ ટેલીફોન દ્વારા રિલેશનશિપ રાખવાની વાત કરી.

image source

ચંદૂએ હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું, ‘હસીના અને સુંદરી, બન્નેની એક-બીજા સાથે ઓળખાણ થઈ ગઈ અને તેમને મારી સાથે રિલેશનશિપમાં રહેવામાં કોઇ વાંધો પણ નથી. અમે લોકો ફોન પર પણ વાતચીત કરતા હતા આ દરમિયાન હસીના મારા ઘરે આવી અને રહેવાનું શરૂ કરી દીધું. પછી જયારે સુંદરીને આ વાતની જાણ થઈ કે હસીના ચંદૂ સાથે ઘરે રહેવા લાગી છે તો તેણે પણ કંઇક આવું જ કર્યું. ત્યાર પછી ત્રણેય એક પરિવારની જેમ ઘરમાં રહેવા લાગ્યા.

image source

જો ચંદૂના પરિવાર વિશે વાત કરીએ તો ચંદૂના પરિજનો પાસે બે એકર જમીન છે અને એમાં જ તો લોકો ખેતી કરે છે. અમુક મહિના પછી, ગ્રામવાસીઓએ ચંદૂને લિવ-ઇન રિલેશનશિપને લઈને પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું. તેના પછી, ચંદૂએ એક જ સમયે બન્ને સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. ચંદૂ આ વિશે વાત કરતાં જણાવે છે કે લોકોના સવાલોથી હું ખુબ દુઃખી થયો હતો.

image source

પછી વિચાર કરીને મેં બન્ને સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, કારણકે બન્ને મને પ્રેમ કરે છે. હું તેમને દગો નહીં આપી શકું. બન્નેએ એ પણ નક્કી કર્યું કે તે હંમેશાં મારી સાથે રહેશે.’ લગ્નમાં લગભહ ૫૦૦ જેટલા લોકો આવ્યા હતા. ચંદૂએ જણાવ્યું કે હસીનાના પરિવારજનો લગ્નમાં આવ્યા હતા, પણ સુંદરીના ઘરવાળા નહોતા આવ્યા. સુંદરીનું માનવું છે કે એક દિવસ એવો આવશે, જયારે તેના ઘરવાળા પણ માની જશે. ત્યારે હવે આ લવ સ્ટોરી ખુબ છવાઈ રહી છે અને બધે વાયરલ થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version