OMG! મહિલાએ પોતાની કાર પર લગાવી દીધી રતન ટાટાની કારની નંબર પ્લેટ, અને આ રીતે ફૂટ્યો ભાંડો

મુંબઈમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. મુબંઈમાં એક મહિલા રતન ટાટાની કારની નંબર પ્લેટનો ઉપયોગ કરી પોતાની કાર ચલાવી રહી છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે મુંબઈ પોલીસે ટ્રાફિક તોડ્યા બાદ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને ત્યાં ચાલાનની કોપી પહોંચાડી.

image source

પોલીસે જણાવ્યું કે આરોપી મહિલા પોતાની કાર પર રતન ટાટાની કારની નંબર પ્લેટનો ઉપયોગ કરી રહી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાનું કહેવું છે કે તેને તે વાતની જરા પણ જાણકારી નહોતી કે તેની કાર પર લગાવવામાં આવેલી નંબર પ્લેટ રતન ટાટાની ગાડીનો જ નંબર છે.

image source

મહિલાએ પોલીસને જણાવ્યું કે કોઈ જ્યોતિષે તેણીને પોતાના કાર માટે ખાસ નંબર પ્લેટનો ઉપોયોગ કરવાની સલાહ આપી હતી. માટે મહિલા તે નંબર પ્લેટનો ઉપોયગ કરી રહી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલો રાતનો હતો અઆરોપી મહિલા હતી, માટે મહિલાને તરત પોલીસ સ્ટેશનમાં નહોતી બોલાવવામાં આવી.

image source

મહિલાને બુધવારે પુછપરછ માટે બોલાવવામાં આવી ત્યારે મહિલાની ધપકડ થવાની ઘણી શક્યતા છે. પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને 465નો મામલો નોંધાવ્યો છે. પોલીસે જણાવ્યું કે રતન ટાટા પર ટ્રાફિક ઉલ્લંઘનનો દંડ લગાવવામાં આવ્યો હતો પણ તેમણે તો કોઈ ટ્રાફિક નિયમ તોડ્યો જ નહોતો.

image source

ટાટા સમૂહના અધિકારીએ જણાવ્યું કે રતન ટાટા તરફથી આવો કો ઈ જ નિયમ તોડવામાં નથી આવ્યો, ત્યાર બાદ આ મામલા વિષે જાણવા મળ્યું. પોલીસે માટુંગા પોલિસ સ્ટેશનમાં કારને કબજે કરી લીધી છે અ મહિલા અને તેની કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીએ જ્યોતિષીય અંકનો લાભ લેવા માટે મૂળ નંબરની પ્લેટમાં ફેરબદલ કરી પોતાની કાર પર નકલી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. રતન ટાટાના સ્વામિત્વ વાળી કારને મોકલવામાં આવેલા બધાજ ઇ ચાલાન હવે આરોપીના નામ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

image source

આ કિસ્સો ખરેખર ઘણો રસપ્રદ, આશ્ચર્ય પહોંચાડનારો અને રમુજી પણ છે. કે આ મહિલાએ પોતાનું નસિબ પાવરધુ કરવા માટે પોતાની કારની નંબર સાથે ચેડા કર્યા અને તે પણ જેવાતેવા ચેડા નહીં પણ સીધા જ રતન ટાટાની કારના નંબર જ ચોરી લીધા. તેણી બીચારીને એવું હશે કે રતન ટાટાની નંબર પ્લેટના નંબર જો તેની કારના હશે તો તેણીની કીસ્મત પણ રતન ટાટા જેવી ઉજળી બની જશે પણ આપણે બધા એ જાણીએ છીએ કે રતન ટાટાની દાયકાઓની મહેનતથી તેમણે આ જે આ મુકામ હાંસલ કર્યું છે કોઈ જ્યોતિષની સલાહથી નામમાં કે પોતાની કારની નંબર પ્લેટમાં ફેરફાર કરીને નથી મેળવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત