દિવમાં ‘તાઉ-તે’નો તરખરાટ: અનેક ગામોમાં ખોવાયો સંપર્ક, પરિસ્થિતિ ચિંતાજનક, ચારેકોર ખોફનાક મંજર

ગુજરાતના દીવમાં વાવાઝોડું અંતિમ ચરણોમાં જોવા મળી રહ્યું છે. અહી વાવાઝોડું શરૂ થયું ત્યારે તેની ગતિ 150-160 કિમી/કલાકની હતી. 1 વાગ્યા બાદ તેની ગતિ ધીમી પડશે તેવું અધિકારીઓનું અનુમાન છે. મોટાભાગના મોબાઈલ નેટવર્ક પણ બંધ થવા લાગ્યા છે.

જેના કારણે નાગોવા અને નાના વચ્છરાજ ગામના લોકો સાથેનો સંપર્ક ખોવાયો છે. 12થી વધારે મકાન અને 50 જેટલા ઝાડ ધરાશાયી થયા છે. નાગોવા ગામને તાઉ-તેએ તહેસ નહેસ કર્યું છે. અનેક કાચા મકાનો પર પણ તેની અસર જોવા મળી છે. એક ડઝનથી વધારે મકાન અને તેના છાપરા તૂટી ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

image source

7 કલાક સતત વીજળી રાખવામાં આવી છે બંધ

દીવમાં ખૂબ જ ઝડપથી પવન ફૂંકાી રહ્યો છે. લોકો ભારે વરસાદના કારણે ઘરમાં પૂરાઈ રહ્યા છે. દીવની આસપાસના અનેક ગામમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે. અનેક વૃક્ષો મૂળથી ઉખડી ગયા છે. દીવમાં જ 400થી વધુ ઝાડ ધરાશાયી થયા છે. અનેક રસ્તાઓ ઝાડ પડવાના કારણે બંધ થયા હોવાના સમાચાર પણ આવી રહ્યા છે.

તાઉ -તે વાવાઝોડાને લઇ દીવ દરિયા કિનારે ભયજનક સિગ્નલ

image source

દીવ દરિયા કિનારે 8 નંબરનું ભયજનક સિગ્નલ આપવામાં આવ્યું છે, અહીં ઉંચે સુધી મોજા ઉછળી રહ્યા છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અને સાતે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક લોકોનું સ્થળાતંર કરાયું છે. તાઉ – તે વાવાઝોડું હાલમાં દીવથી 90 કિમી દૂર હોવાનું અનુમાન છે.

દીવના દરીયે 85 કીમીથી વધુની ઝડપનો પવન હોવાથી રાહતની સાથે ચિંતા પણ વધી છે. તાઉ- તેનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે દીવમાં રેમ્બો હોટેલના કાચ પવનની ગતિને કારણે તૂટી ગયા છે. હોટલને મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે. નાગવા બીચ પર 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હોવાથી માહોલમાં ડર ફેલાઈ રહ્યો છે.

image source

તાઉ-તે વાવાઝોડાએ લીધો ગુજરાતમાં 5 લોકોનો જીવ

રાજકોટ, વાપી, ગારિયાધાર અને ઉના એમ ગુજરાતમાં 5 લોકોના મોત થયા છે. તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે. અનેક કોવિડ હોસ્પિટલમાં પણ સારવાર યોગ્ય રીતે ચાલી રહી છે. આવનારા 3 કલાકમાં અમદાવાદને મોટી અસર કરે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમ વિસ્તારોમાં તેની અસર વધારે જોવા મળી શકે છે.

મળી શકે છે આવતીકાલે રાહત

તાઉ- તે વાવાઝોડાને લઈને રાહતની વાત એ સામે આવી છે કે આગામી 24 કલાક બાદ તે ધીમું પડશે અને સાથે ગુજરાતના માથેથી તેનું સંકટ ઘટશે તેવુ જાણવા મળી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!