Airtel અને Vodafone-Ideaના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર, હવેથી આ જબરજસ્ત પ્લાન બંધ થશે

TRAI દ્વારા એરટેલ, વોડાફોન તેમજ આઈડિયાના આ પ્લાન પર પ્રતિતબંધ મુકવામાં આવ્યો

જીઓના માર્કેટમાં આવ્યા બાદ ઘણી બધી ટેલિકોમ કંપનીઓની ઇજારાશાહિનો અંત આવી ગયો છે અને લોકો માટે સસ્તા દરે ઇટરનેટ સેવા તેમજ ટેલિફોન સેવાઓ ઉપલબ્દ થઈ છે. અને જીયોના સસ્તા પ્લાનને ધ્યાનમાં રાખીને અન્ય કંપનીઓએ પોતાના ગ્રાહકો બીજી કંપનીઓની સેવાઓ ન લેવા લાગે તે માટે તેમણે પણ પોતાના દર સસ્તા કરવા પડ્યા છે. અને કેટલાક લલચામણા પ્લાન્સ પણ તૈયાર કર્યા છે.

image source

હાલ ટ્રાઈ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટિ ઓફ ઇન્ડિયાએ કેટલીક કંપનીઓના કેટલાક પ્લાન પર પ્રતિબંધ મુકી દીધો છે. ટ્રાઈનો આવું કરવા પાછળનો ઉદ્દેશ આ પ્લાનથી ગ્રાહકોના હક્કોને થતું નુકસાન છે. આ કંપનીઓમાં વોડાફોન – આઇડિયા તેમજ એરટેલનો સમાવેશ થાય છે. એરટેલના પ્લેટિનમ પ્લાન તેમજ વોડાફેન અને આડિયાના રેડએક્સ પ્રિમિયમ પ્લાનને ટ્રાઈ દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે.

image source

વાસ્તવમાં આ પ્લાનમાં તેમના યુઝર્સને વધારે સ્પીડ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે એવો પ્રશ્ન ઉભો થયો છે કે આ પ્લાન સિવાયના આ કંપનીના જે અન્ય ગ્રાહકો છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે ?

image source

શું તેમના પ્લાનની સ્પીડમાં ઘટાડો કરીને અન્ય પ્લાનાની સ્પીડમાં વધારો કરવામા આવ્યો છે ? આમ બીજા ગ્રાહકોના હક્કો પર કાપ મુકીને પ્રોફરન્શિયલ નેટવર્ક શરૂ કરવામા આવ્યું છે. અને આમ ગ્રાહકોના હક્કોને નુકસાન પહોંચતું હોવાથી ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આ બન્ને ઓપરેટરના પ્લાનને પાછા ખેંચી લેવા જણાવવામાં આવ્યું છે.

image source

ટ્રાઈ દ્વારા એરટેલ વોડાફોન અને આઈડિયાને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે તેમના આ ખાસ પ્લાન બાબતે પ્રશ્નો કરવામા આવ્યા છે. અને આ પ્લાનમાં કેટલાક ખાસ યુઝર્સને વધારે સ્પીડ આપવાનો દાવો કવરામાં આવ્યો છે. ટ્રાયના નિયમામક દ્વારા પુછવામાં આવ્યું છે કે આ ખાસ યુઝર્સની સ્પીડ બાકીના યુઝર્સ એટલે કે ગ્રાહકોની સેવામાં ઘટાડો કરીને આપવામાં આવી રહી છે ?

image source

ટ્રાઈ દ્વારા આ ટેલિકોમ ઓપરેટર્સ કંપનીઓને એમ પણ પુછવામાં આવ્યું છે કે તેઓ પોતાના સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ હાલ કેવી રીતે કરી રહ્યા છે ? જોકે ટ્રાઈના આ પ્રશ્નોના જવાબ આપવા માટે એરટેલે હાલ સાત દિવસનો સમય માગ્યો છે.

image source

જ્યારે આ બાબતે વોડાફોન તેમજ આઈડિયાના પ્રવક્તા એવી દલીલ કરી રહ્યા છે કે વોડાફોન દ્વારા આપવામાં આવતા રેડએક્સ પ્લાનમાં તેઓ પોતાના મહત્ત્વના ગ્રાહકોને ઓફર કરે છે. જે ગ્રાહકો અનલિમિટેડ ડેટા, કોલ્સ, પ્રિમિયમ સામગ્રી, આંતરરાષ્ટ્રીય રોમિંગ વિગેરે પેક સહિતના ફાયદાઓ ઇચ્છે છે તેમના માટે આ ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે.

image source

અત્યાર સુધીમાં આ બધી જ ટેલિકોમ કંપનીએ પોતાની ખૂબ મનમાની કરીને ગ્રાહકોને મોંઘા દરે સેવાઓ પુરી પાડી છે. વોડાફોન તેમજ અન્ય કંપનીઓ વિરુદ્ધ તો ઘણા બધા ગ્રાહકોએ અવારનવાર ફરિયાદ પણ કરી છે. હવે જોવાનું એ રહે છે કે ટ્રાઈ દ્વારા ઉભા કરવામાં આવેલા પ્રશ્નોનો આ કંપનીઓ કેવી રીતે જવાબ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત