આ ભૂલો કરવાથી કોરોના આપણાં શરીરમાં કરે છે એન્ટ્રી, જાણો અને તમે પણ થઇ જાવો એલર્ટ

છેલ્લા એક વર્ષથી કોરોનાને સમગ્ર દુનિયામાં પર પોતાની લાલ આંખ કરી છે. એવામાં ય ભારતમાં કોરોનાની આ બીજી લહેર વધુને વધુ ભયાવહ બનતી જાય છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. માણસ જાત જાણે કુદરત સામે પોતાની જાતને વધુને વધુ લાચાર મહેસુસ કરતી જાય છે. એવી સ્થિતિ સર્જાઈ છે કે લોકોમાં હવે કોરોનાનો ખોફ એ હદે જોવા મળી રહ્યો છે કે હવે ધીમે ધીમે આ બીમારી માનસિક થતી જઇ રહી છે.

image source

વધતા જતા કોરોના સંક્રમણના કેસને કાબુમાં લેવા માટે સરકાર પણ એમનાથી બનતા પ્રયત્ન કરી રહી છે, આપણી હેલ્થ સિસ્ટમ પણ ખડેપગે લોકોની સારવાર કરી રહી છે. તો પછી સવાલ એ ઉભો થાય કે ભૂલ ક્યાં થઈ રહી છે? આ કાળમુખા કોરોનાને હરાવવા માટે ક્યાંક આપણે આપણી રીતે પણ કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે આપણે જાણતા અજાણતા કોરોના વાયરસ અંગે અમુક ભૂલો કરી બેસીએ છીએ.

 • 1. રોગને ઓળખવામાં વિલંબ.
 • ૨. રોગ ને સ્વીકારવામાં વિલંબ.
 • ૩. સારવાર શરૂ કરવામાં વિલંબ.
 • 4. કોરોના (આરટીપીસીઆર) પરીક્ષણ કરવામાં વિલંબ.
 • ૫. લક્ષણો હોવા છતાં તાત્કાલિક સારવાર શરૂ ન કરવી અને ટેસ્ટના રિપોર્ટની રાહ જોવી.
 • 6. રોગની તીવ્રતાને સમજવામાં મોડું કરવું
 • 7. દવાઓની બીકે બધી દવાઓ લેવાને બદલે અડધી-અડધી દવાઓ જ લેવી
 • 8. કોરોના થયાના પાંચમા કે છઠ્ઠા દિવસે તમારું સ્વાસ્થ્ય ખરાબ હોય તેમ છતાં બ્લડ ટેસ્ટ ન કરાવવો.
 • 9. બીજા તબક્કાની સારવાર (સ્ટેરોઇડ) 6 દિવસથી શરૂ ન કરવી અને તેમાં મોડું કરવું
 • 10. સ્ટેરોઇડનો અપૂરતો ડોઝ લેવો.
 • ૧૧. એન્ટિકોઆગુલેનટ (લોહી પાતળું થવું અને લોહી ગંઠાવાની દવા) ન લેવી.
 • ૧૨. ઓક્સિજનનું સ્તર માપવામાં બેદરકારીને કારણે સમયસર ઓક્સિજનનું સ્તર ઘટવું (હાઇપોક્સિયા) પકડી શકવુ નહીં.
 • ૧૩. ઓક્સિજન આવે ત્યારે હોસ્પિટલ પહોંચવામાં વિલંબ.
 • ૧૪. છઠ્ઠા દિવસે આરટીપીસીઆર ટેસ્ટમાં ૧૫/૨૫ કે તેથી વધુનો સ્કોર કરવામાં આવે તો પણ ઘરે સારવાર ન લેવી અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું.
image source

કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર બનતા પ્રયત્ન કરી રહી છે પણ કોરોનાને વધતો રોકવો હોય તો શરૂઆત આપણે જાતે જ કરવી પડશે. એટલું યાદ રાખજો કોરોના થયા પછી પહેલું અઠવાડિયું તમારા હાથમાં છે, જ્યારે બીજું અઠવાડિયું તમારા ડોકટરના હાથમાં છે. અને કડવું છે પણ સત્ય છે કે ત્રીજું અઠવાડિયું ફક્ત ભગવાનના હાથમાં છે… હવે તમારે જ નક્કી કરવાનું છે કે તમારે તમારા જીવનની લગામ કોને સોંપવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!