એક સમયે ટેક્સીનું ભાડુ આપવાના પણ રૂપિયા નહોતા અનિલ કપૂરના ખિસ્સામાં, આ વ્યક્તિ કરતા હતા ઘર પૂરું

અનિલ કપૂર 64 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 24મી ડિસેમ્બર 1956ના રોજ થયો હતો. અનિલ આ ઉંમરમાં પણ ફિલ્મોમાં એક્ટિવ છે. હાલ તેઓ પોતાની આવનારી ફિલ્મ જુગ જુગ જિઓના શૂટિંગમાં વ્યસ્ત છે. અનિલ કપૂરે પોતાની કેરિયરમાં ઘણીબધી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે. પણ કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆતના સમયમાં તેમની હાલત ઘણી કફોડી હતી. તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ ટેક્સીના રૂપિયા પણ નહોતા આપી શકતા. તે દરમિયાન તેમની મદદ એક એવી વ્યક્તિએ કરી જે આગળ જતાં તેમની પત્ની બની. હા તે સમયે તેમની ગર્લફ્રેન્ડ સુનિતા હતા જે પછીથી તેમના પત્ની બન્યા. તમને જણાવી દઈએ કે સુનિતા જ અનિલની બધી જ જરૂરિયાતો તેમજ ખર્ચા ઉઠાવતા હતા. તમને જણાવી દઈએ કે તેમના લગ્નને પણ
36 વર્ષ થઈ ગયા છે.

image source

અનિલ અને સુનિતાની જ્યારે પહેલી મુલાકાત થઈ ત્યારે અનિલ ફિલ્મોમાં રોલ મેળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હતા. પણ તે દરમિયાન સુનિતા એક જાણીતા મોડેલ હતા. અનિલે જ્યારે સુનિતાને પહેલીવાર જોયા ત્યારે જ તેણીને દીલ દઈ બેઠા હતા. પણ તેમની નજીક પોહોંચવાનો તેમની પાસે કોઈ જ રસ્તો નહોતો. ત્યાર બાદ તેમના મિત્રોએ તેમને સુનિતાનો નંબર શોધીને આપ્યો હતો. અને આ રીતે બન્ને વચ્ચેની વાતચીત શરૂ થઈ હતી.

image source

અનિલ કપૂરે કેટલાક વર્ષો પહેલાં એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું – સુનિતા સાથે ફોન પર વાત કરવા દરમિયાન એક દિવસ તેમને મળવાની વાત થઈ. તેઓ તૈયાર થઈ ગયા ત્યારે સુનિતાએ તેમને પુછ્યું કે તેઓ કેટલીવારમાં પહોંચશે. ત્યારે મેં કહ્યું હતું કે મારે બે કલાક લાગશે. સુનિતાએ કહ્યું કે આટલો સમય કેમ ? ત્યારે મેં કહ્યું – હું બસમાં આવીશ તો આટલો સમય તો લાગશે જ. તેમણે કહ્યું બસમાં કેમ આવી રહ્યા છો, ત્યારે મેં તેમને સ્પષ્ટ કહી દીધું કે મારી પાસે એટલા પૈસા નથી. ત્યારે સુનિતાએ કહ્યું – તમે ટેક્સિ કરી લો, હું પૈસા આપી દઈશ.

ત્યાર બાદ બન્નેની મુલાકાતો શરૂ થઈ અને છેવટે અનિલે સુનિતાને પ્રપોઝ કરી દીધું અને ત્યાર બાદ વાત લગ્ન સુધી આવી ગઈ.

image source

બન્નેના લગ્ન પર પરિવારને કોઈ જ વાંધો નહોતો, પણ અનિલના મિત્રોને તે લગ્નથી વાંધો હતો. તેમણે અનિલને સલાહ આપી કે લગ્ન બાદ કેરિયર ખતમ થઈ જાય છે. મિત્રોની વાત માનીને અનિલે બે વાર લગ્નની તારીખ ટાળી દીધી. જ્યારે અનિલે બિજીવાર લગ્નની તારીખ ટાળી ત્યારે સુનિતાએ તેમને ધમકી આપતા કહ્યું હતું કે વારંવાર આવું નહીં ચાલે.

image source

અનિલે જણાવ્યું કે પૈસાની કમીના કારણે તેઓ સુનિતા સાથે લગ્ન નહોતા કરી શકતા. ત્યાર બાદ સુભાષ ઘાઈની ફિલ્મ મેરી જંગ તેમને ઓફર કરવામાં આવી. જેવી જ તેમણે ફિલ્મ સાઇન કરી લીધી અને તેમને સાઇનિંગ અમાઉન્ટ મળ્યો કે તેમણે તરત જ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

image source

ફિલમ સાઇન કર્યાના બીજા જ દિવસે તેમણે લગ્ન કરી લીધા હતા. બન્નેએ 19 મે, 1984ના રોજ લગ્ન કરી લીધા હતા. બન્નેના ત્રણબાળકો સોનમ કપૂર, રિયા કપૂર, હર્ષવર્ધન કપૂર છે. કેરિયરની શરૂઆતમાં અનિલને ફિલ્મોમાં નાના-મોટા રોલ મળવાના શરૂ થઈ ગયા હતા. અનિલે 1979માં ફિલ્મ હમારે તુમ્હારે, 1982માં શક્તિ જેવી ફિલ્મોમાં સાઇડ રોલ કર્યા. તેમને 1983માં આવેલી ફિલ્મ વો સાત દિનમાં લીડ એક્ટર તરીકે કામ મળ્યું. ફિલ્મ સુપરહિટ રહી.

image source

અનિલ કપૂરે મેરી જંગ, મશાલ, રામ લખન, યુદ્ધ, બેટા, તેજાબ, પરિંદા, નાયક, રેસ 2, સાહેબ, મિ.ઇન્ડિયા, ઘર હો તો ઐસા, કાલા બાઝાર, કિશન કન્હૈયા, ખેલ, જમાઈ રાજા, ઇશ્વર 1942 અ લવ સ્ટોરી, જુદાઈ, વિરાસત જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત