શું અનિલ અંબાણીએ સ્વિસ બેંકમાં રાખેલાં તમામ રૂપિયા ભારત આવશે ? કોર્ટે આપી મંજૂરી

સ્વિસ બેન્કનું નામ આવે એટલે દરેલ કોરોના નોટોના થપ્પા જ દેખાવા લાગે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે વિશ્વભરનું કાળું નાણું ત્યાં જ પડ્યું છે. એ પછી નેતા હોય કે અભિનેતા હોય. ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે અનિલ અંબાણી, તેની પત્ની અને બે પુત્રોનાં સ્વિસ બેન્ક ખાતાંની વિગતો ભારતને આપવા સ્વિટ્ઝર્લેન્ડ કોર્ટે મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી પ્રમાણે સ્વિસ ફેડરલ કોર્ટે અનિલ અંબાણી, તેની પત્ની ટીના અંબાણી અને તેમનાં બે સંતાનોનાં બેન્ક ખાતાની વિગતો ભારતની ઓથોરિટીને આપવા સહમતી દર્શાવી છે.

image source

જો 2015ની વાત કરવામાં આવે તો સ્વિસ પબ્લિકેશનના રિપોર્ટ મુજબ વર્ષ 2015માં ફ્રાન્સમાં રિલાયન્સ ગ્રુપની એક કંપનીના 140 મિલિયન યુરોના ટેક્સ એડજસ્ટમેન્ટને રદ કરાવવામાં અનિલ અંબાણીને સફળતા મળી હતી. પરંતુ હાલમાં મામલો મેદાને હોય એવું લાગી રહ્યું છે કે કારણ કે આ અંગેનો એક અહેવાલ સ્વિસ પબ્લિકેશન ગોથામ સિટીએ પ્રસિદ્ધ કર્યો છે. આ કેસમાં વિગતો મળી રહી છે કે કોર્ટે આ અંગેનો આદેશ એપ્રિલ 29ના રોજ કર્યો હતો. સ્વિસ કોર્ટે ભારતના ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ફોરેન ટેક્સ અને રિસર્ચ ડિવિઝન દ્વારા કરાયેલી આ અરજીને ગ્રાહ્ય રાખી હતી.

image source

જો ત્યારે કેટલી પરવાનગી માગી એના વિશે વાત કરીએ તો ડિવિઝને અનિલ અંબાણીના એપ્રિલ 2011થી સપ્ટેમ્બર 2018 સુધીની બેન્ક અકાઉન્ટ્સની વિગતો ચકાસણી કરવા માટે માગી હતી. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ બાબત જેમને સ્પર્શતી હતી તેમણે મ્યુચ્યુઅલ આસિસ્ટન્ટ બંધ કરાવવા માટેની દલીલ કરતાં કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ આ માટે સત્તા ધરાવતું નથી. પરંતુ ત્યારે એવું બન્યું કે ભારતીય ઓથોરિટીએ કરેલી અરજીની સામે કરાયેલી અપીલને ફગાવી દેવામાં આવી હતી. આ અંગે કોર્ટના આદેશમાં અનિલ ધીરુભાઈ અંબાણી, ટીના અંબાણી સહિતનાં નામો દર્શાવવામાં આવ્યાં ન હતાં.

image source

પરંતુ હવે આ વાત બહાર આવી ગઈ છે અને આખા ગામમાં ચર્ચા પણ થવા લાગી છે. ગોથામ સિટીના અહેવાલમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે A,B,C,D તરીકે દર્શાવાયેલી વ્યક્તિઓ અનિલ અંબાણી અને તેનો પરિવાર છે. આ સમગ્ર સ્ટોરીને રિપોર્ટ કરનાર પિલેટે ન્યૂઝલોન્ડરીને કેસ વિશે ચોંકાવનારી વાત કરી હતી કે આ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડને ભારતમાંથી મળતી ટેક્સ રિકવેસ્ટોમાં વધારો થયો છે. આ બધી રિકવેસ્ટોને ફેડરલ સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ કંઈક મોટી હલચલ છે.

image source

અત્યાર સુધી કેવો નિયમ હતો એ અંગે વાત કરી કે હાલ સુધી સ્વિસ બેન્કિંગ સિક્રેસી લૉ અંતર્ગત કોઈપણ સરકાર માટે સ્વિટ્ઝર્લેન્ડની ખાનગી બેન્ક પાસેથી શંકાસ્પદ મની લોન્ડરિંગ અંગેની વિગતો લેવી એ મુશ્કેલ કામ હતું. સ્વિસ લૉમાં આ માટે ખાસ જોગવાઈ છે. પ્રોસેસ કંઈક એવી છે કે આ માટે જે-તે દેશની સરકારે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્સ લેવી પડે છે. પછીથી જે-તે સ્વિઝ બેન્કને આ માહિતી આપવા માટે આદેશ આપવામાં આવે છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્વિટ્ઝર્લેન્ડની સરકાર પર વિદેશની સરકારોનું દબાણ વધી ગયું હોય એવા સમાચાર પણ મળી રહ્યા છે.

image source

નિયમ પ્રમાણે આ સરકારો તેમના નાગરિકની કેટલીક બેન્કિંગ વિગતો ચકાસીને તેની બ્લેક મનીમાં સંડોવણી છે કે કેમ એ ચકાસે છે. આ સાથે જ નિયમ એવો પણ છે કે જો સ્વિસ બેન્ક દ્વારા જોઈતી માહિતી આપવામાં આવશે તો એનાથી ભારતીય ઓથોરિટીને એક અંદાજ આવી શકશે કે અનિલ અંબાણી સામેના ભષ્ટ્રાચારના આક્ષેપો સાબિત થઈ શકશે કે કેમ.

જો કે એ માટે ભારતની ઓથોરિટીની ટ્રાન્સપરન્સી પણ જરૂરી છે. તેણે આ વિગતોને જાહેર કરવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ બાબતે શું નિર્ણય કરે છે અને જનતા સમક્ષ આ વાત જાહેર કરે છે કે કેમ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!