અનિતા હસનંદાની અને પતિ રોહિત રેડ્ડીની લિપલોક તસવીર થઇ વાયરલ, જોઇ તમે આ રોમેન્ટિક તસવીર?

અનિતા હસનંદાની અને પતિ રોહિત રેડ્ડી બન્યા રોમેન્ટિક, કપલનો લિપલોક ફોટો થયો વાયરલ.

નાગીન ફેમ અનિતા હસનંદાની અને એમના પતિ રોહિત રેડ્ડી હાલ પોતાના દીકરા આરવ રેડ્ડી સાથે દરેક પળ એન્જોય કરી રહ્યા છે. અનિતા અને રોહિત થોડા થોડા દિવસે પોતાના ફોટા ફેન્સ સાથે શેર કરતા રહે છે અને ચર્ચામાં જળવાઈ રહે છે. ફરી એકવાર બંને પોતાના રોમેન્ટિક ફોટાના કારણે ચર્ચામાં આવી ગયા છે. ટીવીની નાગીન અને એમના પતિ રોહિત એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં દેખાયા. કપલનો લિપલોક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

રોહિત રેડ્ડીએ હાલમાં જ પોતાની પત્ની સાથે રોમેન્ટિક પળોનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં બંને એકબીજાને કિસ કરતા દેખાઈ રહ્યા છે. જો કે કપલના ઇન્ટિમેટ પળોને એમના ફ્રેન્ડ્સ જોઈ રહ્યા હતા જેના કારણે એમના કોઝી પળમાં અડચણ આવી રહી હતી.

રોહિત રેડ્ડીએ પોતાની પત્ની અનિતા હસનંદાનીને કિસ કરતો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જો કે બીજા ફોટામાં એક્ટ્રેસ અદિતિ ભાટિયાને ફોનના કેમરાથી કપલના રોમેન્ટિક પળોને કેદ કરતા જોઈ શકાય છે. આ ફોટાની સાથે રોહિતે કેપ્સનમાં લખ્યું કે મને એ બધી જ અંગત પળો સાથે પ્રેમ છે જેને આપણે કોઈ જોવે ન ત્યારે સાથે વિટાવીએ છીએ. સબુત જોવા માટે સ્વાઇપ કરો”

image source

તમને જણાવી દઈએ કે અનિતા હસનંદાનીએ 14 એપ્રિલને પોતાનો 40મો બર્થડે સેલિબ્રેટ કર્યો જતો. લોકડાઉનમાં પણ એમના પતિ રોહિત રેડ્ડીએ પોતાની વાઇફને બર્થડેને સ્પેશિયલ બનાવવામાં કોઈ કસર નથી છોડી. બર્થડે સેલિબ્રેશનનો એક વિડીયો અનિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી શેર કર્યો હતો જેમાં કેપ્સન લખ્યું હતું કે ” લોકડાઉન બર્થડે 2021″ વીડિયોમાં કપલનું ઘર ફુગ્ગાઓથી સજાવેલું દેખાઈ રહ્યું છે. રેડ કલરના બલૂન પર હેપી બર્થડે લખ્યું છે જ્યારે બીજા પર 40 લખ્યું છે. અનિતાના લોકડાઉન બર્થડે પર ત્રણ કેક પણ દેખાઈ રહ્યા છે અને કપલ એકબીજાનો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)


અનિતા અને રોહિત રેડ્ડીની લવસ્ટોરીની વાત કરીએ તો પહેલી વાર બંનેની મુલાકાત એક જીમમાં થઈ હતી. અનિતાને જોઈને રોહિતને એમની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો અને એ એક્ટ્રેસની સુંદરતા જોઈને એમની તરફ ખેંચાતા જતા હતા. રોહિતે અનિતાને પહેલા ફેસબુક પર મેસેજ કરીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરી. જો કે એ આ વાતથી બિલકુલ અજાણ હતા કે અનિતા ટીવીની એક ફેમસ એક્ટ્રેસ છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)


એક્ટ્રેસને મળવાના મોકાને લઈને રોહિતે કહ્યું કે એક દિવસ એમને અનિતાને એક પબની બહાર જોઈ હતી અને બહાર ઉભા રહીને એમની કારની રાહ જોઈ. પોતાના દિલની વાત કહેવા માટે એ એક હીરોની જેમ અનિતા પાસે પહોચ્યા અને એમને પોતાના દિલની વાત કહી દીધી પછી બંને વચ્ચે મુલાકાતોનો સિલસિલો વધ્યો, પ્રેમનો એકરાર થયો અને કપલે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અનિતા હસનંદાની અને બિઝનેસમેન રોહિત રેડ્ડીએ ઓક્ટોબર 2013માં લગ્ન કર્યા હતા. કપલના લગ્નની બધો રસમો તેલુગુ અને સિંધી રીતરિવાજ પ્રમાણે ગોવામાં થયા હતા. કપલની મહેંદી, હલદીથી લઈને સંગીત સુધીના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ પણ થયા હતા. લગ્નના લગભગ 7 વર્ષ પછી કપલની જિંદગીમાં દીકરો આરવ આવ્યો. હાલ બંને પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!