Site icon News Gujarat

કોરોનાના નવા સ્ટ્રેનમાં થઇ રહ્યો છે આંખ સાથે શરીરના આ ભાગ પર એટેક, જાણી લો જલદી નહિં તો…

આપણે જોઈ રહ્યા છીએ કે ગત 2019 ના કથિત રીતે ચીનના વુહાન શહેરમાંથી વર્ષે શરૂ થયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં તબાહી મચાવી દીધી છે. કોરોનાની પ્રથમ લહેર કરતા હાલમાં ભારતમાં પ્રવર્તતી બીજી લહેર વધુ ગંભીર છે અને તેને એટલા માટે પણ ગંભીર ગણી શકાય કે તેમાં સપડાતા દર્દીઓનો સરેરાશ મૃત્યુ આંક વધુ છે.

image source

હાલના સમયમાં તો કોરોના મહામારીની આ બીજી લહેર વધુને વધુ ઘાતક બની રહી છે. કોરોનાના આ નવા સ્ટ્રેનના લક્ષણો પણ રોજ નવા નવા આવી રહ્યા છે. 2021 ના કોવિડ 19 ના નવા સ્ટ્રેનના લક્ષણો હવે દર્દીના આંખ અને કાન પર પણ અસર કરી રહ્યા છે. જેના કારણે પીડિતની સાંભળવા અને જોવાની ક્ષમતા પર પ્રભાવ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખથી વધુ કેસો સામે આવ્યા છે.

કોરોના વાયરસના બે નવા લક્ષણો

image source

સમાચાર સંસ્થા ઝી ન્યૂઝના એક અહેવાલ મુજબ ડોકટરો એમ કહી રહ્યા છે કે આ વખતે કોરોના વાયરસનું સંક્રમણ આંખ અને કાન પર સીધો એટેક કરી રહ્યું છે. કોરોનાનો આ નવો સ્ટ્રેન આ વખતે વાયરલ તાવ, પેટનો દુખાવો, ડાયરીયા, અપચો, ગેસ, ઝાડા ઉલ્ટી, ભૂખ ન લાગવી, શરીર દુઃખવું અને એસીડીટીના લક્ષણો સાથે આવ્યો છે. પરંતુ સંક્રમણ વડબયા બાદ હવે કોરોનાના અમુક નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે.

image source

એસજીપીજીઆઈ એટલે કે SGPGI અને કેજેએમયુ (KJMU) સહિત અનેક કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની સાંભળવા અને જોવાની ફરિયાદ વધી છે. ડોકટરે જણાવ્યું હતું કે અહીં એવા ઘણા દર્દીઓ છે જેને બન્ને કાનમાં સાંભળવાની ક્ષમતા ઓછી થઈ હોય અને એ સિવાય તેમને આંખોથી ઓછું જોઈ શકવાની પણ ફરિયાદ પણ સામે આવી છે. એક્સપર્ટના કહેવા મુજબ સ્થિતિ ગંભીર થવા પર કોરોના શરીરના અન્ય અંગો પર પણ અસર કરે છે.

image source

ઇમ્યુનિટી પાવર સારો હોય તો પ્રભાવ ઓછો

ડોકટર્સના કહેવા મુજબ કોરોનાએ જે રીતે પોતાનું રૂપ બદલ્યું છે તે જોતા ચિંતા વધી છે. હાલ કોરોનાના પ્રોટોકોલનો અમલ કરવો જ એકમાત્ર ઉપાય રહ્યો છે. જો કે કોરોનાના નવા વેરીએન્ટમાં રાહત આપનારી બાબત એ છે કે તેનો નવો સ્ટ્રેન મજબૂત ઇમ્યુનિટી પાવર એટલે કે સારી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વધુ પ્રભાવિત નથી કરી શકતો અને મજબૂત ઇમ્યુનિટી પાવર ધરાવતા લોકો 5 કે 6 દિવસમાં ઠીક પણ થઈ જાય છે.

image source

આરએમએલ (RML) હોસ્પિટલ, લખનઉમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના ચીફ એવા ડોકટર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે કોરોના વાયરસનો બીજો સ્ટ્રેન લોકોને ઝડપથી બીમાર કરી રહ્યો છે. તેનાથી દર્દીઓને ઝાડા ઉલ્ટી, ગેસ, અપચો, એસીડીટી, શરીરમાં દુખાવો, કળતર અને ઓછું સાંભળવાની પરેશાની થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version