Site icon News Gujarat

અંકિતા લોખંડેએ સુશાંત સાથેના બ્રેકઅપ બાદ રાખ્યું હતું કરવા ચૌથનું વ્રત, ચર્ચામાં રહી હતી આ તસવીરો

અંકિતા લોખંડે વિકી જૈનની સાથે રિલેશનશિપમાં ખુશ છે. એવા સમાચાર છે કે બન્ને જલદી જ લગ્ન કરવા જઈ રહ્યા છે. માટે જો આ વર્ષે અંકિતા વિકી માટે કરવા ચોથનું વ્રત રાખે તો જરા પણ આશ્ચર્ય નહીં થાય.

image source

અંકિતા બધા જ તહેવારને ખૂબ જ ઉત્સાહથી મનાવતી આવી છે. જો કે સુશાંત સાથેના બ્રેકઅપ બાદ તેણીએ કરવાચૌથનું સિલ્બ્રેશન કર્યું હતું અને તે વખતે તે ખૂબ ચર્ચામાં રહી હતી.

છ વર્ષ સુધી સુશાંત સાથે રિલેશનમાં રહી હતી અંકિતા

image source

સુશાંત અને અંકિતા લગભગ 6 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. 2016માં તેમનું બ્રેકઅપ થયું હતું. બ્રેકઅપના કેટલાક મહિનાઓ બાદ તેણીએ કરવાચૌથ પર રેડ સાડી અને સંપૂર્ણ ટ્રેડિશનલ ગેટઅપમાં તસ્વીરો પણ પોસ્ટ કરી હતી.

image source

તેણીની આ પોસ્ટ પર લોકોએ વિવિધ પ્રકારની કમેન્ટ્સ લખી હતી. સુશાંત તો હવે છે નહીં તો પછી કોના માટે ઉપવાસ કર્યો ? જેવી ઘણી બધી કોમેન્ટ્સ સોશિયલ મિડિયા પર છવાઈ ગઈ હતી.

વિકી જૈન માટે લખવામાં આવેલી પોસ્ટ છે ચર્ચામાં

જો કે અંકિતાએ આ કમેન્ટ પર કોઈ જ કમેન્ટ નહોતી કરી. રીસન્ટલી અંકિતા લોખંડેએ વિકી જૈન માટે એક પ્રેમભરી પોસ્ટ લખી હતી. આ પોસ્ટ પણ ચર્ચામાં રહી હતી. તેણીએ તેમાં વિકી જૈનને પોતાનો સોલ-મેટ જણાવ્યો હતો અને સોરી પણ લખ્યુ હતું. સુશાંતના મૃત્યુ બાદ અંકિતાએ તેના પરિવારનો ખુલીને સાથ આપ્યો હતો. તે આજે પણ સુશાંતના કુટુંબીજનોના ટચમાં છે.

image source

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને ચાર મહિના કરતા વધારે સમય થઈ ગયો છે, તો બીજી બાજુ તાજેતરમાં જ અભિનેત્રી અકિંતા લોખંડેએ પોતાના ફીયાન્સ વિક્કી જૈનને લઈને પોસ્ટ લખી છે વાસ્તવમાં તેણે પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ તસ્વીરને શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે, ‘તારા માટે મારી લાગણીઓને વ્યક્ત કરવા માટે મને શબ્દો નથી મળી રહ્યા.,જ્યારે પણ હું આપણને સાથે જોઉં છું ત્યારે હું ભગવાનને ખૂબ આભારી માનું છું કે તેમણે તને મારા જીવનમાં મોકલ્યો, એક મિત્ર એક પાર્ટનર અને એક સોલમેટ બનીને. તારો મારી સાથે હંમેશા રહેવા માટે આભાર. મારી બધી જ મુશ્કેલીઓને પોતાની બનાવવા અને જ્યારે મને જરૂરી પડી ત્યારે તે મારી મદદ કરી છે તે માટે આભાર, મારો સપોર્ટ સિસ્ટમ બનવા માટે આભાર. સૌથી જરૂરી આભાર મને અને મારી સ્થિતિને
સમજવા માટે.’

તેણી આગળ લખે છે, ‘અને મને માફ કરી દે કે મારા કારણે તને ટીકાઓનો સામનો કરવો પડ્યો, જે તું જરા પણ ડિઝર્વ નહોતો કરતો. શબ્દ નાના પડી ગયા છે. પણ આપણો આ બોન્ડ ખૂબ જ અમેઝિંગ છે. લવ યૂ.’ અંકિતા લોખંડેની આ પોસ્ટ પર લોકો ખૂબ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version