અંકલેશ્વરમાં વાછરડાને જન્મ આપીને ગાયનું થયું મોત, મૃતદેહને લઇ જતાં જોઈ વાછરડાએ જે કર્યું એ ઈતિહાસ બની ગયો

આપણા કવિઓ અને સાહિત્યકારોએ મા વિશે ખુબ લખ્યું છે. મા તે મા અને બીજી બધા વનવગડાના વા, જનની જોડ સખી નહીં જડે રે લોલ, જેવી અનેક લાગણીઓ મા સાથે જોડાયેલી છે. અને એવું નહીં કે માત્ર માણસમાં જ. પણ પશુમાં પણ માતાનો પ્રેમ અવર્ણનીય હોય છે. તેના અનેક ઉદાહરણો પણ આપણી સામે છે અને હવે એક વધારે ઉદાહરણ સામે આવ્યું છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં માતૃપ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ખાતે માનવ પણ રડવા પર મજબૂર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા.

image source

ઘટના બની એની વિગતે વાત કરીએ તો વાછરડાને જન્મ આપીને ગાય માતા મૃત્યુ પામી હતી. ત્યાર બાદ તાજા જન્મેલા વાછરડાએ ગાય માતાના મૃતદેહને લઇ જતો ટેમ્પોને અટકાવી દીધો હતો અને લોકો જોતા રહી ગયા હતા. છેવટે પાલિકા કર્મચારીઓએ વાછરડા હટાવીને ગાયની અંતિમ ક્રિયા કરવી પડી હતી.

image source

પાલિકા સફાઈ કર્મચારીએ વાછરડાને દત્તક લઇને પાલન કરવાની જવાબદારી ઉઠાવી માનવતા મહેક પસરાવી હતી અને હવે ઠેર ઠેર આ કર્મચારીના વખાણ પણ થવા લાગ્યા છે. જો કે આ ઘટનાએ સૌના હૃદય પીગળાની નાંખ્યા હતા.

image source

સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો વાછરડાને જન્મ આપીને તરત જ ગાય માતાનું મૃત્યુ થયું.પછી નક્કી કરાયું કે ગાયના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવે. પરંતુ જ્યારે ગાયના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઇ જવામાં આવતો હતો ત્યારે વાછરડાએ વાહનની વચ્ચે આવી વાહન રોકવાનો પ્રયાસ કર્યો હતો. માત્ર માનવીઓમાં જ સંવેદના હોય તેવું નથી. પ્રાણીઓમાં પણ સંવેદના હોય છે અને આવો જ એક અનોખો કિસ્સો આ ઘટનાથી ફરી એકવાર સામે આવ્યો હતો.

image source

બધાએ જોયું કે તાજુ જન્મેલું વાછરડું માતાના વિયોગમાં તેના મૃતદેહની આસપાસ આટા ફેરા મારી રહ્યું હતું. જ્યારે ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા લોકોએ ગાયના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વાહનમાં ચઢાવ્યું હતું. વાહનને જ્યારે ચાલુ કરવામાં આવ્યું, ત્યારે વાછરડાએ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. માતાના વિયોગમાં વાછરડાએ સૌ-કોઇની આંખો ભીની કરી દીધી હતી. માં વિહોણા બનેલા વાછરડાને નગરપાલિકાના એક કર્મચારીએ દત્તક લઇને તેનું ભરણ પોષણ કરવાનો નિર્ણય લીધો છે.

image source

જ્યારે પશુમાં આટસો માતૃપ્રેમ જોવા મળી રહ્યો છે ત્યારે માણસ જાતનો એક શર્મનાક કિસ્સો પણ વાયરલ છે કે મોરબીમાંથી એક હ્રદયસ્પર્શી ઘટના સામે આવી રહી છે. હળવદમાં નિર્દોષ ધ્રુવને સાવકી માતાએ જ કેનાલમાં ધક્કો માર્યો હતો તેમજ કુલ 9 દિવસ પછી બાદ મૃતદેહ મળી આવ્યો હતો. હળવદ પંથકમાં હૃદય ધ્રુજાવી દે એવી ઘટના હોબાળો મચાવ્યો દીધો છે. જેમાં કુલ 9 દિવસ અગાઉ ગુમ થયેલ બાળકને એની જ સાવકી માતાએ કેનાલમાં નાંખી દીધો હોવાની કબૂલાત સાવકી માતા ભાવિશાએ આપતાં પોલીસ તથા ગામલોકો ચોકી ઉઠ્યા છે. મોરબી ચોકડી પાસે આવેલ ક્રિષ્ના પેકેજીગની ઓરડીમાં રહેતા તથા ડ્રાઇવીંગનો વ્યવસાય કરી સામાન્ય જીવન નિર્વાહ કરતા જયેશભાઈ જયંતિલાલ ખોડીયાના દીકરા ધ્રુવ વિશાલ પેકેજીગમાં જ રહેલી ઓરડી પાસેથી ગુમ થઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત