જાણો કેરળના અન્ના ચાંડી વિશે, જે હતા ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ..
ભારતના પ્રથમ મહિલા જજ બન્યા હતા કેરળના અન્ના ચાંડી મહિલાઓના વિવિધ અધિકારો માટે અવાજ ઉઠાવનાર શક્તિશાળી મહિલાઓ પૈકી એક વર્ષ 1959 માં બન્યા હતા કેરળ હાઇકોર્ટના જજ કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવનારા કેરળ પ્રથમ મહિલા બન્યા હતા અન્ના ચાંડી.

શું તમે જાણો છો કે ભારતના પ્રથમ મહિલા જજ કોણ હતા ? નહિ ? તો તમને જણાવી દઈએ કે ભારતના પ્રથમ મહિલા જજનું નામ અન્ના ચાંડી હતું અને તેઓ કેરળના રહેવાસી હતા. અન્ના ચાંડીને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનારા શક્તિશાળી મહિલાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 4 મે 1905 માં કેરળ (તે સમયનું ત્રાવણકોર) ના ત્રિવેન્દ્રમના એક ઈસાઈ પરિવારમાં થયો હતો. 91 વર્ષની જીવન યાત્રા કર્યા બાદ તેઓનું નિધન થયું હતું.
અન્ના ચાંડીએ વર્ષ 1926 માં કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને તે સમયે કાયદાના સ્નાતકની ડિગ્રી મેળવનારી તે કેરળ રાજ્યની પ્રથમ મહિલા હતી. ત્યારબાદ તેઓએ બેરિસ્ટર તરીકે અદાલતોમાં પ્રેક્ટિસ શરુ કરી. વર્ષ 1937 માં કેરળના દીવાન સર સીપી રામાસ્વામી અય્યરએ તેઓને મુન્સીફ તરીકે નિયુક્ત કર્યા હતા.

1959 માં બન્યા કેરળ હાઇકોર્ટના મહિલા જજ
એ પછી અન્ના ચાંડીને ભારતના પ્રથમ મહિલા જજ તરીકે નિમણુંક અપાઈ. જજ બન્યા બાદ અન્ના ચાંડીએ ક્યારેય પાછું વળીને ન જોયું અને વર્ષ 1948 માં તેમને પ્રમોશન મળ્યું અને તેઓને જીલ્લા જજ બનાવવામાં આવ્યા. ભારતની કોઈપણ હાઇકોર્ટમાં પ્રથમ મહિલા જજ તરીકે આજે પણ અન્ના ચાંડીનું નામ પ્રથમ આવે છે. વર્ષ 1959 માં અન્ના ચાંડીને કેરળ હાઇકોર્ટના જજ તરીકે નિમણુંક આપવામાં આવી.

મહિલાઓના અધિકારો માટે ઉઠાવ્યો અવાજ
અન્ના ચાંડીએ 1967 સુધી હાઇકોર્ટના જજ તરીકે સેવા આપી અને હાઇકોર્ટમાંથી સેવાનિવૃત્ત થયા બાદ તેઓને લો કમિશન ઓફ ઇન્ડિયામાં નિમણુંક અપાઈ. તેઓએ મહિલાઓના વિવિધ અધિકારો માટે પણ અવાજ ઉઠાવ્યો.

અન્ના ચાંડીએ “શ્રીમતી” નામની એક પત્રિકા પણ બહાર પાડી હતી જેમાં તેઓએ મહિલાઓના અધિકારો સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિસ્તૃત વાત કરી. એ સિવાય તેઓએ “આત્મકથા” નામથી પોતાની ઓટોબાયોગ્રાફી પણ લખી હતી. 20 જુલાઈ વર્ષ 1996 માં કેરળ ખાતે 91 વર્ષની ઉંમરે જસ્ટિસ અન્ના ચાંડીનું દુઃખદ અવસાન થયું હતું.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત