અમદાવાદમાં કોરોના સંકટમાં યોજાઈ ખાસ શ્રદ્ધાંજલિ, ડ્રાઈવ થ્રૂ શોકસભા રહી ચર્ચામાં

ગુજરાતના અમદાવાદમાં અનોખા અંદાજમાં આયોજિત થયેલી શોકસભા આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને અહીં ડ્રાઈવ થ્રૂ શોકસભાનું આયોજન કરાયું હતું. તેમાં લોકોએ ઘરની અંદર પ્રવેશ વિના જ શ્રદ્ધાંજલિની વ્યવસ્થા કરાઈ હતી.

image source

અમદાવાદના એસ.જી. હાઈવેના પ્રહલાદનગરમાં રહેનારી કેન્સરથી પીડિત પન્ના ઠક્કરનું નિધન થયું હતું. તેમના પરિવારવાળાઓએ શ્રદ્ધાંજલિ આપવા માટે શોકસભાનું આયોજન કર્યું. કોરોના સંકટમાં તેનું આયોજન સામાન્ય રીતે થતું નથી, આ માટે પરિવાર જનોએ ડ્રાઈવ થ્રૂ શોકસભા આયોજિત કરી હતી. તેના આધારે લોકો ઘરથી ગેટ સુધી જ શ્રદ્ધાંજલિ આપી શક્યા હતા.

image source

પરિવારજનોએ એવી વ્યવસ્થા કરી તે લોકો ગેટ પર જ પોતાની ગાડીમાં બેસીને શ્રદ્ધાંજલિ આપી શકે અને સાથે ફોટા પર શ્રદ્ધાસુમન અર્પણ કરી શકે, આ શોક સભામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝેશન અને માસ્કનું ખાસ ધ્યાન રખાયું છે. આ ઉપરાંત શોકસભામાં સામેલ થનારા લોકોને પરિવારની તરફથી એક તુલસીનો છોડ, ગીતા અને બાજોટ પણ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંકટની સાથે સરકારે દેશભરમાં અનેક નિયમ લાગૂ કર્યા છે. તેમાં સૌથી ખાસ સોશ્યિલ ડિસ્ટન્સિંગને રાખવામાં આવ્યું છે અને માસ્કને મહત્વ અપાયું છે. આ બંદિશો લોકોને કોરોના સંક્રમણને બચાવવા માટે છે. જ્યારે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે. આ રીતે ડ્રાઈવ થ્રૂ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેથી કોરોના સંક્રમણમાં લોકો સાવચેતી સાથે પરિવારને પણ મહત્વ આપી શકે.

image source

અત્યારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના 3564 કેસ આવ્યા છે અને 1662 લોકોના મોત થયા છે. કુલ 23778 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કુલ 29004 કેસ આવી ચૂક્યા છે. તો ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 78783 કેસ આવ્યા છે અને સાથે જ 61579 દર્દીઓ સાજા થયા છે.

image source

અમદાવાદમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરાવ પર ખાસ ભાર મૂકાયો છે. અહીં માસ્ક ન પહેરનારને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે અને સાથે જ જો કોઈ દુકાનદાર કે મોલના વેપારી કોઈ માસ્ક વિનાના ગ્રાહકને સામાન વેચે છે તો ગ્રાહક નહીં પણ દુકાનદારને દંડ કરવામાં આવશે. આ કડક પગલાં સાથે અહીં કોરોના સંક્રમણને અટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત