વિશ્વનું એક અનોખુ ગામ જ્યાં 12 વર્ષની ઉમર થતા જ છોકરી બની જાય છે છોકરો, વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા રહસ્ય

ડોમિનિકન રિપબ્લિકના આ ગામ લા સલિનાસને શ્રાપિત માનવામાં આવે છે. આ ગામમાં છોકરીની ઉમર 12 વર્ષની થતા જ તે છોકરો બની જાય છે. દુનિયામાં આવા અનેક રહસ્યો છે, જે ઉકેલાવાને બદલે વધુ ઉલજતી જાય છે. આવું જ એક રહસ્યમય ગામ છે ડોમિનિકન રિપબ્લિકનું લા સેલિનાસ.

વિશ્વના નકશામાં આ ગામને રહસ્યમય ગામ તરીકે ઓળખવામાં આવ્યું છે

image source

આ દરિયા કિનારે આવેલા ગામની વસ્તી છ હજારની આસપાસ છે, પરંતુ હજી પણ આ નાનું ગામ વિશ્વભરના સંશોધનકારો માટે સંશોધનનો વિષય બની ગયું છે. આ ગામની ઓળખ એક રહસ્યમય ગામ તરીકે પણ થાય છે. કેમ કે લા સલિનાસ નામના આ ગામની છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરા બની જાય છે. વિશ્વના નકશામાં આ ગામને એક રહસ્યમય ગામ તરીકે ઓળખવામાં આવ્યું છે. સ્થાનિક લોકો માને છે કે ગામમાં કેટલીક અદૃશ્ય શક્તિ છે, જ્યારે કેટલાક લોકો ગામને શાપિત માને છે. આ ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં છોકરીઓ જન્મે છે. જ્યારે તે 12 વર્ષની થાય છે, ત્યારે તે એક છોકરો બની જાય છે.

કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં ઉદાસી છવાઈ જાય છે

image source

સ્થાનિક લોકો માને છે કે ગામમાં કોઈ અદ્રશ્ય શક્તિનો વાસ છે, જ્યારે કેટલાક લોકો ગામને શ્રાપ માને છે. જેન્ડર બદલાવાની આ બીમારીને કારણે ગામના લોકો ખૂબ મૂશ્કેલીમાં છે. આ ગામમાં જ્યારે પણ પરિવારમાં કોઈ છોકરીનો જન્મ થાય છે ત્યારે પરિવારમાં ઉદાસી છવાઈ જાય છે. કારણ કે તેઓ જાણે છે કે જ્યારે છોકરી મોટી થશે ત્યારે તે એક છોકરો બની જશે. આ કારણે ગામમાં છોકરીઓની સંખ્યા પણ ઓછી થઈ છે. આ રોગથી પીડાતા આ બાળકોને ખરાબ નજરથી જોવામાં આવે છે. આવા બાળકોને ‘ગ્વેડોચે’ કહેવામાં આવે છે. સ્થાનિક ભાષામાં ‘ગ્વેડોચે’ શબ્દનો અર્થ કિન્નર થાય છે.

ચોક્કસ વય પછી ધીમે ધીમે પુરુષો જેવા અંગ બનાવા લાગે છે

image source

હકીકતમાં, આ રોગ એક આનુવંશિક વિકાર છે અને તેનાથી પીડાતા બાળકોને ‘સુડોહોર્માફ્રાડાઇટ’ કહેવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે આ બીમારીમાં છોકરી તરીકે જન્મેલા કેટલાક બાળકોના શરીરમાં એક ચોક્કસ વય પછી ધીમે ધીમે પુરુષો જેવા અંગ બનાવા લાગે છે. તેનો અવાજ પણ બદલાવા લાગે છે. છોકરીઓથી છોકરાઓમાં તેમના શરીરમાં પરિવર્તન શરૂ થાય છે.

image source

ઘણા સંશોધકોએ આ બીમારીનો ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યા નહીં. સંશોધન કહે છે કે આ ગામના 90માંથી એક બાળક આ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. સંશોધનકારો કહે છે કે આ બાળકોમાં હાર્મોનલ એંજાઈમના અભાવને કારણે તેઓ કોઈ સ્ત્રી કે પુરુષના અવયવો વિના જન્મે છે અને પાછળથી છોકરી તરીકે જન્મેલુ બાળક પુરુષ બનવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત