ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક: સુરતમાં સતત અંતિમવિધિ ચાલુ રહેતા સ્મશાનની ચીમનીઓ પણ પીગળી ગઇ, અંતિમવિધિ માટે વેઇટિંગ

હોસ્પિટલમાં જગ્યા નથી ને અંતિમસંસ્કાર માટે પણ છે લાઈનો….કોરોનાનું ભયાનક ચિત્ર છે કંઈક આવું. ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વધુ ભયાનક બનતો જાય છે.એક જ દિવસમાં કોરોનાના 6000 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તો સામે મોતનો આંકડો પણ છેલ્લા કેટલાક દિવસથી 50ની ઉપર જ રહ્યો છે.

image source

કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે જેને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચાર મહાનગરોની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં રાખવા માટે એક પણ બેડ ખાલી નથી. તો બીજી બાજુ સ્મશાનમાં પણ મૃતકના અંતિમ સંસ્કાર માટે 3થી 4 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.

વાત સુરતની કરીએ તો સુરતમાં ડાયમંડ એસોસિએશન દ્વારા સંચાલિત હોસ્પિટલમાં કોરોનાનો ભોગ બનેલા 11 દિવસના બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ બાળકને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવી રહ્યુ છે.

image source

તમને જણાવી દઈએ કે ડિલિવરી દરમિયાન બધા જ રિપોર્ટ્સ નોર્મલ હતા પણ ડિલિવરીના 5 દિવસ બાદ બાળકનો એક્સ-રે લેવામાં આવતા ડૉક્ટરોને શંકા ગઇ હતી. તે બાદ બાળક અને માતાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને પોઝિટિવ આવ્યા હતા.

વધતા જતા કોરોના કેસના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલમાં એમના માટે બેડ ક્યારે ખાલી થશે એની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ બ્રાઈ ગયા છે જેના કારણે હવે હોસ્પિટલમાં જગ્યા ન બચત દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

image source

કોરોનાના કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ દિવસે ને દિવસે વધી રહી છે એવામાં સુરતમાં કોરોનાને કારણે મૃતકઆંક વધતા સ્મશાનગૃહોમાં એક સાથે 30-35 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સુરતમાં અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની લોખંડની ગ્રીલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઇ છે. આ કારણે ત્યા લાગેલી પાઇપલાઇનનું રિપેરિંગ કરવુ પડ્યુ હતું.

ચિંતાજનક વાત એ છે કે ગુજરાત રાજ્યમાં પહેલી વાર કોરોનાના નવા પોઝિટિવ કેસ 6 હજારની પાર ગયા છે. રાજ્યમાં કોવિડ-19ના 6,021 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 55 લોકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે.

image source

અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.અમદાવાદમાં સૌથી વધુ 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે સુરત શહેરમાં 18 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં પણ 7 લોકોના મોત થયા છે જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 6 લોકોના મોત થયા છે. ભરૂચ-બોટાદ-સાબરકાંઠા અને સુરતમાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ 55 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!