ભગવદ્ ગીતા, પીએમ મોદીનું નામ અને તસવીર જશે અંતરિક્ષમાં, ઈસરો હવે ઇતિહાસ પટલવાની પૂરી તૈયારીમાં

સ્પેસનાં પરાક્રમ માટે જાણીતું ઈસરો અવાર નવાર નવી નવી સિદ્ધિ હાંસલ કરતું રહે છે. જો કે ઘણીવાર સફળતા તો ઘણીવાર નિષ્ફળતા પણ મળતી રહે છે. ત્યારે એ જ અરસામાં હવે એક નવી અને અદભૂત માહિતી સામે આવી રહી છે. જે જાણીને નક્કી તમે પણ ચોંકી જશો. મળતી માહિતી મુજબ ઈસરો 28 ફેબ્રુઆરીએ PSLV-C51 રોકેટથી બ્રાઝીલના સેટેલાઈટ Amazonia-1 અને ત્રણ ભારતીય સેટેલાઈટ/ પેલોડ લોન્ચ કરવાના છે. સૌથી મહત્વની વાત એ છે કે આ ત્રણેય ભારતીય સેટેલાઈટ ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે જે દેશવાસીઓ માટે એક ગૌરવની વાત છે.

image source

પ્રાપ્ય માહિતી અનુસાર આ ત્રણેયના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટી સેટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. આ સેટેલાઇલમાં સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ પણ સામેલ છે. આવિશે જણાવતા સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ. કેસને કહ્યું કે, અમારા જેવા સ્ટાર્ટઅપને મોકો આપવો જોઈએ.

image source

તેથી અમે ઘણાં લોકોના નામ મંગાવ્યા હતા. અમારી પાસે અંદાજે 25 હજાર નામ છે, જેમાંથી 1000 નામ ભારતની બહારના લોકોના છે. હવે આ નામ સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં જશે. આગળ પીએમ મોદી વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે તેમાં વડાપ્રધાન મોદીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની પેનલ પર છે.

આ વખતે ખાસ વાત એ છે કે આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ અંતરિક્ષમાં જઈ રહ્યા છે. સતીશ ધવન સેટેલાઈટ અંતરિક્ષમાં આવેલા રેડિએશનને સ્ટડી કરશે. ચુંબકીય તત્વોનું અધ્યયન કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને અંતરિક્ષમાં સ્થાન આપશે.

image source

આગળ વિગતે વાત કરતાં ડોક્ટર કેસને જણાવ્યું હતું કે ઘણાં સ્પેસ મિશન તેમની સાથે બાઈબલ લઈને જતા હોય છે તેથી તેને ધ્યાનમાં રાખીને અમે પણ સેટેલાઈટમાં ભગવદ ગીતા અને પીએમ મોદીની તસવીર મોકલવાનો નિર્ણય કર્યો છે. તે સાથે તેમણે એવું પણ જણાવ્યું કે, તેમનું આ સેટેલાઈટ આત્મનિર્ભરને પ્રોત્સાહન આપે છે, કારણકે તે સંપૂર્ણ રીતે ભારત દ્વારા વિકસીત કરવામાં આવ્યું છે.

જોકે તેમાં ISRO તરફથી અમુક જે ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે તે કરવામાં આવ્યા છે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત મિશનના કારણે અમારા જેવી કંપનીઓને સ્પેસ ઈન્ડસ્ટ્રીઝમાં ISRO સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેથી અમે તેમનો આભાર માનવા અને તેમના સન્માન માટે તેમની તસવીર અને નામ સેટેલાઈટમાં લગાવીને અંતરિક્ષમાં મોકલી રહ્યા છીએ.

image source

એ જ રીતે જો આનંદ સેટેલાઇટની વાત કરીએ તો આનંદ સેટેલાઈટને બેંગલુરુમાં આવેલી PiXXel નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. જ્યારે યુનિટી સેટને ત્રણ સેટેલાઈટને ભેગુ કરીને બનાવવામાં આવ્યું છે. ઈસરોનું આ મિશન એટલા માટે મહત્વનું માનવામાં આવે છે, કારણ કે PSLV-C51 સાથે પહેલાં કોમર્શિયલ ખાનગી રિમોટ સેસિંગ સેટેલાઈટ આનંદને લોન્ચ કરી રહ્યા છે.

પિક્સેલ કંપનીનું કહેવું છે કે તે 2023 સુધી આવા 30 સેટેલાઈટ્સ ભારતીય અંતરિક્ષમાં તહેનાત કરવાની યોજના બનાવી ચુક્યા છે. ઈસરોએ તેમના 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર તેમના સેટેલાઈટ સેન્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યું છે. આવું પહેલીવાર થશે જ્યારે પ્રાઈવેટ કંપની અથવા એકેડેમિયાના લોકો બેંગલુરુમાં આવેલા યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરમાં તેમના સેટેલાઈટ લોન્ચ કરશે. જે હવે ગૌરવ લઈ શકાય એવી વાત છે.

ઉલ્લેખનીય છે કે એસડી સેટ એક નેનો સેટેલાઈટ છે જેને 28 ફેબ્રુઆરીએ PSLV-C51ને શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ તેમણે વાત કરી કે સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ અંતરિક્ષમાં પોતાનું નામ મોકલવા માટે એક ડિજિટલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તેમાં ફોર્મ ભર્યા પછી લોકોની પાસે આ મિશનનો બોર્ડિંગ પાસ આવતો હતો. તેમાં નામ તો ફોર્મ ભરનારનું રહેતું હતું પરંતુ ફોટો અને ડિટેલ્સ મિશનનું રહેતુ હતું. જે રીતે પીએમ નરેન્દ્ર મોદીના બોર્ડિંગ પાસ પર તેમનું નામ લખ્યું છે પરંતુ ફોટો સતીશ ધવનનો લાગ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!