અંતરિક્ષમાં પ્રથમવાર કરવામાં આવી મૂળાની ખેતી, નાસાએ ટ્વીટ કરી આપી માહિતી

વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત અવકાશમાં મૂળો ઉગાડ્યો છે. તેને 2021 માં પૃથ્વી પર લાવવામાં આવશે. નાસાના અવકાશયાત્રી અને ફ્લાઇટ એન્જિનિયર કેટ રુબિંસે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં ઉગાડેલા મૂળાના પાકની પહેલી વાર લણણી કરી છે. કેટએ 2021 માં પૃથ્વી પર મૂળાના છોડને લાવવા 20 છોડને પેક કરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધા છે. પહેલી વખત અંતરિક્ષમાં મૂળાનો પાક લેવાયો અને તે ઉગ્યો પણ ખરો.

નાસાએ ટ્વિટર પર તેના વિશે માહિતી આપી

image source

વાસ્તવમાં નાસાએ ટ્વિટર પર તેના વિશે માહિતી આપી છે. નાસાએ આ પ્રયોગનું નામ પ્લાન્ટ હેબિટેટ -02 રાખ્યું છે. મૂળાને સ્પેસ સ્ટેશનમાં ઉગાડવાનું એટલા માટે પસંદ કરવામાં આવ્યું કેમ કે વૈજ્ઞાનિકોને વિશ્વાસ હતો કે 27 દિવસમાં મુળા સંપૂર્ણ તૈયાર થઈ જશે. આ મૂળોના પાકમાં પોષક તત્વો પણ છે અને તે ખાવા લાયક પણ છે.

વૈજ્ઞાનિકોએ સ્પેસ સ્ટેશનમાં ઉગાવવા માટે મૂળાની પસંદગી કરી

image source

નાસાના વૈજ્ઞાનિકોએ સ્પેસ સ્ટેશનમાં ઉગાવવા માટે મૂળાની જ ખાસ પસંદગી કરી. તેનુ કારણ એ હતુ કે તે 27 દિવસમાં પૂર્ણ રીતે પૃથ્વી પર તૈયાર થઈ જાય છે અને આ વાત સ્પેસ સ્ટેશનના વાતાવરણમાં પણ શક્ય બની. નાસાએ આ એક્સપિરિમેન્ટનું નામ પ્લાન્ટ હેબિટેટ-02 રાખ્યું હતું. મૂળાને ઉગાડવામાં ઘણી ઓછી સારસંભાળ રાખવી પડે છે. અને મૂળામાં પોષક તત્વો પણ હોય છે અને તે ખાવા લાયક હોય છે. તેથી તેની પસંદગી કરી.

મૂળાનો છોડ હેબિટેટના અભ્યાસ માટે કરવામાં આવે છે

image source

મૂળાનો છોડ હેબિટેટના અભ્યાસ માટે કરવામાં આવે છે કારણ કે તે પૌષ્ટિક હોવાની સાથે સાથે ઝડપથી વધે છે. અને આનુવંશિક રૂપે અવકાશમાં મોટા ભાગે અભ્યાસ કરાતા છોડ આરાબિડોપ્સિસની સમકક્ષ છે. મૂળાને એડવાન્સ પ્લાન્ટ હેબિટેટમાં ઉગાડવામાં આવે છે. એડવાન્સ્ડ પ્લાન્ટ હેબિટેટ છોડના સંશોધનના વિકાસની એક ચેમ્બર છે.

એલઈડી લાઈટનો પ્રકાશ નાંખવામાં આવ્યો

image source

સ્પેસમાં જે ચેમ્બરમાં તેને ઉગાડવામાં આવી છે તે લાલ, બ્લૂ અને ગ્રીન અને સફેદ એલઈડી લાઈટનો પ્રકાશ નાંખવામાં આવ્યો છે. જેથી છોડનો ગ્રોથ સારી રીતે થાય. વૈજ્ઞાનિકો હવે અંતરિક્ષમાં ઉગનારા મૂળાની સરખામણી ફ્લોરિડા અને કેનેડીયન સ્પેસ સેન્ટરમાં ઉગાડવામાં આવેલા મૂળા સાથે કરશે. સાથે ધરતી પર ઉગનારા મૂળા સાથે પણ તેની સરખામણી કરશે.

ચેમ્બરમાં કેમરા અને 180 સેન્સર લગાવેલા હતા

image source

સ્પેસ સેન્ટરમાં જે સ્થળે મૂળો ઉગાડવામાં આવ્યો. તે ચેમ્બરમાં એવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી જે સમય સમય પર છોડને પાણી પહોંચાડતી હતી. ચેમ્બરમાં કેમરા અને 180 સેન્સર લગાવેલા હતા. નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી છોડના ગ્રોથ પર નજર રખાઈ રહી હતી. ચેમ્બરમાં કેટલો ભેજ છે. તેનું તાપમાન કેટલું છે અને કાર્બન ડાયોક્સાઈડનું સ્તર કેટલું છે. આ પણ ચેક કરવામાં આવતું હતુ. આ અંતરિક્ષમાં ઉગાડેલો મૂળો 2021માં પૃથ્વી પર લાવવામાં આવશે અને રિસર્ચ હાથ ધરાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત