આખરે કેમ શ્રદ્ધા કપૂરની આશીકી 2થી નિરાશ થઈ ગઈ હતી અનુ અગ્રવાલ, સામે આવ્યું કારણ.

મહેશ ભટ્ટની ફિલ્મ આશીકી અને આશીકી 2 બન્નેએ બોક્સઓફિસ પર રિકોર્ડ તોડયા હતા. વર્ષ 1990માં આવેલી ફિલ્મ આશીકીથી જ્યાં અનુ અગ્રવાલે અને રાહુલ રોયે ફિલ્મ જગતમાં પોતાના કરિયરની શરૂઆત કરી તો એ વર્ષ 2013માં આવેલી ફિલ્મ આશીકી 2થી શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરે પોતાના કરિયરમાં એક નવું મુકામ મેળવ્યું હતું.

image source

આશીકી 2 માટે શ્રદ્ધા અને આદિત્યને ફેન્સ અને આખા ફિલ્મ જગત પાસેથી વખાણ મળ્યા હતા. પણ અસલી આશીકી ગર્લ અનુ અગ્રવાલ આ ફિલ્મને જોયા પછી નિરાશ થઈ ગઈ હતી. આખરે કેમ એનો ખુલાસો હવે થયો છે. અનુ અગ્રવાલે આશીકી 2થી નિરાશ થવાનું કારણ જણાવ્યું છે.

image source

એક વાતચીત દરમિયાન અનુ અગ્રવાલે કહ્યું કે એ એ આશા કરી રહી હતી કે આ નવી ફિલ્મ મહેશ ભટ્ટની ઓરીજનલ આશીકીની સિકવલ હશે. એમને કહ્યું કે આશીકી 2 એ સમયે આવી હતી જ્યારે હું કોઈ ફિલ્મ નહોતી જોઈ રહી પણ મને આ ફિલ્મ વિશે ખબર હતી. હું એ જાણીને ખુશ હતી કે આશીકી 2 આવી રહી છે.

image source

મને લાગતું હતું કે આ અમારી પહેલી ફિલ્મ આશીકીની આગળની કડી છે પણ મને એ જણાવવામાં આવ્યું કે એવું નથી. અને નિર્માતાઓએ ફક્ત ફિલ્મનું ટાઇટલ જ ઉપયોગમાં લીધું છે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે અલગ હતી. આ મારા માટે થોડું નિરાશાજનક હતું. જો કે આશીકી એક ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે.

image source

ફિલ્મમાં આ કલાકારોની કેમેસ્ટ્રીની સાથે સાથે ગીતો પણ સુપરહિટ સાબિત થયા. આજે પણ આશીકીનું ગીત મેં દુનિયા ભુલા દુંગા, એક સનમ ચાહિયે લોકો ખૂબ જ શોખથી સાંભળે છે. આશીકીની જેમ જ આશીકી 2ના ગીત પણ આજે ય લોકોના મોઢે છે. અરિજિત સિંહનું મર જાયેંગે, મેરી આશકી હોય કે પછી અંકિત તિવારીના અવાજમાં સુન રહા હે ના તું. આ ગીત આજે પણ લોકોના મોઢે ચડેલા છે.

image source

આશીકી 2 સુપરહિટ ફિલ્મ આશીકીની નહિ પણ અ સ્ટાર ઇઝ બોર્નની હિન્દી રિમેક છે. ફિલ્મમાં શ્રદ્ધાએ એક પ્રતિભાશાળી સિંગર આરોહીનો રોલ ભજવ્યો હતો જેની મુલાકાત આદિત્ય સાથે જે એક રાહુલ નામના મ્યુઝીશિયન હતા એમની સાથે થાય છે.

image source

આદિત્ય ફિલ્મમાં સફળતા મેળવવા માટે એની મદદ કરે છે. દારૂ પીવાની આદતને કારણે રાહુલનું કરિયર ડૂબવા લગે છે અને એ આરોહિની સફળતાથી ઈર્ષ્યા કરવા લાગે છે. એ દરમિયાન ફિલ્મમાં એમની એક ખૂબ જ સુંદર લવસ્ટોરી પણ બતાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!