બિહારના એક કોરોન્ટાઇન સેન્ટરમાં 10 માણસ ખાય તેટલો ખોરાક આરોગી રહ્યો છે આ યુવક, જાણો રસપ્રદ માહિતી

કોરોનાના ભયના કારણે લોકો બીજા રાજ્યોમાંથી પોતાના રાજ્યોમાં પરત ફરી રહ્યા છે અને તકેદારીના ભાગરૂપે તેઓને કોરોન્ટાઇન સેન્ટર ખાતે પણ રાખવામાં આવે છે જ્યાં તેઓને ખાવા પીવા સહિતની સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવે છે.

દેશભરના અનેક કોરોન્ટાઇન સેન્ટર ખરાબ વ્યવસ્થાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર ચર્ચામાં રહ્યા છે ત્યારે બિહારના બક્સર ખાતેનું એક કોરોન્ટાઇન સેન્ટર એક અલગ કારણથી જ ચર્ચામાં આવ્યું છે. અસલમાં એહિં રાખવામાં આવેલ એક 21 વર્ષીય વ્યક્તિ તેનું મુખ્ય કારણ બન્યો છે.

image source

21 વર્ષના આ યુવકનું નામ અનુપ ઓઝા છે અને તેનો ખોરાક ભારે છે. કોરોન્ટાઇન સેન્ટરમાં રખાયેલા આ યુવકે એક દિવસ એક સાથે 85 લિટ્ટી એકલો જ ખાઈ જતા સેન્ટરના સંચાલકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું હતું. અનુપ ઓઝા માટે 40 જેટલી રોટી અને 10 – 20 પ્લેટ ચોખા ખાવા સાવ રમત વાત છે. એવું પણ નથી કે અનુપ ઓઝાને કોરોન્ટાઇન સેન્ટરનું જ ખાવાનું પસંદ આવી ગયું હોય અને એટલે જ તે આટલું બધું ખાવાનું ખાઈ રહ્યો હોય અનુપ પોતાના ઘરે પણ આટલો જ ખોરાક ખાય છે. અનુપ જ્યાં રહે છે ત્યાંના સ્થાનિકોના કહેવા મુજબ અનુપ એક દિવસ એક સાથે 100 જેટલા સમોસા પણ ખાઈ ગયો હતો.

માહિતી મુજબ અનુપ ઓઝા રાજસ્થાનમાં રહીને કામ કરતો હતો અને ત્યાંથી બિહાર પરત આવતા તેને અહીં બક્સરના કોરોન્ટાઇન સેન્ટર ખાતે રાખવામાં આવ્યો છે. આટલો ખોરાક હોવાથી અનુપના શરીરનું કદ ભારેખમ હોય તેવું પણ નથી. હાલ અનુપની કદ કાઠી સામાન્ય જ છે અને તેનો વજન પણ લગભગ 70 કિલો આસપાસ છે. મીડિયા અહેવાલો પ્રમાણે અનુપને પૂરતો ખોરાક આપવામાં કોરોન્ટાઇન સેન્ટરના સંચાલકોને કોઈ વાંધો નથી પરંતુ તેના માટે ખોરાક બનાવનારા રસોઈયાની હાલત ખરાબ થઇ જાય છે.

image source

અનુપ ફક્ત ખાધે જ રાખતો હોય તેવું પણ નથી પરંતુ તે અન્ય સામાન્ય લોકોની સરખામણીમાં કામ પણ વધુ કરે છે. લગભગ 5 – 6 માણસો મળીને જેટલું કામ કરી શકે તેટલું કામ એકલો અનુપ કરી દેખાડે છે. જયારે અનુપની આ હકીકત કોરોન્ટાઇન સેન્ટરના ઉપરી અધિકારીને જાણવા મળી તો તેઓ પણ અનુપની મુલાકાત લેવા કોરોન્ટાઇન સેન્ટર આવ્યા અને તેને સેન્ટરના સંચાલકોને અનુપને જેટલું ખાવાનું ઈચ્છે તેટલું પૂરું પાડવા આદેશ પણ કર્યા હતા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત