અનુપમા સિરિયલના ચાહકો માટે ખરાબ સમાચાર, શું હવે સિરિયલનું શૂટિંગ થશે ખરા? થયુ કંઇક એવું કે…

અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો કોરોનાની ચપેટમાં, લીડ એક્ટ્રેસ વગર શૂટિંગ થશે?

ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી રહેલો શો ‘અનુપમા’ (Anupamaa)ની લિડ એક્ટ્રેસ રૂપાલી ગાંગૂલી (Rupali Ganguly) પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રુપાલી ગાંગૂલી શોમાં લિડ ‘અનુપમા’નો રોલ અદા કરી રહી છે. એવામાં એક્ટ્રેસનો કોવિડ પોઝિટિવ આવ્યા પર શોની શૂટિંગ પર સંકટ આવી ગયો છે. દેશમાં જેમ જેમ કોરોનાના કેસ વધતા જાય છે તેમ લોકોમાં પણ ચિંતાનો માહોલ વધતો જાય છે.

image source

હાલમાં જ અનુપમા શોની લીડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. મહારાષ્ટ્ર અને મુંબઇમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે મનોરંજન જગતમાં એક બાદ એક સિતારા કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આલિયા ભટ્ટથી લઇને ફાતિમા સના શેખ જેવા સેલેબ્સ પણ કોરોનાથી બચી શક્યા નથી. અનુપમાની લીડ એક્ટ્રેસ રુપાલી પણ કોરોના સંક્રમિત થઇ ગઇ છે.

લીડ એક્ટ્રેસ રુપાલી

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


રુપાલી ગાંગુલી શોમાં લીડ એક્ટ્રેસ અનુપમાનુ પાત્ર ભજવી રહી છે. એક્ટ્રેસ કોરોના પોઝીટીવ આવી તે બાદથી શોના સેટ પર ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ શોમાં અનુપમાના દિકરાનો રોલ કરનાર પારસના પિતાના નિધનના સમાચાર સામે આવ્યા હતા જેથી તે શૂટિંગમાંથી ગાયબ હતો. હવે લીડ એક્ટ્રેસ કોરોના પોઝીટીવ આવી હોવાથી શૂટિંગ સંકટમાં આવી ગયુ છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

આ પહેલા અનુપમાના મોટા દિકરાનો રોલ કરનાર આશિષ મેહરોત્રા પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. જે બાદ તે વિદેશમાં છે તેવો ટ્રેક શોમાં લાવવામાં આવ્યો હતો. રુપાલીનો રિપોર્ટ આજે સવારે જ આવ્યો હતો અને તે પોઝીટીવ છે તેવી તેણે બધાને જાણ કરી હતી. રુપાલીને કોઇ જ લક્ષણ નથી. હવે તેની ટીમનો પણ ટેસ્ટ થશે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)


રૂપાલી ગાંગુલીને નથી કોઇ કોરોનાના લક્ષણ

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને કલાકાર સાથે સાથે અનુપમાન સીરિયલના કેટલા ક્રૂ મેંબર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને તેના લીધે સીરિયલનું શૂટિંગ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. રૂપાલી ગાંગુલીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની જાણકારી આપતાં કહ્યું કે તે ઘરમાં કોરોન્ટાઇન થઇ ગયા છે.

image source

તેમાં કોરોનાના એકદમ સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે એટલે કે તે લગભગ અસિમ્પટોમેટિક છે. પોતાની પોસ્ટમાં રૂપાલી ગાંગુલીએ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રોડક્શન હાઉસ તરફથી સાવધાની રાખતા હોવાછતાં તેમને કોરોના થયો છે. આ મુશ્કેલ સમયમાં તેમણે પોતાના ફેન્સને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.

image source

સુધાંશુ પાંડેએ પણ કરાવ્યો પોતાનો કોરોના ટેસ્ટ

સૂત્રોના જણાવ્યા અનુસાર સુધાંશુ પાંડેની તબિયત પણ ગત બે દિવસથી ખરાબ છે અને તેમને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જોકે તેમનો કોરોના રિપોર્ટ આજે (3 એપ્રિલ)ના રોજ આવશે. સેટ પર એક સ્પોટ બોય અને એક લાઇટમેન પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. સેટ પર કુલ મળીને 4 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગત મહિને એક્ટર પારસ કલનાવત (જે શોમાં અનુપમાના નાના પુત્રનું પાત્ર ભજવે છે) પણ કોરોના પોઝિટિવ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *