વિરાટ કોહલી બનવાનો છે પિતા? જાણો અનુષ્કા શર્માની પ્રેગનન્સીની આ તસવીરની હકીકત

શું અનુષ્કા ખરેખર માતા બનવાની છે, જાણો સોશિયલ મીડિયામાં ફરતી આ વાયરલ તસ્વીર વિશે

image source

એક તરફ કોરોના આખાય દેશને હંફાવી રહ્યો છે ત્યારે બોલીવુડ સેલેબ્રેટી અને એનેક પ્રકારના લોકોના વિવિધ સમાચાર સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ થોડા સમય પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કાના ઘરમાં નવા મહેમાન આવવાની ખબરો અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં અનુષ્કા અને કોહલી બેબી બમ્પ સાથે જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કોહલી અને અનુષ્કાએ ૧૧ ડીસેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતા.

અનુષ્કાની પ્રેગ્નેસીની તસવીરો વાયરલ થઇ રહી છે

image source

આપને જણાવી દઈએ કે વીતેલા કેટલાક સમયથી અનુષ્કા બોલીવુડમાં જોવા મળી રહી નથી અને એણે એક પણ ફિલ્મ સાઈન પણ કરી નથી. આવા સમયે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે એમના ઘરે નાનું મહેમાન આવવાનું છે. પાછળના બે કે ત્રણ દિવસથી અનુષ્કા શર્માની પ્રેગ્નેસીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. જ્યારે અમારી ટીમ દ્વારા આ તસ્વીર પાછળની હકીકત સમજવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો તો અમારી ટીમને આ તસવીરની સચ્ચાઈ વિશે કેટલીક માહિતી મળી હતી. આપને જણાવી દઈએ કે આ તસ્વીર ખોટી છે, અને આ તસ્વીરને કોઈકે એડિટ કરી છે.

આ ફોટો એડિટ કરવામાં આવ્યો છે : સચ્ચાઈ

image source

વાસ્તવમાં આ ફોટો ઘણો જુનો છે. આ ફોટોમાં જે કપલ દેખાય છે એ વાસ્તવમાં અનુષ્કા અને વિરાટ કોહલી નથી પણ જેનેલિયા અને રીતેશ દેશમુખ છે. જો કે કોઈકે આ તસ્વીરને એડિટ કરીને એમના ચહેરા બદલી નાખ્યા છે. આ ફોટોની ફેક્ટ ચેક દરમિયાન સામે આવ્યું હતું કે આ તસ્વીર ત્યારે લેવાઈ છે જ્યારે જેનેલિયા ગર્ભવતી હતી અને રીતેશ સાથે મળીને એમણે આ ફોટોશુટ કરાવ્યો હતો. જો કે ખબર ન હોય એને ખબર બનાવવા માટે કોઈકે આ તસ્વીરને એડિટ કરીને બંનેના ચહેરા બદલી દીધા હતા.

ખોટી ખબરોથી હું અચરજમાં મુકાઈ જાઉં છું

image source

જો કે આ તસવીરની સચ્ચાઈ જ્યારે સામે આવી ગઈ છે, તેમ છતાં અ અંગે અનુષ્કાને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આવા સમયે ફિલ્મ ફેરના ઈન્ટરવ્યું સમયે અનુષ્કાએ કેટલીક વાતો લોકો સમક્ષ કરી હતી. એમણે જણાવ્યું હતું કે આ પ્રકારે સોશિયલ મીડિયામાં આવતી ખોટી ખોટી ખબરો જોઇને હું અચરજમાં મુકાઈ જાઉં છું. અનુષ્કાએ કહ્યું હતું કે હવે જ્યારે તમે લગ્ન કરી લીધા છે તો લોકો પૂછવા લાગ્યા છે કે તમે પેટથી છો?

આવી વાતો નજર અંદાઝ કરવાનું પસંદ કરું છું

image source

ફિલ્મ ફેર એવોર્ડ સમયે જ્યારે એમને આ વાયરલ ખબર અંગે પૂછવામાં આવ્યું હતું, ત્યારે એમણે જણાવ્યું હતું કે એમને લગ્ન પછી પ્રેગ્નેંસી અંગે પૂછવામાં આવ્યું હતું, ડેટિંગ સમયે લગ્ન અંગે પૂછવામાં આવ્યું હતું. જો અભિનેત્રી ટ્રેન્ડના હિસાબે ઓવરસાઈઝ કપડા પહેરે, તો એ પ્રેગનેન્ટ છે. અનુષ્કાએ અંતમાં કહ્યું કે આવા પ્રકારની વાતોને હું નજર અંદાઝ કરવાનું વધારે પસંદ કરું છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત