Site icon News Gujarat

અનુષ્કા શર્માથી લઇને આ સ્ટાર્સ PM મોદીના છે ખાસ ફેન, જાણો આમાંથી કોની સાથે છે સૌથી વધારે દોસ્તી

દેશ અને દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડીને દેશને સાથે રાકીને આગળ વધનારા પીએમ મોદી અનેક દેશવાસીઓના મનમાં રાજ કરી રહ્યા છે. આ સમયે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી કઈ રીતે પાછળ રહી જાય. અહીંના અનેક સ્ટાર્સ પીએમ મોદીને ખૂબ જ પસંદ કરે છે અને તેમની નિર્ણય શક્તિની સાથે તેમના કામને પણ વખાણે છે. આજે આપણે વાત કરીશું એવા બોલિવૂડ સ્ટાર્સની જે પીએમ મોદીના ફેન છે. આ સિવાય તમને યાદ જ હશે અક્ષય કુમારે પીએમ મોદીએ લીધેલો ઈન્ટરવ્યુ. તો જાણો કયા એક્ટરને પીએમ મોદી સાથે ખાસ દોસ્તી છે.

અક્ષય કુમાર

image source

અક્ષય કુમાર આજકાલ અનેક દર્શકોના દિલ પર રાજ કરી રહ્યા છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરી રહી છે. અક્ષય કુમાર પોતે પણ પીએમ મોદીના ફેન છે અને એક નહીં અનેક અવસરે તેઓ તેમને મળી પણ ચૂક્યા છે. આ સાથે જ તેઓએ પીએમ મોદીનો એક ખાસ ઈન્ટરવ્યૂ પણ લીધો હતો તેના કારણે પણ તેઓ ખાસ ચર્ચામાં રહ્યા હતા.

સલમાન ખાન

image source

વોન્ટેડ, દબંગ, બોડીગાર્ડ, સુલ્તાન અને બજરંગી ભાઈજાન જેવી અનેક હિટ ફિલ્મો આપનારા બોલિવૂડના સલમાન ખાન એક ખાસ વ્યક્તિત્વ ધરાવે છે. આ દબંગ ખાન અને પીએમ મોદીની વચ્ચે ઘણી સારી દોસ્તી છે. અનેક અવસરે તેમને સાથે જોવા મળ્યા હોય તેવા કિસ્સા છે.

અનુષ્કા શર્મા

image source

બોલિવૂડની આ અભિનેત્રી એક ફિલ્મ નિર્માતા પણ છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે જાણીતું નામ છે. પોતાની અભિનયની કળાથી દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્તાન બનાવી ચૂકી છે. તેઓએ ફિલ્મોમાં અનેક રોલ કરીને માધ્યમથી પોતાને એક યોગ્ય કલાકારના રૂપમાં વ્યક્ત કરી છે. ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીની વાઈફ અનુષ્કા શર્મા પણ પીએમ મોદીની ફેન છે.

વિક્કી કૌશલ

image source

ઉરી દ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મથી જલ્દી જ નામ કમાઈને ખાસ્સી ઓળખ મેળવી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલના કિરદારને ખૂબ પસંદ કરાયો હતો. ફિલ્મના રીલિઝ થયા બાદ વિક્કી પીએમ મોદીની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ તેમના કામના વખાણ કર્યા હતા.

અમિતાભ બચ્ચન

image source

પૂર્વમાં ગુજરાતના મુખ્યમંત્રી રહેલા હાલના પીએમ મોદીએ એ સમયે બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચનની સાથે મુલાકાત કરી હતી. તેઓએ તેમને અમિતાભને ગુજરાત ટૂરિઝમને વધારો આપવા માટે આભાર માન્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version