Site icon News Gujarat

અનુષ્કાએ સ્ટોરીમાં શેર કરી બે સ્વેટી સેલ્ફી, સેલ્ફીમાં જોવા મળ્યો અનુષ્કાનો બદલાયેલો લુક

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી એક છે. જો કે તે થોડા સમયથી બોલિવૂડથી દૂર છે. તેણે ગર્ભાવસ્થાના કારણે બોલિવૂડમાંથી બ્રેક લીધો હતો અને હજુ પણ તે દીકરી વામિકા સાથે સમય પસાર કરી રહી છે. તે હાલ કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી. છેલ્લા ઘણા સમયથી તે પતિ વિરાટ કોહલી સાથે વિદેશ પ્રવાસે હતી અને હવે તે મુંબઈ પોતાના ઘરે પરત ફરી છે.

image socure

અનુષ્કા હાલ ફિલ્મોથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે અવારનવાર વિવિધ પોસ્ટ કરીને ચર્ચામાં રહે છે. અનુષ્કા શર્મા કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે પોતાના વ્યાવસાયિક અને પારિવારીક જીવનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આમ કરીને તે તેના ચાહકો સાથે સંપર્કમાં રહે છે.

image soucre

બુધવારે પણ તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જાણકારી આપી હતી કે તે મુંબઈ પરત ફરી છે. આ સાથે જ તેણે વર્કઆઉટ શેસન પછીની એક સેલ્ફી પણ શેર કરી છે. છેલ્લા થોડા સમયથી તે પતિ વિરાટ કોહલી અને પુત્રી વામિકા સાથે યુકેમાં હતી. ઘણા સમય બાદ તે મુંબઈ પરત આવી છે. અભિનેત્રીએ મુંબઈમાં તેના ઘરની બાલ્કનીમાંથી પોતાની એક સેલ્ફી શેર કરી અને લખ્યું છે- ‘સ્વેટી સેલ્ફી.’

image source

આ સેલ્ફીમાં અનુષ્કા બદલાયેલા લુકમાં જોવા મળી રહી છે. તેણે પોનીટેલ વડે તેના વાળ બાંધ્યા છે. તે સેલ્ફીમાં નિયોન ટોપમાં જોવા મળી રહી છે. આ ટોપ અને સ્ટાઈલમાં પણ તેની સુંદરતા જોવા મળી રહી છે. સેલ્ફીની સાથે તેણે મુંબઈની પણ એક સુંદર તસવીર શેર કરી છે. અભિનેત્રીના ચાહકો તેની આ સેલ્ફી પર અઢળક કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. અનુષ્કાની આ બંને તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

image source

લોકો કોમેન્ટ કરી કહી રહ્યા છે કે અનુષ્કાના ચહેરા પર વર્ક આઉટ બાદનો ગ્લો જોવા મળે છે. ગત જૂન મહિનાથી તે યુકેમાં હતી આ સમયે પણ તેણે તેના ઈંસ્ટાગ્રામ પર દીકરી વામિકા અને વિરાટ કોહલી સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. તેમણે વામિકાના 6 મહિનાનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીરો પણ શેર થયા બાદ વાયરલ થઈ હતી.

image source

મહત્વનું છે કે હાલ અનુષ્કા શર્મા જ નહીં વિરાટ કોહલી પણ ચર્ચામાં છે. તેણે તાજેતરમાં કેપ્ટનશીપ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

Exit mobile version