Site icon News Gujarat

લગ્ન બંધનમાં બંધાયા અનુષ્કા રંજન અને આદિત્ય સિલ, ઘણા બોલિવુડના કલાકારોએ આપી હાજરી

હાલ દેશભરમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં બોલિવૂડમાં પણ લગ્નને લઈને ભારે ધૂમ મચી રહી છે. રાજકુમાર રાવ અને પત્રલેખા બાદ હવે અનુષ્કા રંજન અને આદિત્ય સીલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આદિત્ય સિલ અને અનુષ્કા રંજનના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

image soucre

સામે આવેલા આ વીડિયોમાં અનુષ્કા રંજન પેસ્ટલ પર્પલ કલરનો લહેંગા પહેરેલી જોવા મળી હતી, જ્યારે આદિત્ય સિલે ક્રીમ કલરની શેરવાની પહેરેલો જોવા મળ્યો હતો. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં આદિત્ય સિલે અનુષ્કા રંજનનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. તો અન્ય એક વીડિયોમાં આદિત્ય તેના સરઘસમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આદિત્ય સિલ કારમાં લગ્ન સ્થળે પહોંચ્યો હતો, પરંતુ કારમાંથી નીચે ઉતરીને તેણે બારાતીઓ સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.

અનુષ્કા રંજન અને આદિત્ય સીલના આ ખાસ અવસર પર ઘણી સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. અભિનેત્રી આલિયા ભટ્ટે પણ તેની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કા રંજનના લગ્નમાં બહેન શાહીન ભટ્ટ સાથે હાજરી આપી હતી. આ દરમિયાન આલિયા ભટ્ટ પીળા રંગની સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો આથિયા શેટ્ટી પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી.

image soucre

આ સિવાય અનુષ્કા રંજનના મિત્રો ક્રિસ્ટલ ડિસોઝા અને વાણી કપૂરે પણ લગ્નમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વાણી કપૂરએ સફેદ રંગનો લહેંગો પહેર્યો હતો, જ્યારે ક્રિસ્ટલ ડિસોઝા પીચ રંગનો લહેંગા પહેરીને આવી હતી. આ પહેલા આલિયા ભટ્ટે આ કપલના સંગીત સેરેમનીમાં તેના મિત્રો સાથે સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો. આલિયા ભટ્ટેએ છલકા છલકા ગીત પર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
લગ્ન પછી આ કપલ જ્યારે પહેલીવાર એકસાથે મીડિયા સામે મળવા માટે પહોંચ્યા તો માંગમાં સિંદૂર લગાવેલી અનુષ્કા પર દરેકની નજર જાણે થંભી ગઈ હતી

અનુષ્કા રંજને ફિલ્મ વેડિંગ પુલાવથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે શાહિદ કપૂરની બત્તી ગુલ મીટર ચાલુમાં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. તો, આદિત્ય સીલ ઈન્દુ કી જવાની, સ્ટુડન્ટ ઑફ ધ યર 2 અને તુમ બિન 2 માં દેખાયો છે. આ સિવાય અનુષ્કા અને આદિત્ય વેબ સિરીઝ ફિતરતમાં સાથે કામ કરી ચૂક્યા છે

Exit mobile version