મા બન્યાના 2 મહિના બાદ કરીનાની જેમ અનુષ્કા પણ જોવા મળી સેટ પર, પોતે આપેલું વચન ન નિભાવી શકી!

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021એ એક સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના નામ પરથી તેમની દીકરીનુ નામ વામિકા રાખવામા આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. મા બન્યા પછી અનુષ્કા શર્મા હવે ફરી તેના કામ પર પાછી ફરતી જોવા મળી હતી. અભિનેત્રી અનુષ્કા શર્મા 31 માર્ચે સેટ પર પરત ફરી હતી. આ સાથે તેનો એક થ્રોબેક વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે સિમી ગ્રેવાલ સાથે વાતચીત કરી રહી છે તેવુ જોવા મળી રહ્યુ હતુ.

image soucre

આ વાતચીતમાં જ્યારે સિમીએ અનુષ્કાને પૂછ્યું કે શું લગ્ન તેમના માટે મહત્વપૂર્ણ છે. આ માટે અનુષ્કાએ જવાબ આપતા જણાવ્યુ હતુ કે, ‘હા લગ્નનુ ખૂબ મહત્વ હોય છે, મારે લગ્ન કરવાં છે. મારે સંતાન પણ જોઈએ છે અને હું લગ્ન કરી લઈશ એ પછી કદાચ કામ પણ નહીં કરું.

 

View this post on Instagram

 

A post shared by Anushka Sharma (@anushkasharma5021)

તાજેતરમાં જ અનુષ્કા શર્માના ફોટા સામે આવ્યા છે જેમાં તે પોતાની વેનિટી વેનમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. આ ફોટામાં અનુષ્કા શર્મા વ્હાઇટ કલરની ટોપ અને ડેનિમ જિન્સમાં જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ અભિનેત્રી અનુષ્કા શર્મા એક જાહેરાતનું શૂટિંગ કરતી જોવા મળી હતી. આ સાથે જાણવા મળી રહ્યુ છે કે તે નિર્ધારિત કરેલા સમયના બે મહિના પહેલા જ જાહેરાત શૂટ કરવા માટે પહોંચી ગઈ હતી.

image socure

અનુષ્કા શર્માના છેલ્લા થોડા સમયના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે લાંબા સમયથી મોટા પડદાથી દૂર જ જોવા મળી હતી. આ સાથે તે ફરી કઇ ફિલ્મ પર આવશે તે અંગે પણ કોઈ ખાસ માહિતી હતી નહી. મળતી માહિતી મુજબ તે છેલ્લે શાહરૂખ ખાન સાથે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી. અભિનય ઉપરાંત તે ગયા વર્ષે નિર્માતા તરીકે ઓટીટી પ્લેટફોર્મ પર પણ જોવા મળી હતી. તેણે એમેજોન પ્રાઈમ વીડિયો પર ‘પાતાલ લોક’ અને નેટફ્લિક્સ પર ‘બુલબુલ’ ને પ્રોડ્યૂસ કરતી જોવા મળી હતી. જાણવા મળી રહ્યુ હતુ કે અનુષ્કા શર્મા મે મહિનાથી કામ શરૂ કરવાની હતી પરંતુ બુધવારે તેને અચાનક જ સ્ટુડિયો પર જોવામા આવતા સૌ નવાઇ પામ્યા હતા.

image socure

મળતી માહિતી મુજબ આગામી થોડા દિવસ સુધી અનુષ્કા શર્મા કોમર્શિયલ (એડ) માટે બેક ટુ બેક શૂટિંગ કરશે. તેનું લક્ષ્ય છે કે આ દિવસો દરમિયાન તે વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે પર્ફેક્ટ બેલેન્સ કેળવી લે અને આ સાથે જ પોતાની દીકરીનું પણ ધ્યાન રાખે. આ અગાઉ બીજા દીકરાને જન્મ આપ્યાના એક મહિના બાદ કરીનાએ પણ એડ અને એક શોના એપિસોડનું શૂટિંગ કર્યું હોવાનુ સામે આવ્યુ હતુ તો હવે અનુષ્કા પણ બેબોના પગલે ચાલી રહી છે તેવુ લાગી રહ્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *