Site icon News Gujarat

દીકરી વામિકાની સારસંભાળ પછી આવી રીતે વર્કઆઉટ માટે સમય કાઢે છે અનુષ્કા શર્મા, સામે આવી એક સેલ્ફી.

બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલના દિવસોમાં એમના પતિ વિરાટ કોહલી સાથે સાઉથેમ્પટનમાં છે. એમની સાથે એમની દીકરી વામિકા પણ છે. એમને હાલમાં જ ઇંગ્લેન્ડથી અમુક ફોટા અને વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. હાલમાં જ એમને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વર્કઆઉટનો એક ફોટો શેર કર્યો છે. અનુષ્કા શર્માએ પોતાના ફેન્સ સાથે વર્કઆઉટ રૂટિન દરમિયાન પાડેલી એક સેલ્ફી શેર કરી છે. ફેન્સને એમનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કરતા કેપ્સનમાં લખ્યું છે કે સ્ટીલિંગ વર્કઆઉટ. એમને આ ફોટાને ફલેક્સ્ડ બાઇસએપ્સ, મધર બેબી અને બટરફલાય ઇમોજી સાથે શેર કર્યો છે.

image source

આ ફોટાના અનુષ્કા શર્મા બ્લેક કલરના એથ્લેટર સેટમાં દેખાઈ રહી છે. એમના વાળ પાછળથી બંધાયેલા હતા. એમને પોતાના જિમ લુકને ગોલ્ડન હુપ ઈયરરિંગસથી કમ્પ્લીટ કર્યો હતો. અનુષ્કા શર્માએ એક ફેસ માસ્ક પણ પહેર્યું હતું. કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે અનુષ્કા શર્માએ ફેસ માસ્કનો પણ ઉપયોગ કર્યો છે.

એમના ફેન્સ આ ફોટોને ખૂબ જ શેર કરી રહ્યા છે. અનુષ્કા સમર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. એવામાં એ ફિટનેસનું ખાસ ધ્યાન રાખી રહી છે. એ માતા બન્યા પછી પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે.

અનુષ્કા શર્મા પોતાના શાનદાર ફિગરથી હાલ પણ લોકોને કાયલ કરી રહી છે. જો કે એ માટે એમને ઘણી મહેનત કરવી પડે છે. ખુદને ફિટ રાખવા માટે અનુષ્કા શર્મા હેવી એક્સરસાઇઝ, યોગ અને ડાયટિંગ પણ કરે છે. અનુષ્કા શર્માને યોગા કરવા ખૂબ જ ગમે છે. પોતાને એનર્જેટિક અને ફિટ રાખવા માટે અનુષ્કા શર્મા નિય5 રીતે યોગ કરે છે. યોગ એમને આખો દિવસ કામ કરવાની એનર્જી આપે છે.

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ પ્રેગ્નન્સીમાં પણ છેલ્લાં દિવસો સુધી વર્કઆઉટ કર્યું હતું. અનુષ્કાએ ટ્રેડમિલ પર ચાલતી હોય તેવો વીડિયો પણ શૅર કર્યો હતો. આ પહેલાં તેણે વિરાટ કોહલીની મદદથી શીર્ષાસન કર્યું હોય તેવી પોસ્ટ પણ શૅર કરી હતી.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ અનુષ્કા છેલ્લે શાહરુખ ખાન અને કેટરીના કૈફ સ્ટારર ‘ઝીરો’ ફિલ્મમાં દેખાઈ હતી. ત્યારબાદ તેણે કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. પ્રોડ્યુસર તરીકે અનુષ્કા શર્માએ ગયા વર્ષે વેબસિરીઝ ‘પાતાલ લોક’, ડિજિટલી રિલીઝ થયેલી ફિલ્મ ‘બુલબુલ’ પ્રોડ્યુસ કરી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version