પાઘડી બાંધીને મોઢું સંતાડતો વિરાટ કોહલી, શુ પત્ની અનુષ્કા શર્મા સાથે કરશે કોઈ નવા પ્રોજેકટમાં કામ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ગુરુવારે મુંબઈના મહેબૂબ સ્ટુડિયોની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી શીખની પાઘડીમાં જોવા મળ્યો હતો.વિરાટ સ્ટુડિયોની બહાર માહરૂન કલરની પાઘડીમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે માસ્ક વડે પોતાનો ચહેરો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘણા પ્રયત્નો બાદ પણ તે કેમેરાની નજરથી બચી શક્યો ન હતો. રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન તેની પત્ની અનુષ્કા શર્મા પણ સ્ટુડિયોમાં હાજર હતી. તેવી અટકળો લગાવવામાં આવી રહી છે કે વિરાટ અને અનુષ્કા ફરી એકવાર નવી જાહેરાતમાં દેખાઈ શકે છે અને આના શૂટિંગ માટે બંને અહીં પહોંચ્યા હતા

image soucre

આ પહેલા પણ વિરાટ કોહલીનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે બ્લેક પાઘડી, સાદા ગુલાબી શર્ટમાં જોવા મળ્યો હતો. તે જ સમયે, અનુષ્કા શર્માએ સેટ પર હળવા ગુલાબી રંગનો કોટન કુર્તો પહેર્યો હતો અને સફેદ માસ્ક પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા ‘વિરુષ્કા’ એક ફેમસ ગારમેન્ટ બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ટસ્કનીમાં થયા હતા. આ કપલે બાદમાં ભારતમાં મુંબઈ અને બેંગ્લોરમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ પધારી હતી.

virat kohli turbanator look viral on social media during ipl
image soucre

લગ્નના 3 વર્ષ બાદ અનુષ્કા-વિરાટ એક પુત્રીના પિતા બન્યા. અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી 2021ના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ પર વિરાટ કોહલીએ ટ્વીટ કરીને લખ્યું- અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા ઘરે દીકરીનો જન્મ થયો છે. અમે ભાગ્યશાળી છીએ કે અમને આ જીવનનો આ અધ્યાય અનુભવવા મળ્યો. તમને જણાવી દઈએ કે અનુષ્કા-વિરાટની પુત્રીનું નામ ‘વામિકા’ રાખવામાં આવ્યું છે, જેમાં વિરાટના નામનો પ્રારંભિક અક્ષર ‘V’ અને અનુષ્કાના નામનો છેલ્લો અક્ષર ‘K’ ઉમેરીને રાખવામાં આવ્યું છે. વામિકા એ દુર્ગાજીનું એક નામ છે. આ નામ ભગવાન શિવ અને પાર્વતીનું મિશ્ર સ્વરૂપ પણ માનવામાં આવે છે.

image socure

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. હાલમાં તેની પાસે કોઈ ફિલ્મની ઓફર નથી. અનુષ્કાએ રબ ને બના દી જોડી, બેન્ડ બાજા બારાત, પીકે, સુલતાન, એ દિલ હૈ મુશ્કિલ, જબ તક હૈ જાન, લેડીઝ Vs રિકી બહલ, દિલ ધડકને દો, NH10, સંજુ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.