5 રાજયોમાં કોરોના કહેર વધતાં મૃત્યુદરમાં પણ થયો આટલો મોટો વધારો

દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર સતત વધી કહ્યો છે ત્યારે એક્ટિવ કેસમાં 62 ટકા કેસ 5 રાજ્યોમાં જોવા મળે છે જેમાં મહારાષ્ટ્ર મોખરે છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતિથી સ્પષ્ટ થાય છે કે દેશમાં તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 62 ટકાથી વધારે એક્ટિવ કેસ છે. અત્યાર સુધી થયેલા કુલ મોતમાં 70 ટકા મોત દિલ્હી, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે ભારતમાં ગઈકાલે 1 દિવસમાં સૌથી વધુ કેસ આવ્યા હતા. 83883 નવા કેસની સાથે સંક્રમિતોની સંખ્યા કાલે 38 લાખને પાર થઈ હતી. અત્યારસુધીમાં 29,70,492 દર્દીઓ રિકવરી પામ્યા છે અને સાથે જ સ્વસ્થ થનારા લોકોનો દર 77 ટકાને પાર પહોંચ્યો છે.

પ્રતિ દસ લાખની આબાદી પર કેસ ઘટ્યા

image source

રાજેશ ભૂષણનું કહેવું છે કે દુનિયાના અન્ય દેશોની તુલના કરાય તો પ્રતિ 10 લાખની જનસંખ્યા પર ભારતમાં ઓછા કેસ છે.અહીં મૃત્યુદર પણ ઓછો છે. દસ લાખ લોકોમાં 49 લોકોના મોત થઈ રહ્યા છે. સરકારે ઈકોનોમી ખોલવા માટે ગ્રેડેડ રીત અપનાવી છે. આ સાથે ટેસ્ટિંગના દર પણ વધાર્યા છે. ક્લિનિકલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માટે સ્પષ્ટ ગાઈડલાઈન તૈયાર થઈ છે.

image source

રાજેશ ભૂષણનું કહેવું છે કે 5 રાજ્યોમાં દેશના 62 ટકા કેસ આવ્યા છે. પરંતુ ગયા અઠવાડિયે આ રાજ્યોમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આંધ્રપ્રદેશમાં 13ય7 ટકા, કર્ણાટકમાં 16.1 ટકા, મહારાષ્ટ્રમાં 6.8 ટકા, તમિલનાડુમાં 23.9 ટકા અને ઉત્તરપ્રદેશમાં 17.1 ટકા એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

image source

આંધ્રપ્રદેશમાં ગયા અઠવાડિયે કોરોનાથી થતા મોતમાં 4.5 ટકા, મહારાષ્ટ્રમાં 11.5 ટકા અને તમિલનાડુમાં 18.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક અને દિલ્હીમાં કોરોનાથી થતા મોતમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં રોજની સરેરાશના 50 ટકા મોતમાં વધારો થયો છે તો કર્ણાટકમાં તે 9.6 ટકાનો વધારો નોંધાયો છે.

image source

મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસમાં 7 ટકાનો થયો ઘટાડો

મહારાષ્ટ્રની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્રમાં છેલ્લા 3 અઠવાડિયામાં એક્ટિવ કેસમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત