Site icon News Gujarat

આ પરીક્ષાને માનવામાં આવે છે વિશ્વની સૌથી અઘરી પરીક્ષા, આંખે પાટા બાંધીને કરવામાં આવે છે આ ટેસ્ટ

પરીક્ષાઓ પછી હવે પરિણામની મોસમ આવી છે. વિદ્યાર્થીઓ છેવાડાના વિસ્તારોમાં રહીને ઓછી સુવિધામાં તૈયારી કરીને ટોપ કરતા જોવા મળે છે. આ દરમિયાન ચાલો આજે વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા વિશે થોડી માહિતી મેળવીએ. જો કે વિશ્વમાં એક કરતા વધુ મુશ્કેલ પરીક્ષાઓ છે, પરંતુ માસ્ટર સોમેલિયર ડિપ્લોમા પરીક્ષા આ વર્ગમાં ટોચ પર આવે છે. ચાર તબક્કામાં યોજાનારી આ પરીક્ષાના છેલ્લા તબક્કામાં પરીક્ષાર્થીએ દારૂ સુંઘીને જણાવવું પડે છે કે તે ક્યાંનો છે અને કેટલા વર્ષો પહેલા તે બનાવવામાં આવ્યો હતો. આમાં સામાન્ય રીતે પરીક્ષામાં બેસનારા તમામ ઉમેદવારો નિષ્ફળ જાય છે.

પરીક્ષા ક્યારે શરૂ થઈ હતી

image source

વર્ષ 1977માં શરાબના શોખીનોએ મળીને એક સંસ્થા બનાવી હતી, જેને કોર્ટ ઓફ માસ્ટર સોમલીયર (CMS) નામ આપવામાં આવ્યું. આનો ઉદ્દેશ્ય હતો કે દારૂના શોખીનોને પરોશનાર એવુ મિશ્રણ કરીને આપે કે તેમની મજા વધી જાય. તેમા એ વાતની ટ્રેનિંગ પણ સામેલ હતી કે કયા પ્રકારનાં આલ્કોહોલ સાથે કઇ ખાદ્ય ચીજો શ્રેષ્ઠ રહેશે. જો કે આ પહેલા, લંડનમાં 1969માં પ્રથમ માસ્ટર સ્મોલિયર પરીક્ષા લેવામાં આવી હતી. બાદમાં, તેને એક સંસ્થાનું રૂપ આપીને પરીક્ષા વધુ વ્યવસ્થિત રીતે શરૂ થઈ.

image source

આ વાઇન પ્રોફેશનલને આપવામાં આવેલી ટર્મ છે. ખૂબ જ પોશ હોટલ અને રેસ્ટોરાંમાં વાઇન પ્રોફેશનલ છે જે ગ્રાહકોને ઉત્તમ વાઇન મિશ્રણ પ્રદાન કરે છે. ઉપરાંત, તેઓ એ પણ જાણે છે કે કયા ખોરાકને કયા વાઇન સાથે ખાવું સારું રહેશે. આને વાઇન એન્ડ ફૂડ ફેયરિગ કહે છે. સોમેલિયરનો ક્રમ એ એક મામૂલી બાબત નથી, પરંતુ સ્ટાર હોટલોમાં તે રસોઇયા chef de cuisine એટલે કે ગ્રાન્ડ રસોઇયાની સમકક્ષ પદ હોય છે. આમ તો તેઓને થોડી તાલીમ સાથે જ હોટેલમાં વાઇન પ્રોફેશનલ રાખવામાં આવે છે પરંતુ હકીકતમાં તેની એક સંપૂર્ણ પરીક્ષા હોય છે જે વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા હોવાનું કહેવાય છે. તેને પાસ કરવા વાળા એટલા ઓછા હોય છે કે તેની ગણતરી પણ કરી શકાય છે.

કેવી હોય પરીક્ષા

image source

ચાર તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે. પ્રથમ તબક્કો ઈટ્રોડક્ટરી હોય છે. આમાં એવો કોઈપણ વ્યક્તિ સામેલ હોઈ શકે છે જેને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં થોડા વર્ષોનો અનુભવ હોય. આ માટે પ્રથમ બે દિવસ અભ્યાસ કરાવવામાં આવે છે. આ પછી મલ્ટીચોઇસ પરીક્ષા હોય છે. તેમા શરાબ બનાવવા, દ્રાક્ષ અને સફરજનની જાત, વાઇન અને ખાદ્યની જોડી બનાવવા વિશે પ્રશ્નો હોય છે. પરંતુ જ્યારે તમે આ તબક્કો પસાર કરો છો, ત્યારે સોમેલિયરનું બિરુદ મળતું નથી, પરંતુ ફક્ત પ્રારંભિક સોમેલિયર કહેવામાં આવે છે.

આ છે બીજો તબક્કો

બીજા તબક્કામાં સર્ટિફાઈડ સોમેલિયર્સ માટેની પરીક્ષા હોય છે. આ તબક્કો તેમના માટે છે જેઓ અગાઉની પરીક્ષા પાસ કરી ચુક્યા છે અને હવે તેઓ એડવાંસ તબક્કાનું પ્રમાણપત્ર મેળવવા માટે પોતાને તૈયાર માને છે. આ પરીક્ષાના ઘણા ભાગો પણ છે. લેખિત પરીક્ષા ઉપરાંત, આંખે પર પાટા બાંધીને વાઇનને સુઘીને તેનો સ્વાદ, તેને બનાવવાનો સમય, કઈ દ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવી છે અને તે કયા રંગની છે તે જણાવવાનું હોય છે. તેમાં ચાર પ્રકારની વાઇન સાથે બ્લાઈંડ ટેસ્ટ થાય છે. આ તબક્કામાં ભાગ લેનારને સર્ટિફાઈડ સોમેલિયર કહેવામાં આવે છે અને લગભગ 66% લોકો આ પરીક્ષામાં પાસ થાય છે.

image source

એક ચરણ છે એડવાંસ સોમેલિયર

પ્રથમ બે ચરણ પાસ કરેલો વ્યક્તિ જ તેમા આવી શકે છે. આ પરીક્ષા અમેરિકામાં વર્ષમાં બે વાર થાય છે. યુરોપમાં આ પરીક્ષા પાંચ દિવસ સુધી ચાલે છે. તેમાં લેખિત પરીક્ષા હોય છે, જેમાં 60 પ્રશ્નો હોય છે. આ પછી વાઇન ટેસ્ટિંગ આવે છે. આમાં, આંખો પર પટ્ટી બાંધીને 25 મિનિટમાં 6 પ્રકારની વાઈન વિશે વિવિધ વસ્તુઓ કહેવાની રહેશે.

છેલ્લો તબક્કો માસ્ટર સોમેલિયર ટેસ્ટ

આમાં ફક્ત તે જ લોકોનો સમાવેશ થઈ શકે છે જેમણે ત્રણેય તબક્કાઓ પસાર કર્યા હોય, જેમને હોટલ ઉદ્યોગમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ હોય. આ ઉપરાંત તેમાં બેસવા માટે તમે પોતે પરીક્ષાનું ફોર્મ નથી ભરી શકતા, પરંતુ આ માટે, ઉપર બેઠેલા લોકો તમને રિકમંડ કરશે, તો જ તમે તેના ભાગ બની શકો છો.

image source

શું છે શરાબ દર્શન

આમાં દુનિયાભરની વાઇન અને કોકટેલ બધાની વાત હોય છે. અહિયા સુધીને દારૂની ફિલોસોફી અંગે પણ પ્રશ્નો હોય છે. આ પરીક્ષા એટલી મુશ્કેલ માનવામાં આવે છે કે તે વિવિધ ટુકડાઓમાં ત્રણ વર્ષ સુધી ચાલી શકે છે. ઘણા લોકો ડઝનેક વખત આ પરીક્ષા આપે છે. એટલે કે, લગભગ તેમનું આખું જીવન અને છતા પણ તેઓ તેને પાસ કરી શકતા નથી. આજ સુધીમાં ફક્ત 9 લોકો જ પ્રથમ પ્રયાસે પાસ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version