ધડાધડ વધી રહ્યા છે કોરોનાના કેસ: આ પરિસ્થિતિમાં ખાસ જાણી લો કેવું હોવું જોઇએ તમારું માસ્ક, જાણો આ વિશે શું કહે છે રિસર્ચ

દેશભરમાં કોરોના વાયરસ ચેપની બેકાબૂ ગતિ હેઠળ, માસ્ક રોગચાળાને રોકવામાં અત્યંત અસરકારક માનવામાં આવે છે. દિલ્હી હાઈકોર્ટે પણ માસ્કને ‘સુરક્ષા કવચ’ ગણાવ્યું છે અને કહ્યું છે કે માસ્ક રોગચાળા દરમિયાન લાખો લોકોના જીવ બચાવે છે. જે વ્યક્તિ માસ્ક પેહરે છે, માસ્ક તે વ્યક્તિનું રક્ષણ કરે છે, સાથે તે વ્યક્તિ સાથે સંપર્કમાં આવતા અન્ય લોકોને પણ આ ચેપથી બચાવે છે.

image source

વૈજ્ઞાનિકો દ્વારા આ સંદર્ભે સંશોધન પણ નોંધવામાં આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે મલ્ટિ-લેયર્ડ યોગ્ય રીતે તૈયાર માસ્ક ચેપના પ્રસારને 96 ટકા સુધી ઘટાડી શકે છે. નિષ્ણાતોના મતે, યોગ્ય સ્તરોથી અને યોગ્ય રીતે બનાવટ થયેલું માસ્ક પહેરેલા વ્યક્તિના 84 ટકા કણોને અટકાવે છે અને સામેના વ્યક્તિના કણોને પણ આપણા સુધી પોહ્ચ્તા અટકાવે છે.

માસ્ક વાયરસના ફેલાવાને અસર કરી શકે છે

image source

નિષ્ણાતોના મતે, જો બે લોકો આવા માસ્ક પહેરે છે, તો તેઓ ચેપના ફેલાવાને 96 ટકા સુધી અટકાવી શકશે. પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, માસ્ક કેટલું ઉત્તમ છે, એ તેને બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેના પર આધારિત છે, તેમાં કેવા પ્રકારની કડકતા છે. જો માસ્ક યોગ્ય રીતે બનાવવામાં આવે છે અને તેમાં યોગ્ય સ્તર મુકવામાં આવે છે, તો તે વાયરસના ફેલાવાને ઘટાડે છે.

આ અધ્યયનમાં, વિવિધ પ્રકારના પદાર્થોમાંથી બહાર આવતા ખૂબ જ નાના કણોની અસરને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક સંશોધનકારના જણાવ્યા અનુસાર, માઇક્રોસ્કોપિક કણો ઘણા કલાકો અને ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે. તે હવાના પ્રવાહ પર પણ આધારિત છે. આવી સ્થિતિમાં, જો કોઈ રૂમમાં હવાના અવર-જવરની યોગ્ય વ્યવસ્થા ન હોય, તો તે નાના કણો રૂમમાં લાંબા સમય સુધી રહી શકે છે.

image source

બીજા સંશોધનથી એ પણ દર્શાવવામાં આવ્યું છે કે કોવિડ -19 ના ફેલાવાને રોકવામાં સામાજિક અંતર કરતાં માસ્ક વધુ અસરકારક છે. પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, જો તમે માસ્ક પહેરો છો અને આ માસ્ક યોગ્ય રીતે બનાવવામાં આવ્યું છે અને જો તેને યોગ્ય રીતે પહેરવામાં આવે છે, તો હવાના પરિભ્રમણને રોકવા માટે છ ફૂટનું અંતર ખૂબ મહત્વનું નથી. તેથી સામાજિક અંતર કરતા પણ માસ્ક વધુ જરૂરી છે.

માસ્ક કોરોના વાયરસના કણો તમારામાં આવતા રોકે છે અને તમારા કણો બીજી વ્યક્તિમાં ફેલાતા અટકાવે છે. માસ્ક કોરોના વાયરસ સાથે હવામાં ફેલાતું ખરાબ પ્રદુષણ, ઝેરી ગેસ જેવા ઝેરી તત્વોને પણ આપણી પાસે આવતા રોકે છે. તેથી માસ્ક માત્ર કોરોનાને અટકાવવા જ નથી, પરંતુ અન્ય રોગો અને અન્ય ઝેરી પદાર્થોને પણ આપણી પાસે આવતા અટકાવે છે. તેથી માસ્ક દરેક માટે અને દરેક સ્થળ પર ખુબ જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!