જોઇ લો અંદરની તસવીરમાં, કેવી રીતે શૂટ થશે કોરોના કાળમાં ઇન્ટિમેટ સીન

કોરોનાના ડર વચ્ચે આવી રીતે શૂટ થશે ઇન્ટિમેટ સીન, સામે આવ્યો પહેલો ફોટો.

કોરોના વાયરસનો કહેર હવે ફિલ્મોના ઇન્ટિમેટ સીનમાં પણ જોવા મળશે.

image source

કોરોના વાયરસના કહેર સામે આખો દેશ ઝઝુમી રહ્યો છે. હવે આ વાયરસની અસર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. હવે ફિલ્મોની શૂટિંગ માટે પણ કેટલીક ગાઈડ લાઇન્સ જાહેર કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઈઝેશન અને માસ્કની સાથે સાથે લોકોની સંખ્યા પર પણ નિયંત્રણ મુકવામાં આવ્યું છે. એવા સમયમાં ફિલ્મ મેકર્સ માટે સૌથી મોટી ચિંતા એ હશે કે નવા સિનેમા યુગનો ટ્રેન્ડ બની ચૂકેલા ઇન્ટિમેટ સીન હવે કેવી રીતે શૂટ થશે. સોશિયલ ડિસ્ટનસિંગના કારણે કિસની વાત તો દૂર હવે તો નજીક આવવું પણ જોખમ ભરેલું છે. આ ચર્ચાઓ વચ્ચે જ હાલમાં જ અભિનેતા અપારશક્તિ ખુરાનાએ એક ફોટો શેર કરતા જણાવ્યું છે કે કોરોનાના આ સમયમાં ફિલ્મોમાં ઇન્ટિમેટ સીન કેવી રીતે શૂટ થશે.

 

View this post on Instagram

 

A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana) on

લોકડાઉન પછી મળેલી છૂટછાટ પછી હવે ફિલ્મોના શૂટિંગ શુરું થવા જઈ રહ્યું છે. પણ સવાલ એ થઈ રહ્યો છે કે નવી ગાઈડ લાઇન્સ પ્રમાણે વધારે ભીડ ભાડ વાળા સીન અને ખાસ કરીને રોમેન્ટિક સીન કેવી રીતે શૂટ કરી શકાય. આ વચ્ચે અપારશક્તિએ એક ફોટો શેર કરી લોકોને મનમાં ઉઠી રહેલા આ સવાલોનો જવાબ આપ્યો છે. એમને પોતાની અપકમિંગ ફિલ્મના એક ઇન્ટિમેટ સીનનો ફોટો શેર કરતા જણાવ્યું છે કે કેવી રીતે શૂટ થશે.

 

View this post on Instagram

 

A post shared by Aparshakti Khurana (@aparshakti_khurana) on

અપારશક્તિની નવી ફિલ્મ હેલમેટને રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં એની સાથે અભિનેતા મોહનીશ બહલની દીકરી પ્રનુતન બહલ પણ જોવા મળશે. અપારશક્તિએ જે ફોટો શેર કર્યો છે એમાં પ્રનુતન પણ દેખાઈ રહી છે. આ પોસ્ટમાં 2 ફોટા છે એકમાં નોર્મલ ઇન્ટિમેટ સીન છે અને બીજામાં બન્ને કલાકારોના ચહેરા પર ફેસ શિલ્ડ લગાવેલું છે. એટલે કે અપારશક્તિનું માનવું છે કે હે ઇન્ટિમેટ સીન ફેશ શિલ્ડ લગાવીને શૂટ કરવામાં આવશે. જોકે આ તો ફક્ત અપારશક્તિનો મજાક હતો પણ ઇન્ટિમેટ સીનને લઈને સમસ્યા તો ઉભી જ છે.

image source

જોકે પોતાની ફિલ્મને લઈને અપારશક્તિ નિશ્ચિન્ત છે, કેમ? એ એમને ફોટોના કેપ્સનમાં જણાવ્યું છે.ઇન્સ્ટાગ્રામ પર આ ફોટાને શેર કરતા અપારશક્તિએ લખ્યું છે કે “સારું થયું કે ફિલ્મનો આ સીન કોરોનાના આવતા પહેલા શૂટ કરી લેવામાં આવ્યો હતો. જો આ આજના સમયમાં શૂટ થયો હોત તો અમને પ્રોટેક્શનની જરૂર ચોક્કસ પડતી. પ્રોટેક્શનનો અર્થ માસ્ક છે” તમને જણાવી દઈએ કે અપારશક્તિ ખુરાના, પ્રનુતન બહલ, આશિષ વર્મા અને અભિષેક બેનર્જી સ્ટારર ફિલ્મ હેલમેટનું નિર્દેશન સતરામ રમાનીએ કર્યું છે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત