ભારતીયોના નામે છે આવા અજીબોગરીબ અને રમુજી ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, તસવીરો જોઇને હસી-હસીને દુખી જશે ગલોફાં

ભારતના લોકોએ બનાવ્યા છે આવા અજીબોગરીબ વર્લ્ડ રેકોર્ડ, નંબર 9 વાંચીને તો તમે ચક્કર ખાઈ જશો.

આપણે ભારતીય આજે કોઈપણ ક્ષેત્રમાં કોઈનાથી જરાય પાછા પડીએ તેમ નથી. આપણને રેકોર્ડ બનાવવો ખૂબ જ ગમે છે. જો વાત ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની કરવામાં આવે તો આપણે એના પર રાજ કરીએ છીએ. ભારતના લોકોના નામે ઘણા બધા ખૂબ જ રસપ્રદ અને અજીબોગરીબ રેકોર્ડ છે, જેમાંથી અમુક વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

1. સૌથી મોટો લાડુ.

image source

વિશ્વનો સૌથી મોટો લાડવો બનાવવાનો રેકોર્ડ ભારતીયોના નામે છે. સૌથી મોટો લાડુ બનાવવાનો રેકોર્ડ આંધ્રપ્રદેશના પીવીવીએસ મલ્લિકાર્જુન રાવે બનાવ્યો છે. આ લાડુનું વજન 29, 465 કિલોગ્રામ હતું.

2. સૌથી મોટી રોટલી

image source

સૌથી મોટી રોટલી બનાવવાનો રેકોર્ડ પણ એક ભારતીયના નામે જ છે. આ રેકોર્ડ જામનગરના દગડું શેઠના નામે છે, એમને આ ખાસ રેકોર્ડ ગણપતિ સાર્વજનિક મહોત્સવના અવસર પર બનાવ્યો હતો. આ રોટલીનું વજન 145 કિલોગ્રામ હતું.

3. સૌથી મોટી બિરયાની.

image source

ખાવા પીવાના શોખ કરવાની બાબતમાં ભારતના લોકોને કોઈ પહોંચી શકે તેમ નથી. ભારતના 60 સેફે મળીને 1200 કિલોગ્રામની બિરયાની બનાવી હતી. આ રેકોર્ડને આજ સુધી કોઈ તોડી નથી શક્યું.

4. વિશ્વની સૌથી મોટી પાઘડી

image source

દુનિયાની સૌથી મોટી પાઘડી પહેરવાનો રેકોર્ડ પંજાબના પટિયાલાના અવતાર સિંહ મોનીના નામ પર છે. અવતાર સિંહની આ ખાસ પાઘડીની લંબાઈ 645 મીટર અને વજન લગભગ 45 કિલો છે જેને પહેરવા માટે લગભગ 6 કલાક લાગ્યા હતા.

5. વિશ્વની સૌથી નાની મહિલા.

image source

નાગપુરમાં રહેતી જ્યોતિ આમગે વિશ્વની સૌથી નાની લેડી છે. જ્યોતિની લંબાઈ ફક્ત 2 ફૂટ 0.6 ઇંચ છે.

6 વિશ્વની સૌથી લાંબી મૂછ.

image source

ભારતમાં એક ડાયલોગ ઘણી લોકપ્રિય છે, મૂછે હો તો નથ્થુલાલ જેસી વરના ના હો. રાજસ્થાનના રામ સિંહ ચૌહાણની મૂછો આગળ નાથ્થુલાલની મૂછો પણ કઈ નથી. રાજસ્થાનના રામ સિંહ ચૌહાણની મૂછ લગભગ 14 ફૂટની છે. એ 30 વર્ષથી મૂછોને વધારી રહ્યા છે.

7. નાકથી ટાઈપિંગ.

image source

નાકથી ટાઈપ કરવું એ સાંભળવામાં થોડું અજીબ લાગે છે જો કે ભારતીયોએ એને લઈને પણ એક રેકોર્ડ બનાવ્યો છે. હૈદરાબાદના ખુરશીદ હુસેનના નામે નાકથી સૌથી ઝડપથી ટાઈપિંગ કરવાનો રેકોર્ડ છે. ખુરશીદે એકવાર નાકથી ફક્ત 47 સેકડમાં 103 કેરેકટર ટાઈપ કર્યા હતા.

8. વિશ્વમાં સૌથી મોટા નખ.

image source

હાથના સૌથી લાંબા નખનો રેકોર્ડ પુણેના શ્રીધર ચિલ્લલના નામે છે. શ્રીધરે ફક્ત 14 વર્ષની ઉંમરમાં પોતાના જમણા હાથના નખ કાપવાનું બંધ કરી દીધું હતું. છેલ્લે જ્યારે એમના નખને માપવામાં આવ્યા હતા તો એમની લંબાઈ 29 ફૂટ અને 10.1 ઇંચ હતી.

9. જીવજંતુ ખાવાનો રેકોર્ડ.

image source

આ રેકોર્ડ સાંભળવામાં ઘણો જ અજીબ છે પણ કોઈમ્બટુરના જોન પીટરે આ કરીને બતાવ્યું છે. જોન નાસ્તામાં કરચલા અને ડોસા ખાય છે જ્યારે લંચમાં દાળ અને પતંગિયા અને ડિનરમાં 10 20 ગરોળી ખાય છે.

10. સૌથી મોંઘા સૂટ.

image source

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પણ એક અજીબોગરીબ રેકોર્ડ છે. વર્ષ 2016માં અમેરિકાના તત્કાલીન પ્રધાનમંત્રી બરાક ઓબામા ભારત યાત્રા પર આવ્યા હતા, એ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સૂટ પહેર્યો હતો એની નિલામી કરવામાં આવી હતી. આ સૂટને હીરાના વેપારી હિતેશ લાલજીભાઈ પટેલે સદા ચાર કરોડ રૂપિયામાં નિલામીમાં ખરીદ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત