અપનાવો આ ઉપાયો, માત્ર 10 જ દિવસમાં થઇ જશે આર્થિક સંકટ દૂર અને બીજી અનેક સમસ્યાઓમાંથી પણ મળશે છૂટકારો

ઘરમાં જેટલું મહત્વ તિજોરીનું હોય તેટલું જ મહત્વ દુકાનમાં ગલ્લાનું હોય છે. આ બંને સ્થાનને મંદિર સમાન માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ બંનેનું મહત્વ ખૂબ વધારે હોવાથી જ જરૂરી થઈ જાય છે કે આ વસ્તુઓ કે તેને રાખવાનું સ્થાન વાસ્તુ શાસ્ત્રના નિયમાનુસાર હોય.

image source

વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર રાખેલી વસ્તુ સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે અને તેના પરિણામે ઘરમાં સુખ, શાંતિ અને બરકત વધે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરના મહત્વના સ્થાન એટલે કે બેડરુમ, રસોડા, બેઠક રુમ, મંદિર, સીડી સહિતની જગ્યા માટે નિયમો દર્શાવાયા છે તેવી જ રીતે તિજોરી અને ગલ્લાને લઈને પણ નિયમોનો ઉલ્લેખ અહીં કરવામાં આવ્યો છે. આ સ્થાન પણ આર્થિક સ્થિતિને સદ્ધર રાખવામાં ખૂબ મહત્વના હોય છે એટલે ઘરની અન્ય જગ્યાની જેમ આ જગ્યા પણ વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ બરાબર છે કે નહીં તે જોવું જરૂરી છે.

image source

તિજોરી કે ગલ્લાને વાસ્તુના નિયમ અનુસાર રાખવાથી ઘર અને ધંધા પર માતા લક્ષ્મીની કૃપા રહે છે અને બરકત થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ સ્થાન સંબંધિત કેટલીક વાત કરવામાં આવી છે જે તિજોરીને ધનથી ભરી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. તો ચાલો તમે પણ આજે જાણી લો ખાસ ઉપાયો.

image source

1. પીપળાના પાન પર સિંદૂરથી ઓમ લખવો. આ પાનને શનિવારે તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય સતત પાંચ શનિવાર સુધી કરવાનો હોય છે. પહેલા શનિવારે મુકેલું પાન બીજા શનિવારે કાઢી લેવું અને તેને પાણીમાં પ્રવાહિત કરી દેવું.

2. તિજોરીમાં કુબેર યંત્રની સ્થાપના શુક્રવારના દિવસે શુભ મુહૂર્તમાં કરવી. દર શુક્રવારે તેને ધૂપ આપવો.

3. દુકાનના ગલ્લામાં 10ની નોટનું એક બંડલ રાખો. આ બંડલમાંથી કોઈ નોટનો ઉપયોગ કરવો નહીં. તેની સાથે ચાંદીનો એક સિક્કો પણ રાખો. આ વસ્તુઓ તિજોરીને ધનથી ભરેલી રાખશે. તેની સાથે થોડા પીત્તળ અને ત્રાંબાના સિક્કા પણ રાખો. આ ઉપરાંત આવા થોડા સિક્કા પર્સમાં પણ સાથે રાખવા.

4. તિજોરી કે ગલ્લામાં કોઈ દસ્તાવેજ કે અન્ય વસ્તુ રાખવી નહીં. તેમાં માત્ર પૈસા અને સોનાના ઘરેણા રાખવા. આ વસ્તુઓ સિવાયની વસ્તુ ન રાખવી જોઈએ. તિજોરીમાં દાગીના પણ રાખવા હોય તો તેને લાલ કપડામાં બાંધીને રાખવા.

image source

5. ભોજપત્રનો ઉપાય પણ તમને માલામાલ કરી શકે છે. તેના માટે ભોજપત્ર લેવું જે ક્યાંયથી પણ તુટેલું ન હોય, હવે તેના પર ચંદનથી શ્રી લખવું. આ ભોજપત્રને શુભ ચોઘડિયામાં તિજોરીમાં રાખી દો.

6. તિજોરી અથવા ગલ્લામાં કાળી ચણોઠી પણ રાખી શકાય છે. તેનાથી સમૃદ્ધિને નજર લાગતી નથી. આ સિવાય તેમાં લાલ વસ્ત્ર અચૂક પાથરવું જોઈએ.

image source

7. ઘરમાં ગણેશ પૂજા થાય ત્યારે જે સોપારીનો ઉપયોગ થયો હોય તેને લઈ એક રૂપિયાના સિક્કા પર સ્થાપિત કરી તેને નાળાછડીથી બાંધી અને તિજોરીમાં મુકી દેવું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત