Site icon News Gujarat

આત્મનિર્ભર યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર દ્વારા 9000 જગ્યાએ ફોર્મ ભરવા માટે કરવામાં આવી વ્યવસ્થા

ગુજરાત રાજ્યની આત્મનિર્ભર યોજના – માત્ર 2 ટકામાં આપવામાં આવી રહી છે 1 લાખ રૂપિયાની લોન આજથી કરી શકશો અરજી

આત્મનિર્ભર યોજનાનો લાભ આપવા રાજ્ય સરકાર દ્વારા 9000 જગ્યાએ ફોર્મ ભરવા માટે કરવામાં આવી વ્યવસ્થા

image source

વડાપ્રધાને લોકડાઉનને લઈને પોતાના છેલ્લા ભાષણમાં આત્મનિર્ભર શબ્દનો વારંવાર ઉપયોગ કરીને દેશને આત્મનિર્ભર બનવા માટે આહવાન આપ્યું હતું. અને હવે ગુજરાત સરકાર પણ આ આહવાનને જીલવા માટે આત્મનિર્ભર યોજના લાવી છે. આ યોજના રાજ્યના દરેક પ્રકારના નાના વ્યવસાયોને મદદરૂપ થવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના નાના વેપારીઓ જેમ કે, ફેરિયાઓ, નાના દુકાનદારો, વ્યવસાયકારો, રીક્ષા ચાલકો ઉપરાંત જે લોકો વ્યક્તિગતરીતે નાના ધંધા કરતા હોય તેમને લોકડાઉનના કારણે જે આર્થિક ફટકો લાગ્યો છે તેમાંથી બેઠા કરવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને આજથી આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં અરજી માટેના ફોર્મની વહેંચણી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા કુલ 9000 જેટલા સ્થળો પર ફોર્મ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

બેંક દ્વારા વ્યક્તિ લોન લેવાને લાયક છે કે નહી તે નક્કી કરવામાં આવશે

image source

આ યોજના હેઠળ કયા વ્યવસાય ને લોન આપી શકશા તે બધા જ નિર્ણયો સહકારી બેન્ક તેમજ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવશે. આ લોનની મુદત ત્રણ વર્ષની રહેશે એટલે કે આ લોન જે-તે વેપારીને ત્રણ વર્ષ માટે આપવામાં આવશે. આ ત્રણ વર્ષમાં પ્રથમ છ મહિનાનો સમય મોરોટિયમ પિરિયડ તરીકે ગણવામાં આવશે. આજથી એટલે કે 21મી મેથી 31મી ઓગસ્ટ સુધી આ યોજના અમલમાં રહેશે. આ દરમિયાન નાનો ધંધો કરતાં વેપારી કે વ્યવસાયીએ સહકારી બેન્કો, ક્રેડિક કો-ઓપરેટિવ સોસાયટીઓને લોન માટે અરજી કરવાની રહેશે.

વેપારી દ્વારા લોન માટે અરજી કર્યા બાદ બેન્ક નક્કી કરશે કે તે વેપારીને લોન મળી શકશે કે નહીં. અને આ નિર્ણય બેંકે મોડામાં મોડો 31મી ઓક્ટોબર સુધી લેવાનો રહેશે. અને ત્યાર બાદ બેંક દ્વારા જે અરજકર્તાની લોન મંજૂર થઈ હશે તેના ખાતામાં તારીખ 15મી નવેમ્બર સુધીમાં એક લાખ રૂપિયા જમા કરાવવાના રહેશે અને બેંક આ તારીખની અંદર જો લોન આપશે તો જ તેમને સરકાર તરફથી વ્યાજમાં મળતી રાહત મળશે. આ એપ્લીકેશન માટે કોઈ ફી કે પછી બીજા કોઈ ચાર્જ લેવામાં આવનાર નથી.

આત્મનિર્ભર યોજના હેઠળ લોન લેવા ઇચ્છુક વ્યક્તિએ 31મી ઓગસ્ટ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે

image source

આ બાબતે વિગતે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું, કે આ યોજના માટેના અરજી ફોર્મ સમગ્ર રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેંકો, 1400 અર્બન કો-ઓપરેટિવ બેંકો અને બીજા 7000 કરતાં પણ વધુ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઝમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ ફોર્મ માટેની વ્યવસ્થા 9000 સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે. લોન લેવા ઇચ્છુક વ્યક્તિએ આ યોજનાનો લાભ મેળવવા માટે કોઈ પણ જાતની ફી કે ચાર્જ ભરવાના રહેતા નથી માત્ર ફોર્મ ભરીને અરજી કરવાની છે. અને તેને મોડામાં મોડી 31મી ઓગસ્ટ સુધીમાં જમા કરાવવાની રહેશે.

રાજ્યસરકારનું લક્ષ આ યોજનાથી 10 લાખ લોકોને લાભ પહોંચાડવાનું છે.

image source

આત્મનિર્ભર યોજના વિષે વિગતે જણાવતા મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું હતું કે નાના, વ્યવસાયકારો, ધંધાદારીઓ, સ્વતંત્ર કારીગરો વિગેરે જેવા 10 લાખ લોકોને રાજ્ય તરફથી ત્રણ વર્ષ માટે આ રૂ. 1 લાખની લોન ફક્ત 2 ટકાના વ્યાજ પર આપવામાં આવશે અને તે પણ કોઈપણ જાતની ગેરેન્ટી વગર. અને લોનની અવધીના પ્રથમ છ મહિના સુધી લોન લેનારે કોઈ જ હપ્તો ભરવાનો રહેશે નહીં. આ પહેલાં પણ સહકારી બેંકોને 8 ટકા વ્યાજે લોન આપવાની જે મુખ્યમંત્રી દ્વારા અપિલ કરવામાં આવી હતી તેને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તમને જણાવી દઈએ કે નાના વ્યવસાયુઓ તેમજ ધંધાદારીઓને બેઠા કરવા માટે ધોબી, વાળંદ, પ્લંબર, કરિયાણાની હાટડીઓ ચલાવદા લોકો, ફેરિયાઓ, રીક્ષા ચાલકો વિગેરેને વ્યાજનું ભારણ ન રહે તે માટે રાજ્ય સરકાર આ આંઠ ટકા વ્યાજમાંથી 6 ટકા વ્યાજ પોતે ભરશે અને લાભાર્થીને માત્ર 2 ટકા વ્યાજનો બોજો ચૂકવવાનો રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version